Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતા સાથે વાતચીતના વહેમમાં પ્રોઢ પર જીવલેણ હુમલો:સિદ્ધપુરના ઠાકરાસણમાં છરીના ઘા ઝીંકી શખ્સ ફરાર, પોલીસે ગુનો નોંધ્યો

    19 hours ago

    પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઠાકરાસણ ગામે એક શખ્સે માતા સાથે વાતચીતના વહેમમાં 43 વર્ષીય જોમાજી ગાંડાજી ઠાકોર પર છરી વડે જીવલેણ હુમલો કર્યો. જોમાજી કરિયાણું લેવા ગયા હતા ત્યારે આ ઘટના બની. ગંભીર રીતે ઇજાગ્રસ્ત જોમાજીને સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ અને પછી પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ મામલે કાકોશી પોલીસે આરોપી સામે BNS કલમ 109(1) અને GP એક્ટ કલમ 135 હેઠળ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામ કરતા રામસંગજી ગાંડાજી ઠાકોરે (જોમાજીના મોટા ભાઈ) નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સાંજે જોમાજી ગામની મહારાજની કરિયાણાની દુકાને ઘરનો સામાન લેવા ગયા હતા. તે સમયે ગામમાં જ રહેતો પ્રકાશજી શંકરજી ઠાકોર ત્યાં આવ્યો. આરોપી પ્રકાશજીની માતા તારાબેન મહોલ્લામાં આવતા-જતા જોમાજી સાથે વાતચીત કરતા હતા. આ કારણે પ્રકાશજી મનમાં વહેમ રાખતો હતો. આ વહેમના કારણે પ્રકાશજીએ પાછળથી આવી પોતાના હાથમાં રહેલી લોખંડની છરી વડે જોમાજી પર જાનથી મારી નાખવાના ઇરાદાથી ઉપરા-ઉપરી ઘા માર્યા. જોમાજીએ પોતાના બચાવમાં હાથ આડા કર્યા, જેના કારણે તેમને હાથ, બાવડા, પીઠ અને પેટની ડાબી બાજુ ગંભીર ઇજાઓ થઈ. હુમલા દરમિયાન જોમાજીએ બુમો પાડતા આસપાસના લોકો દોડી આવ્યા. આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો. લોહીથી લથપથ હાલતમાં જોમાજીને ખાનગી વાહન દ્વારા તરત સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા. ત્યાં પ્રાથમિક સારવાર પછી તેમને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ અને પછી હાંસાપુર ત્રણ રસ્તા સ્થિત સીતા હોસ્પિટલમાં દાખલ કરાયા. આ ઘટના બાબતે રામસંગજી ઠાકોરની ફરિયાદના આધાર પર કાકોશી પોલીસે આરોપી પ્રકાશજી શંકરજી ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વિસલપુરની શાળામાં વિદ્યાર્થીઓ બન્યા શિક્ષક:ડો. રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણીમાં 100 વિદ્યાર્થીઓએ સંભાળ્યો શાળાનો વહીવટ
    Next Article
    બાપુનગર મહિલા કોલેજમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી:વિદ્યાભારતી ગુજરાત અધ્યક્ષ ડૉ. રાજેશભાઈ વ્યાસની અધ્યક્ષતામાં ધ્વજવંદન, સ્વચ્છતા પખવાડિયા પ્રોજેક્ટ પણ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment