Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીડિયો વાયરલ બાદ આરોગ્ય તંત્ર સામે સવાલો:છોટાઉદેપુર જનરલ હોસ્પિ.માં દર્દીઓ જમીન પર સૂઈ સારવાર લેવા મજબૂર

    22 hours ago

    છોટાઉદેપુર જિલ્લાની 200 બેડની જનરલ હોસ્પિટલમાં દર્દીઓને બેડના અભાવે જમીન પર સૂઈને સારવાર લેવાની ફરજ પડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓ ફ્લોર પર પાથરણાં પાથરીને સારવાર લેતા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. છોટાઉદેપુર જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં દર્દીઓને બેડના અભાવે જમીન પર સૂઈને સારવાર લેવાની ફરજ પડતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હોસ્પિટલના વોર્ડમાં દર્દીઓ ફ્લોર પર પાથરણાં પાથરીને સારવાર લેતા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. દર્દીઓને બોટલ ચઢાવાતી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યાં છે. દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી સારવાર માટે આવતા ગરીબ અને સામાન્ય દર્દીઓને યોગ્ય સગવડ ન મળતી હોવાના આક્ષેપો વચ્ચે 200 બેડની હોસ્પિટલની વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. દર્દીઓની સંખ્યા ક્ષમતા કરતાં વધી ગઈ છે. ઉપલબ્ધ બેડની યોગ્ય વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ છે. સિઝનલ બીમારીઓ અને રોગચાળાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોવાની સ્થિતિમાં હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ દર્દીઓ તથા સગાં-સંબંધીઓ માટે મુશ્કેલીરૂપ બન્યો છે. વીડિયો વાયરલ થયા બાદ હોસ્પિટલ પ્રશાસન અને આરોગ્ય વિભાગ આ અંગે શું પગલાં લે છે તેના પર સૌની નજર છે. વીડિયો વાયરલ બાદ આરોગ્ય તંત્ર સામે સવાલો હોસ્પિટલમાં દર્દીઓ જમીન પર સૂઈ સારવાર લેતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ આરોગ્ય તંત્ર સામે સવાલો ઊભા થયા છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લાના ગરીબ દર્દીઓને સારવાર માટે યોગ્ય સુવિધા મળવી જરૂરી છે. હોસ્પિટલ પ્રશાસન અને આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓને જરૂરી બેડ અને સારવારની વ્યવસ્થા કરાય છે કે નહીં તેના પર સૌની નજર છે.
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુર રેલવે સ્ટેશને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો‎:સાંસદ અને પાલિકા પ્રમુખ સહિત આગેવાનોએ કરી શ્રમદાનથી પહેલ
    Next Article
    રસ્તો ખુલ્લો કરવા સાથે વાહનો અને કચરો દૂર કાયો‎:છોટાઉદેપુર રેલવે સ્ટેશન બહાર સફાઈ સાથે વર્ષો દબાણો પર બુલડોઝર ફેરવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment