Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની શ્રી શ્રી રવિશંકરજી સાથે મુલાકાત:શિક્ષણ, ઇનોવેશન અને સામાજિક પ્રભાવના પ્રયાસોને ગુરુદેવના આશીર્વાદ અને પ્રશંસા મળી

    1 day ago

    શિક્ષણવિદ્ અને સંશોધક ડૉ. જય ધ્રુવએ વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગુરુદેવે ડૉ. જય ધ્રુવના શિક્ષણ, સંશોધન, ઇનોવેશન અને સામાજિક પ્રભાવ માટેના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ડૉ. ધ્રુવને વધુ કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીનું જીવન સેવા, શિક્ષણ, માનવમૂલ્યો, શાંતિ અને સામાજિક પરિવર્તનને સમર્પિત છે. તેમના માર્ગદર્શન હેઠળ 1,350થી વધુ મફત શાળાઓ ચાલે છે. આ ઉપરાંત, યુવા સશક્તિકરણ, કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ, ગ્રામ વિકાસ, કુદરતી ખેતી, આરોગ્ય સેવા, આપત્તિ રાહત, નશામુક્તિ અભિયાન અને ‘No to Drugs’ અભિયાન જેવા ક્ષેત્રોમાં પણ કામગીરી થઈ છે. જેલ સુધારણા, પર્યાવરણ સંરક્ષણ તથા નદી અને જળસ્રોતોના પુનર્જીવન માટે પણ તેમણે નોંધપાત્ર કામ કર્યું છે. ગુરુદેવે વિશ્વના 182 થી વધુ દેશોમાં માનવમૂલ્યો અને શાંતિનો સંદેશ પહોંચાડ્યો છે. તેમને તેમના વૈશ્વિક યોગદાન બદલ પદ્મ વિભૂષણ સહિત અનેક આંતરરાષ્ટ્રીય સન્માનો મળ્યા છે. તેમને 28 માનદ ડોક્ટરેટથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.આધ્યાત્મિકતા સાથે શિક્ષણ અને સામાજિક સેવા જોડીને તેઓ વૈશ્વિક સ્તરે પરિવર્તન લાવી રહ્યા છે. તેઓ વિશ્વના પ્રભાવશાળી આધ્યાત્મિક અને માનવતાવાદી વ્યક્તિઓમાં સ્થાન ધરાવે છે. મુલાકાત દરમિયાન ડૉ. જય ધ્રુવ દ્વારા શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કરવામાં આવતી વિવિધ પહેલો અંગે ચર્ચા થઈ. ગુરુદેવે તેમના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે ડૉ. ધ્રુવને યુવાનો સાથે જોડાયેલી પહેલોને આગળ વધારવા માટે પોતાના યુવા કાર્યક્રમો સાથે સંપર્કમાં રહેવા પ્રોત્સાહિત કર્યા. આ પ્રોત્સાહન ડૉ. જય ધ્રુવ માટે ખાસ પ્રેરણારૂપ બન્યું છે. ગુરુદેવે ડૉ. જય ધ્રુવને પોતાનું પુસ્તક અને ખેસ પહેરાવીને આશીર્વાદ આપ્યા. ગુરુદેવ તરફથી મળેલું આ પુસ્તક અને આશીર્વાદ માત્ર સન્માન નથી. તે સતત શીખવા, સંશોધન કરવા અને સમાજ માટે વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા બની રહ્યા છે. આ મુલાકાત અંગે ડૉ. જય ધ્રુવે જણાવ્યું કે, “ગુરુદેવ જેવા વૈશ્વિક વ્યક્તિત્વ સાથે સમય વિતાવવો મારા માટે માત્ર એક મુલાકાત ન હતી. તે જીવન અને સેવાના માર્ગને વધુ ઊંડાણથી સમજવાનો અવસર હતો.” તેમણે ઉમેર્યું કે, “તેમના પ્રોત્સાહન અને આશીર્વાદથી શિક્ષણ, સંશોધન, ઇનોવેશન અને યુવા સશક્તિકરણ માટે વધુ જવાબદારી અને ઉર્જા સાથે કાર્ય કરવાની પ્રેરણા મળી છે.” શિક્ષણથી સંશોધન સુધી, ઇનોવેશનથી સામાજિક પરિવર્તન સુધી—ડૉ. જય ધ્રુવના પ્રયાસોને ગુરુદેવનું પ્રોત્સાહન નવી દિશા અને નવી ઊર્જા આપી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડના આઝાદ ચોકમાં શ્રીજીની ભવ્ય પ્રતિમાઓનું આગમન:ગણેશોત્સવને લઈને ભક્તિનો માહોલ, આતશબાજી-DJના તાલે શ્રીજીનું સ્વાગત
    Next Article
    લાલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 9 કલાક વીજળી બંધ રહેશે:66 કેવી સબસ્ટેશનમાં પોલ ઊભા કરવા અને મેન્ટેનન્સ કામગીરી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment