Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિસલપુરની શાળામાં વિદ્યાર્થીઓ બન્યા શિક્ષક:ડો. રાધાકૃષ્ણનના જન્મદિવસની ઉજવણીમાં 100 વિદ્યાર્થીઓએ સંભાળ્યો શાળાનો વહીવટ

    19 hours ago

    વિસલપુર કેળવણી મંડળ સંચાલિત શ્રી તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ શિક્ષક બનીને આવ્યા હતા. કુલ 100 વિદ્યાર્થીઓએ શિક્ષક, પ્રિન્સિપાલ, ડાયરેક્ટર, સેવક, ક્લાર્ક અને કોમ્પ્યુટર ટીચર જેવા વિવિધ હોદ્દા સંભાળ્યા હતા. તેમણે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય કરાવ્યું અને સમગ્ર શાળાનો વહીવટ પણ પોતાના હોદ્દાને અનુરૂપ સંભાળી લીધો હતો. આ દિવસે કુલ પાંચ તાસનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસના અંતે એક નાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો, જેમાં પ્રાર્થના કરવામાં આવી. આજના શિક્ષક બનેલા વિદ્યાર્થીઓ અને નિયમિત શિક્ષિકા શ્રી ગીતાબેન પટેલે પોતાના અનુભવો અને મંતવ્યો રજૂ કર્યા હતા. દરેક વ્યક્તિએ પોતાના સારા, ખરાબ અને રમુજી અનુભવો વ્યક્ત કર્યા. આ દિવસના ડાયરેક્ટર તરીકે પ્રજાપતિ સીમા અને પ્રિન્સિપાલ તરીકે ધોરણ 12 ની પ્રજાપતિ પ્રિયાંશી રહ્યા હતા. સહઅભ્યાસિક કાર્યક્રમનું સંચાલન ધોરણ 9 ની દેસાઈ રિયા અને રાઠવા આયુષી દ્વારા કરવામાં આવ્યું હતું. દરેક વિભાગમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને આવેલા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ માટે પસંદ કરી વિજેતા જાહેર કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે સંસ્થા વતી અલ્પાહારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી અશ્વિનભાઈ પટેલ અને સાંસ્કૃતિક સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓના નામ નીચે મુજબ છે: શાળા પરિવારના તમામ શિક્ષક મિત્રોના સહકારથી સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉંડેશન દ્વારા બહેરામપુરામાં 800થી વધુ શ્રમજીવીઓને ખીચડી અને નાસ્તો:આંગણવાડી કેન્દ્ર પાસે બાળકો અને મહિલાઓને બિસ્કિટ પેકેટ પણ વહેંચાયા
    Next Article
    માતા સાથે વાતચીતના વહેમમાં પ્રોઢ પર જીવલેણ હુમલો:સિદ્ધપુરના ઠાકરાસણમાં છરીના ઘા ઝીંકી શખ્સ ફરાર, પોલીસે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment