Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસ્તો ખુલ્લો કરવા સાથે વાહનો અને કચરો દૂર કાયો‎:છોટાઉદેપુર રેલવે સ્ટેશન બહાર સફાઈ સાથે વર્ષો દબાણો પર બુલડોઝર ફેરવાયું

    22 hours ago

    છોટાઉદેપુર નગરપાલિકાએ રેલવે સ્ટેશન બહારના વર્ષો જૂના દબાણો સામે કાર્યવાહી કરી છે. રવિવારે 9થી 10 લારી-ગલ્લા હટાવી રસ્તો ખુલ્લો કરાયો હતો. સ્ટેશન પરિસરમાંથી ભંગાર વાહનો અને કચરો દૂર કરાયો હતો. સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન બહારના વર્ષો જૂના દબાણો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. રવિવારે પાલિકાની ટીમે બુલડોઝર દ્વારા 9થી 10 જેટલા નડતરરૂપ લારી-ગલ્લાના દબાણો દૂર કર્યા હતા. રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન પાલિકાના ઈનચાર્જ પ્રમુખ પરવેઝભાઈ મકરાણી તથા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. તેમની દેખરેખ હેઠળ સ્ટાફે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે રેલવે સ્ટેશન પરિસરમાં લાંબા સમયથી પડેલા ભંગાર વાહનો, બિનવારસી સાધનો અને કચરાના ઢગલા પણ દૂર કરવામાં આવ્યા હતા. તંત્રની કામગીરીથી સ્ટેશન વિસ્તાર સ્વચ્છ બન્યો હતો. વર્ષોથી થતા દબાણોના કારણે મુસાફરો અને સ્થાનિક રહીશોને ટ્રાફિક તથા ગંદકીની સમસ્યાનો સામનો કરવો પડતો હતો. પાલિકાની કામગીરી બાદ આ સમસ્યામાં રાહત મળવાની આશા છે. તંત્રએ શહેરમાં નડતરરૂપ દબાણો અને ગંદકી સામે ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવાની ચીમકી આપી છે. તંત્રે આવી કામગીરી ચાલુ રાખવા ચીમકી આપી છોટાઉદેપુર રેલવે સ્ટેશન પરિસરમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ હતી. વર્ષોથી પડેલા ભંગાર વાહનો, બિનવારસી સાધનો અને કચરાના ઢગલા દૂર કરાયા હતા. દબાણો હટાવવાની કામગીરી સાથે સ્વચ્છતા અભિયાન ચલાવાયું હતું. સ્ટેશન વિસ્તાર ચોખ્ખો બન્યો હતો. મુસાફરો અને સ્થાનિક રહીશોને ટ્રાફિક તથા ગંદકીની સમસ્યામાં રાહત મળવાની આશા છે. તંત્રએ આવી કામગીરી ચાલુ રાખવાની ચીમકી આપી છે.
    Click here to Read More
    Previous Article
    વીડિયો વાયરલ બાદ આરોગ્ય તંત્ર સામે સવાલો:છોટાઉદેપુર જનરલ હોસ્પિ.માં દર્દીઓ જમીન પર સૂઈ સારવાર લેવા મજબૂર
    Next Article
    કાર્યવાહી:હિંમતનગરના દોલગઢ કેનાલ પાસે જુગાર રમતાં 6 શખ્સો ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment