Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3.70 લાખ રિક્ષા-ટેક્સી ચાલકોની 4 દિવસની હડતાળ શરૂ:યુનિયનોએ મુસાફરોને અધવચ્ચે ઉતાર્યા, ઓનલાઇન રાઇડ એપના વિરોધમાં ‘રોજગાર બચાવો’ આંદોલન

    1 day ago

    ઓલા, ઉબેર, રેપિડો જેવી ઓનલાઈન ટેક્સી એપ્લિકેશનો સામે અમદાવાદના 3.70 રિક્ષા અને ટેક્સી ચાલકોનું ‘રોજગાર બચાવો’ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં અમદાવાદ રિક્ષાચાલક એકતા સહિતના વિવિધ સંગઠનો દ્વારા આજથી 10 સપ્ટેમ્બર સુધી 4 દિવસના સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. મધ્યરાત્રિથી શરૂ થયેલી હડતાલમાં યુનિયનોએ 3 લાખ રિક્ષા અને 70 હજાર ટેક્સી ચાલકો જોડાશે તેવો દાવો કર્યો હતો, પરંતુ અનેક વિસ્તારોમાં વાહનો ચાલુ રહેતાં હડતાળને ફિક્કો પ્રતિસાદ સાંપડ્યો છે. હડતાળને સફળ બનાવવા યુનિયનના સભ્યો ઇસ્કોન, પકવાન, એરપોર્ટ અને કાલુપુર જેવા વિસ્તારોમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. રસ્તા પર દોડતી રિક્ષાઓ અને ટેક્સીઓને અટકાવીને મુસાફરોને અધવચ્ચે જ ઉતારી દેવામાં આવ્યા હતા, જેના કારણે લોકોને ભારે માલસામાન સાથે ચાલવાની ફરજ પડી હતી. ચાર દિવસની આ હડતાળને પગલે મુસાફરોની હાલાકી વધુ વધવાની શક્યતા છે. મુસાફર મણિબેને જણાવ્યું કે, અમને રિક્ષામાંથી અધવચ્ચે ઉતારી દેતા હવે ચાલીને કામ માટે જવું પડશે. ચાર દિવસ સુધી હડતાલ ચાલશે તો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. અમે તો નરેન્દ્ર મોદીને અપીલ કરીએ છીએ કે મોંઘવારી વધી ગઈ છે તો તેને ઓછી કરો. અમારો 10 હજાર પગાર છે, જેમાંથી રિક્ષાનું ભાડું કાઢીને નાખીએ તો કઈ બચતું નથી. બસમાં તો બેસવા માટે જગ્યા પણ મળતી નથી, જેથી સમયસર પહોંચવા માટે રિક્ષાનો ઉપયોગ કરીએ છીએ. અન્ય મુસાફરે કહ્યું કે, હું પકવાન નોકરી જવા માટે રિક્ષામાં બેઠો હતો, પણ મને ઇસ્કોન ઉતારી દેવામાં આવ્યો. સવારે 8 વાગ્યે અને સાંજે 6 વાગ્યે આવવા અને જવા માટે રિક્ષાનો જ ઉપયોગ કરું છું. તેમજ હું જ્યાં નોકરી કરું છું, ત્યાં BRTS બસ પણ જતી નથી. જો ચાર દિવસ સુધી રિક્ષા બંધ રહેશે તો મારે ચારથી પાંચ કિલોમીટર સુધી ચાલીને જવું પડશે. યુનિયનની મુખ્ય માંગણીઓ અને સરકારને રજૂઆત ખાનગી એપ્લિકેશન કંપનીઓની અનિયંત્રિત નીતિઓને લીધે રિક્ષા-ટેક્સી ચાલકોની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થયું હોવાનો આક્ષેપ યુનિયનોએ કર્યો છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર ચાલતી ગેરકાયદેસર ટુ-વ્હીલર ટેક્સી સેવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો અને સરકારના નિયત ધારાધોરણ મુજબ વાજબી ભાડાં નક્કી કરવાની મુખ્ય માંગણીઓ છે. આ મામલે ગત 27 ઓગસ્ટે ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યા બાદ 28 ઓગસ્ટથી રિક્ષાઓ પાછળ વિરોધ દર્શાવતાં પોસ્ટર્સ લગાવી આંદોલન શરૂ કરાયું હતું, પરંતુ તંત્ર તરફથી સકારાત્મક પ્રતિસાદ ન મળતાં આખરે ચક્કાજામનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. સ્કૂલ વાહનોને બંધમાંથી મુક્તિ આ બંધને સફળ બનાવવા માટે યુનિયનના કાર્યકરો વિવિધ વિસ્તારોમાં તૈનાત રહી નિયમભંગ કરનારા ચાલકોને શાંતિપૂર્ણ રીતે સમજાવશે. ઈમરજન્સી સિવાય અન્ય તમામ સેવાઓ સ્થગિત રાખવાની અપીલ કરવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીઓના અભ્યાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકોને આ બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી બાળકોને ઘરેથી શાળાએ પહોંચાડવાની નિયમિત સેવાઓ પૂર્વવત્ ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી પીજી દુર્ઘટના- કાટમાળમાંથી 6 મૃતદેહો બહાર કાઢ્યા:સ્નિફર ડોગ, કેમેરાથી લોકોની શોધખોળ; બેઝમેન્ટમાં તોડફોડને કારણે 5 માળની ઇમારત ધરાશાયી થઈ
    Next Article
    વલસાડના આઝાદ ચોકમાં શ્રીજીની ભવ્ય પ્રતિમાઓનું આગમન:ગણેશોત્સવને લઈને ભક્તિનો માહોલ, આતશબાજી-DJના તાલે શ્રીજીનું સ્વાગત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment