Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલાવદર ખાતે 12 કરોડના ખર્ચે 66 કે.વી. સબસ્ટેશનનું ખાતમુહૂર્ત:ઊર્જામંત્રી કૌશિક વેકરીયાના હસ્તે કરાયું, 6 ગામના 2,500 ગ્રાહકોને મળશે વીજળી

    6 hours ago

    અમરેલી તાલુકાના લાલાવદર ગામમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની લિમિટેડ-GETCO દ્વારા 12 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે 66 કે.વી. સબસ્ટેશન બનશે. ઊર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સબસ્ટેશન શરૂ થતાં અમરેલી શહેર અને ગ્રામ્ય ખેતીવાડી વિસ્તાર ઉપરાંત લાલાવદર, સલડી, ગોઢાવદર, દુધાળા (બાઈ) અને કેરિયા-નાગસ સહિતના છ ગામોના આશરે 2,500 ગ્રાહકોને સારો અને સતત વીજપુરવઠો મળશે. નવા સબસ્ટેશનના કારણે લો-વોલ્ટેજ સહિતની વીજળી સંબંધિત સમસ્યાઓ પણ ઓછી થશે. આ પ્રસંગે લાલાવદર-ચક્કરગઢ સી.સી રોડના બાકી રહેતા ભાગમાં આશરે 80 લાખ રૂપિયાના ખર્ચે બનનાર સુવિધા પથનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રીએ ભૂમિપૂજન કર્યું અને નવા સ્ટેશનની તકતીનું અનાવરણ કર્યું. લાલાવદરમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની રમત-ગમત સ્પર્ધાઓ યોજી શકાય તેવું આધુનિક રમત-ગમત સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે. આ સંકુલમાં યોજાનારી મોટી સ્પર્ધાઓથી લાલાવદરનું નામ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જાણીતું થશે. ખેલાડીઓ માટે રહેવા અને જમવાની સુવિધા આપવા રાજ્ય સરકાર દ્વારા 100 ભાઈઓ અને 100 બહેનો માટેની 25 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્ટેલ મંજૂર કરવામાં આવી છે. મંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, અમરેલી-લાલાવદર-લીલીયા માર્ગ અગાઉ ખરાબ હાલતમાં હતો, જેથી અકસ્માતો થતા હતા. સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ માર્ગને આધુનિક બનાવવામાં આવ્યો છે. નવી શાળા, પંચાયત ભવન, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી, માર્ગ-રસ્તા, રમત-ગમત સંકુલ અને સબસ્ટેશન સહિતના વિવિધ વિકાસકાર્યો દ્વારા છેલ્લા સાડા ત્રણ વર્ષમાં લાલાવદરને રાજ્ય સરકાર તરફથી આશરે 100 કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ મળી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળથી સોમનાથ સુધી ગુંજ્યા ‘જય શ્રી રામ-જય મહાદેવ’ના નાદ:હિન્દુ ગૌરવ યાત્રા અને સોમનાથ મહાદેવ ધ્વજારોહણ મહોત્સવ યોજાયો, વેપારીઓએ સ્વાગત કર્યુ
    Next Article
    बिजनौर बैराज से लाइव तस्वीरें, क्या बैराज पर फिर बढ़ रहा है पानी?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment