Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના આઝાદ ચોકમાં શ્રીજીની ભવ્ય પ્રતિમાઓનું આગમન:ગણેશોત્સવને લઈને ભક્તિનો માહોલ, આતશબાજી-DJના તાલે શ્રીજીનું સ્વાગત

    1 day ago

    વલસાડ શહેરમાં ગણેશોત્સવને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગણેશ મંડળો દ્વારા વલસાડ જિલ્લા, મહારાષ્ટ્ર અને નવસારીના મૂર્તિકારો પાસેથી કલાત્મક પ્રતિમાઓ તૈયાર કરાવી મંડળોમાં લાવવાની શરૂઆત થઈ છે. શહેરના આઝાદ ચોક ખાતે શ્રીજીની ભવ્ય પ્રતિમાઓનું ધામધૂમથી આગમન થયું હતું. આ કારણે સમગ્ર વિસ્તારમાં ગણેશમય માહોલ છવાઈ ગયો હતો. ગણેશ મંડળના આયોજકો શ્રીજીની પ્રતિમાને ભવ્ય શોભાયાત્રા સાથે આઝાદ ચોક લાવ્યા હતા. શ્રીજીના આગમન વખતે આતશબાજી કરવામાં આવી હતી. ડીજેના તાલે અને નાસિક ઢોલના અવાજ સાથે ગણેશ ભક્તોએ ઉત્સાહથી શ્રીજીનું સ્વાગત કર્યું. ઢોલના તાલે યુવાનો સહિત ગણેશ ભક્તો ઝૂમી ઊઠ્યા હતા. 'ગણપતિ બાપ્પા મોરિયા'ના નાદથી આખો આઝાદ ચોક ગુંજી ઊઠ્યો હતો. શ્રીજીની કલાત્મક પ્રતિમાઓની એક ઝલક મેળવવા માટે ભક્તોની ભારે ભીડ આઝાદ ચોકમાં ઉમટી પડી હતી. વિવિધ રંગો, આકર્ષક ઘરેણાં અને કલાત્મક કારીગરીથી સજાવેલી પ્રતિમાઓ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. વિઘ્નહર્તા ગણેશજીની ભવ્ય પ્રતિમાઓના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા. ઘણા ભક્તોએ પરિવાર સાથે શ્રીજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ગણેશોત્સવની શરૂઆત પહેલાં જ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા તૈયારીઓ ઝડપી બનાવાઈ છે. મંડળના આયોજકો પંડાલ, સજાવટ અને શ્રીજીની સ્થાપના માટે તૈયારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને નવસારીના મૂર્તિકારોએ બનાવેલી વિવિધ થીમ અને કલાત્મક પ્રતિમાઓ વલસાડના ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. શ્રીજીના આગમન દરમિયાન આઝાદ ચોક વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં ગણેશોત્સવનો ઉત્સાહ ટોચ પર પહોંચ્યો હતો. ભક્તિમય વાતાવરણમાં ગણેશ ભક્તો શ્રીજીની ભક્તિમાં લીન જોવા મળ્યા. આવનારા દિવસોમાં શહેરના અલગ અલગ ગણેશ મંડળોમાં પણ શ્રીજીની સ્થાપના સાથે ગણેશોત્સવની ઉજવણીનો માહોલ વધુ જામશે.
    Click here to Read More
    Previous Article
    3.70 લાખ રિક્ષા-ટેક્સી ચાલકોની 4 દિવસની હડતાળ શરૂ:યુનિયનોએ મુસાફરોને અધવચ્ચે ઉતાર્યા, ઓનલાઇન રાઇડ એપના વિરોધમાં ‘રોજગાર બચાવો’ આંદોલન
    Next Article
    શિક્ષણવિદ્ ડૉ. જય ધ્રુવની શ્રી શ્રી રવિશંકરજી સાથે મુલાકાત:શિક્ષણ, ઇનોવેશન અને સામાજિક પ્રભાવના પ્રયાસોને ગુરુદેવના આશીર્વાદ અને પ્રશંસા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment