Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જર,જમીન અને જોરુ..કહેવતને સાર્થક કરતો કિસ્સો:ઈસનપુરમાં ઉછીના રૂપિયા પરત માગતા યુવક પર 3 મિત્રે હુમલો કર્યો

    1 day ago

    જર, જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરું આ કહેવતને સાર્થક કરતો કિસ્સો શહેરના ઈસનપુર વિસ્તારમાં જોવા મળ્યું છે. જેમાં સાતેક મહિના અગાઉ યુવકે તેના મિત્રને હાથ ઉછીના રૂ.7 હજાર આપ્યા હતા. બાદમાં તાજેતરમાં યુવક રાતે ઘરની બહાર નીકળ્યા ત્યારે તેને ત્રણ મિત્રો મળ્યા હતા. જેમાં રૂપિયા ઉધાર લીધા તે મિત્ર પણ હતો એટલે યુવકે તે મિત્ર પાસે ઉછીના આપેલા નાણાંની માગણી કરી હતી.ત્યારે મિત્રે રૂપિયા આપવાનો ઈન્કાર કરીને ઝઘડો કર્યો હતો. જેમા ત્રણેય મિત્રો મળીને તીક્ષ્ણ હથિયાર અને લાકડાના દંડાથી યુવકને માર માર્યો હતો. આ અંગે યુવકે તેના ત્રણેય મિત્રો સામે ઈસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઇસનપુરના ડાહ્યાજી પાર્કમાં પરિવાર સાથે રહેતા 36 વર્ષીય મોહમંદ હુસેન કુરેશી કબાડી માર્કેટમાં ગાડી તોડવાનું કામકાજ કરે છે. ગત 9મીના રાતના સમયે જમીને ઘરેથી ચાલતા આલીશાન સ્કુલ પાસે પહોંચ્યા હતા. ત્યારે તેમના ઓળખીતા મિત્રો ફિરોજભાઈ ઉર્ફે મણીયો ફારુક કુરેશી, બિલાલ કુરેશી અને સલામ કુરેશી મળ્યા હતા. અને આજથી સાતેક મહિના અગાઉ યુવકે બિલાલ કુરેશીને હાથ ઉછીના સાત હજાર રૂપિયા આપેલા હતા. એટલે યુવકે બિલાલ પાસે રૂપિયાની માંગણી કરતા આરોપી બિલાલે રૂપિયા આપવાથી ઇનકાર કરી દીધો હતો. અને બોલાચાલી કરીને ત્રણેય આરોપીઓ યુવક સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. આ દરમિયાન આરોપી ફિરોજે તેના પેન્ટમાં સંતાડેલી છરી કાઢીને યુવકના માથાના પાછળના ભાગે છરીનો એક ઘા મારી દીતા યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર પટકાઈ ગયો હતો. આ વાતનો ફાયદો ઉઠાવીને ત્રણેય આરોપીઓ ભેગા મળીને યુવકને લાકડાના દંડા વડે મારવા લાગ્યા હતા. એટલે યુવક મોહમંદ હુસેન કુરેશીએ બુમાબુમ કરતા આસપાસના રાહદારીઓ આવી પહોંચતા ત્રણેય આરોપીઓ નાસી ગયા હતા. ત્યારબાદ રાહદારીઓ 108માં ફોન કરતા એમબ્યુલન્સ આવી અને ઘાયલ મોહમંદ હુસેન કુરેશીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગઈ હતી. યુવકે સારવાર લીધા બાદ આ અંગે ફરિયાદ નોંધાવતા ઇસનપુર પોલીસે ફિરોજભાઈ ઉર્ફે મણીયો ફારુક કુરેશી, બિલાલ કુરેશી અને સલામ કુરેશી સામે ગુનો નોંધ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં 100 ગૌરક્ષકોની નિમણૂક કરાઈ:સામતભાઈ જેબલીયાએ તરઘરા, પાળીયાદ, રાણપુર પંથકમાં કરી નિમણૂક
    Next Article
    જોટાણાના કસલપુરાના યુવક સાથે ઠગાઈ, મહિલા સહિત ત્રણ સામે ગુનો:વિદેશ મોકલવાના બહાને યુવક સાથે 25 લાખની છેતરપિંડી થતાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment