Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેક્ટર-26ના કિસાનનગરમાં 1.50 લાખ રોકડા અને ચાંદીની પ્લેટની ચોરી:બંધ મકાનના તાળા તોડ્યા વિના તિજોરીમાંથી માલાસામાન લઈને રફૂચક્કર, જાણભેદુ શખસનું કારસ્તાન

    13 hours ago

    ગાંધીનગરના સેક્ટર-26 સ્થિત કિસાનનગરમાં નિવૃત્ત વૃદ્ધના બંધ મકાનમાં દરવાજા કે તાળાને સહેજ પણ નુકસાન પહોંચાડ્યા વિના કોઈ જાણભેદુ શખસે ઘરની અંદર પ્રવેશી તિજોરીના ડ્રોવરમાંથી રૂ.1.50 લાખ રોકડા તેમજ ચાંદીની પ્લેટ મળી કુલ 1.70 લાખની મત્તા ચોરીને અંજામ આપતા સેક્ટર 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 1.50 લાખ રોકડ, સોનાના દાગીના લઈને તસ્કર રફૂચક્કર કિસાનનગરના પ્લોટ નંબર 141/2 ખાતે 63 વર્ષીય નિવૃત્ત કર્મચારી નવુજી બળદેવજી દેવડા તેમની પત્ની વિષ્ણુબેન અને પુત્રી કૃણાલીબેન સાથે રહે છે. ગત તારીખ 4 સપ્ટેમ્બરના રોજ સવારે આશરે દસ વાગ્યાના અરસામાં દેવડા પરિવાર માણસા તાલુકામાં આવેલા પોતાના વતન ખાંટા આંબા ગામે જવા માટે નીકળ્યો હતો. એ પહેલા નવુજીભાઈએ ઘરમાં રાખેલી તિજોરીમાંથી ઘરખર્ચ માટે આશરે બે હજાર લીધા હતા. એ સમયે તિજોરીના ડ્રોવરમાં આશરે 1.50 લાખની રોકડ રકમ, ચાંદીની પ્લેટ અને સોનાના દાગીના પડ્યા હતા. દેવડા પરિવારે ડ્રોવરને લોક કરી તેની ચાવી બાજુના જ ડ્રોવરમાં મૂકી દીધી હતી અને તિજોરીનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો હતો. બંધ મકાનનું તાળું તોડ્યા વિના ચોરી, જાણભેદુ હોવાની શકયતા ત્યારબાદ પરિવાર ગાડી લઈને વતન જવા રવાના થયો હતો. સાંજે આશરે છ વાગ્યાના અરસામાં જ્યારે પરિવાર વતનથી પરત ફર્યો ત્યારે મકાનનું મુખ્ય તાળું યથાવત સ્થિતિમાં હતું. ઘરમાં પ્રવેશ્યા બાદ નવુજીભાઈના પત્ની વિષ્ણુબેન દૂધ લાવવા માટે પૈસા લેવા અર્થે તિજોરી પાસે ગયા હતા. ત્યાં જઈને જોતાં તિજોરીના ડ્રોવરમાં ચાવી ભરાવેલી હાલતમાં હતી અને અંદર તપાસ કરતા જ હોશ ઊડી ગયા હતા. ડ્રોવરમાં રાખેલી દોઢ લાખની રોકડ રકમ અને 20 હજારની ચાંદીની પ્લેટ ગાયબ હતી. તોડફોડ કે બળજબરીથી પ્રવેશ કર્યાના નિશાન નહોતા બાદમાં ઘરમાં ચોરી થયાનો અહેસાસ થતાં જ પરિવારે ઘરના દરવાજા અને બારીઓની તપાસ કરી હતી, પરંતુ ક્યાંય પણ તોડફોડ કે બળજબરીથી પ્રવેશ કર્યાના નિશાન મળ્યા ન હતા. આથી આસપાસના વિસ્તારમાં અને ઘરમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં આખરે નવુજી બળદેવજી દેવડાએ સેક્ટર-21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    કિલ્લા પારડીમાં જન્માષ્ટમી પર કાવ્યોત્સવનું આયોજન:કૃષ્ણપ્રેમ અને ઈશ્વરભાવના કવિતાઓમાં છલકાઈ, વિદ્યાર્થીઓએ પણ કાવ્યપઠન કર્યું
    Next Article
    Ahmedabad Auto & Taxi Strike | અમદાવાદ શહેરમાં આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ પર ઉતર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment