Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુર રેલવે સ્ટેશને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો‎:સાંસદ અને પાલિકા પ્રમુખ સહિત આગેવાનોએ કરી શ્રમદાનથી પહેલ

    22 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 8 સપ્ટેમ્બરના ગુજરાત આગમનને વધાવવા છોટાઉદેપુરમાં ‘સ્વચ્છતા સે સ્વાગત’ જનઅભિયાનનો પ્રારંભ કરાયો છે. રેલવે સ્ટેશન પર યોજાયેલા સ્વચ્છતા કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા સહિત જનપ્રતિનિધિઓ, નગરપાલિકા સભ્યો, કર્મચારીઓ તેમજ સફાઈ સેવકોએ શ્રમદાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 8 સપ્ટેમ્બરના ગુજરાત આગમનને વધાવવા છોટાઉદેપુરમાં ‘સ્વચ્છતા સે સ્વાગત’ જનઅભિયાનનો પ્રારંભ કરાયો છે. આ અંતર્ગત છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ પરવેઝ મકરાણી, ચીફ ઓફિસર, વિવિધ સમિતિઓના ચેરમેન, નગરપાલિકા સભ્યો, કર્મચારીઓ તેમજ સફાઈ સેવકો જોડાયા હતા. સૌએ સાથે મળીને સ્ટેશન પરિસરમાં શ્રમદાન કર્યું હતું. સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સ્વચ્છતા, હરિયાળી તેમજ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે કટિબદ્ધતા દર્શાવાઈ હતી. અભિયાન દ્વારા સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરાયો હતો. પાલિકા તેમજ નગરજનોએ સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રસ્તાના ખોદકામમાં પાણીની લાઇન તૂટતા પાણી પુરવઠો ખોરવાયો‎:સોમવારથી પાણી પુરવઠો કાર્યરત થઇ જવાની પાલિકા સભ્યની ખાતરી
    Next Article
    વીડિયો વાયરલ બાદ આરોગ્ય તંત્ર સામે સવાલો:છોટાઉદેપુર જનરલ હોસ્પિ.માં દર્દીઓ જમીન પર સૂઈ સારવાર લેવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment