Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસ્તાના ખોદકામમાં પાણીની લાઇન તૂટતા પાણી પુરવઠો ખોરવાયો‎:સોમવારથી પાણી પુરવઠો કાર્યરત થઇ જવાની પાલિકા સભ્યની ખાતરી

    22 hours ago

    છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી નગરપાલિકાના વોર્ડ નં. 3માં છેલ્લા પાંચ દિવસથી પાણી પુરવઠો ખોરવાતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. સોમનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં નવો RCC રોડ બનાવવા માટે JCBથી કરવામાં આવેલા ખોદકામ દરમિયાન પાણીની લાઈનોને નુકસાન થતાં પાણી પુરવઠો બંધ થયો હોવાનું જાણવા મળ્યું છે. પાણીની લાઈનોના સમારકામની કામગીરી શરૂ કરાઈ હોવા છતાં પાંચ દિવસ બાદ પણ સમસ્યા યથાવત્ રહેતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ સોમનાથ સોસાયટીમાં જૂના રસ્તાને તોડી નવો RCC રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન JCBથી કરાયેલા ખોદકામમાં પાણીની લાઈનો તૂટી જતાં સોમનાથ સોસાયટી, જમના પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી પહોંચતું બંધ થઈ ગયું હતું. એક તરફ રોડની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે, બીજી તરફ પાણીની સમસ્યાના કારણે રહિશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરવપરાશથી લઈ શૌચાલય સુધી પાણીની તંગી પાંચ દિવસથી પાણી ન મળતાં રહિશોની દૈનિક જરૂરિયાતો પણ ખોરવાઈ ગઈ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, લાઈન તૂટ્યા બાદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ છતાં પૂરતી વ્યવસ્થા ન થતાં લોકોની મુશ્કેલી વધી છે. પાલિકા સભ્યવોર્ડ નં. 3ના સદસ્ય પાર્થ સોનીના જણાવ્યા મુજબ, અગાઉ ગટર લાઈનનું કામ કરવામાં આવ્યું હતું અને હવે વિકાસના ભાગરૂપે RCC રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. ખોદકામ દરમિયાન પાણીની લાઈનોને નુકસાન થતાં પાણી પુરવઠો ખોરવાયો છે. બે દિવસની રજાઓના કારણે કામદારો ઉપલબ્ધ ન હોવાથી સમારકામની કામગીરીમાં વિલંબ થયો હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ આવતીકાલે કામગીરી પૂર્ણ કરી પાણી પુરવઠો પૂર્વવત્ કરવાની ખાતરી આપી છે.
    Click here to Read More
    Previous Article
    નિધન પૂર્વે મામલતદારને કહ્યું હતું, ‘ભૂલથી એસિડ પીધું:અબડાસામાં TDOની ફરજ બજાવી ચુકેલા અધિકારીનું એસિડ પીવાથી મોત
    Next Article
    છોટાઉદેપુર રેલવે સ્ટેશને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો‎:સાંસદ અને પાલિકા પ્રમુખ સહિત આગેવાનોએ કરી શ્રમદાનથી પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment