Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળથી સોમનાથ સુધી ગુંજ્યા ‘જય શ્રી રામ-જય મહાદેવ’ના નાદ:હિન્દુ ગૌરવ યાત્રા અને સોમનાથ મહાદેવ ધ્વજારોહણ મહોત્સવ યોજાયો, વેપારીઓએ સ્વાગત કર્યુ

    6 hours ago

    પવિત્ર શ્રાવણ માસમાં વેરાવળથી સોમનાથ મહાદેવના ધામ સુધી ભવ્ય હિન્દુ ગૌરવ યાત્રા નીકળી હતી. હિન્દુ યુવા સંગઠન (ભારત) ગીર સોમનાથ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ શ્રી સોમનાથ મહાદેવ ધ્વજારોહણ મહોત્સવ-૨૦૨૬ નિમિત્તે આ યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રામાં વેરાવળ, પાટણ અને સોમનાથ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન ધામ ખાતે ધ્વજારોહણના પવિત્ર કાર્યક્રમ પહેલા આ શોભાયાત્રા નીકળી હતી. હિન્દુ ગૌરવ યાત્રા વેરાવળના નગરપાલિકા કોમ્યુનિટી હોલથી શરૂ થઈ હતી. મહિલા કોલેજ રોડ અને ડાભોર રોડ વિસ્તારમાંથી પસાર થઈ, શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. યાત્રા દરમિયાન ‘જય શ્રી રામ’, ‘જય મહાદેવ’ અને હિન્દુ એકતાના નારા ગુંજતા સમગ્ર વેરાવળ શહેરમાં ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. આ યાત્રામાં હિન્દુ યુવા સંગઠન ભારત-ગીર સોમનાથના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. તેમની સાથે રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સંસ્થાઓના સભ્યો પણ પરિવાર અને મિત્રમંડળ સાથે આ યાત્રામાં સામેલ થયા હતા. શોભાયાત્રા બસ સ્ટેન્ડ રોડ વિસ્તારમાં પહોંચી ત્યારે હિન્દુ વેપારીઓ એસોસિયેશન દ્વારા તેનું સ્વાગત કરાયું હતું. વેપારીઓએ ગુલાબની પાંખડીઓ વરસાવી યાત્રાળુઓ અને આગેવાનોનું અભિવાદન કર્યું હતું. આનાથી સમગ્ર વિસ્તારમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. આ કાર્યક્રમ હિન્દુ યુવા સંગઠન (ભારત)ના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહજી જાડેજા, રાષ્ટ્રીય મહાસચિવ કૌશલેન્દ્રસિંહજી અને ગીર સોમનાથના નવલ ભારાવાલાના નેતૃત્વ હેઠળ યોજાયો હતો. યાત્રામાં જૂનાગઢ-ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમા સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. પવિત્ર શ્રાવણ માસમાં યોજાયેલી આ હિન્દુ ગૌરવ યાત્રા અને ધ્વજારોહણ મહોત્સવે સનાતન ધર્મ પ્રત્યેની આસ્થા અને સામાજિક એકતાનો સંદેશ આપ્યો. વેરાવળથી સોમનાથ સુધીનું વાતાવરણ ‘હર હર મહાદેવ’ અને ‘જય શ્રી રામ’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ક્રેટા કારમાંથી દારૂના 66 બોક્સ ઝડપાયા:ABC સર્કલ પાસેથી LCBએ રૂ.9.21 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને પકડ્યો, 4 વોંટેડ જાહેર
    Next Article
    લાલાવદર ખાતે 12 કરોડના ખર્ચે 66 કે.વી. સબસ્ટેશનનું ખાતમુહૂર્ત:ઊર્જામંત્રી કૌશિક વેકરીયાના હસ્તે કરાયું, 6 ગામના 2,500 ગ્રાહકોને મળશે વીજળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment