Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં ક્રેટા કારમાંથી દારૂના 66 બોક્સ ઝડપાયા:ABC સર્કલ પાસેથી LCBએ રૂ.9.21 લાખનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને પકડ્યો, 4 વોંટેડ જાહેર

    7 hours ago

    ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે પ્રતિબંધિત વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે. ABC સર્કલ પાસેથી એક ક્રેટા કારમાંથી દારૂના 66 બોક્સ મળ્યા છે. પોલીસે એક આરોપીને પકડી કુલ 9.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. કારમાંથી 66 બોક્સ વિદેશી દારૂ મળી આવ્યો પોલીસને બાતમી મળી હતી કે સફેદ રંગની ક્રેટા કાર નંબર GJ-05-JR-2663માં વિદેશી દારૂનો જથ્થો ભરીને એક્સપ્રેસ હાઇવેથી નેશનલ હાઇવે-48 તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. આ બાતમીના આધારે LCB ટીમે નંદેલાવ બ્રિજથી ABC સર્કલ વચ્ચે વોચ ગોઠવી. ત્યાંથી બાતમીવાળી ક્રેટા કાર પસાર થતાં પોલીસે તેને રોકી. કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 66 બોક્સ મળ્યા, જેની કિંમત 4,16,628 રૂપિયા છે. પોલીસે કારચાલકને તરત જ પકડી લીધો. દારૂનો જથ્થો, 5 લાખની કાર સહિત 9.21 લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે દારૂ ઉપરાંત 5 લાખ રૂપિયાની ક્રેટા કાર અને 5 હજાર રૂપિયાનો મોબાઇલ ફોન પણ કબજે કર્યો છે. આમ, કુલ 9,21,628 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા 24 વર્ષીય આરોપીનું નામ તેજસ સુકાભાઈ આહીર છે. તે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર ગામના આહીર ફળિયાનો રહેવાસી છે. ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર આ કેસમાં પોલીસે બીજા ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. તેમાં પારડીનો હિતેષ નરેશભાઈ નાયકા, ભરૂચના સંદીપ ઠાકોરભાઈ ઓગણીયા અને નીરવ કનુભાઈ પરમાર, તેમજ દમણનો ઉમેશ મેડી સામેલ છે. આ મામલે ભરૂચ શહેર ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ધરમપુરમાં 85 બાળકો-નાગરિકોએ માટીના ગણેશજી બનાવ્યા:પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવા ઇકો ફ્રેન્ડલી વર્કશોપ યોજાયો
    Next Article
    વેરાવળથી સોમનાથ સુધી ગુંજ્યા ‘જય શ્રી રામ-જય મહાદેવ’ના નાદ:હિન્દુ ગૌરવ યાત્રા અને સોમનાથ મહાદેવ ધ્વજારોહણ મહોત્સવ યોજાયો, વેપારીઓએ સ્વાગત કર્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment