Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરહદી ધોરડો બન્યું કૃષ્ણમય:કોમી એકતા સાથે જન્માષ્ટમીની ઉજવણી

    1 day ago

    કચ્છના સરહદી છેવાડાના ગામ ધોરડો ખાતે પીઆઈ ટી.ડી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ ધોરડો પોલીસ સ્ટેશન પરિસરમાં પ્રથમવાર કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” ના ભક્તિમય જયઘોષ સાથે યોજાયેલા મટકી ફોડ કાર્યક્રમે પોલીસ અને પ્રજા વચ્ચેના સ્નેહ, વિશ્વાસ અને સામાજિક સદભાવનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ ઉજવણીમાં મહિલા પોલીસ કર્મચારીઓ સહિત નારી શક્તિએ વ્યવસ્થા અને આયોજનની મુખ્ય જવાબદારી સંભાળીને એકતાનો સુંદર સંદેશ આપ્યો હતો. આ ભવ્ય પ્રસંગે ધોરડો ગામના સરપંચ મિયા હુસેન, લઘુમતી મોરચાના પ્રમુખ મુસાભાઈ સલામભાઈ, ભીરડીયારા તાલુકા પંચાયત સદસ્ય હીરાભાઈ, મારવાડા સમાજના મોભી તથા હોડકાના પૂર્વ સરપંચ બીજલભાઈ મંગુ, સુમાર ભુરા, ગોરેવાલીના પૂર્વ સરપંચ કરમણભાઈ સુકરીયા, પૂર્વ સરપંચ જેમલ રાણા, ખીમા નારાણ, જશુભાઈ વાઢાકોલી તેમજ ભગત શ્રી જેમલ હમીર સહિતના સમાજના આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આયોજનની જવાબદારી કાના સુમાર તથા રામદેવપીર મંદિરના સેવક રાણાભાઈએ નિભાવી હતી. કાર્યક્રમમાં ગોરેવાલી ગામની આરાધીવાણી મંડળી, શિક્ષકો, બાળકો, યુવાનો અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંતમાં વીરા આલા મારવાડા દ્વારા તમામ સહયોગીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરાયો હતો. આ કાર્યક્રમે “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું હોવાનું ઉમેશ ભાઈ આચાર્યએ જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    આમોદ પોલીસે 4 વર્ષથી ફરાર જુગારના આરોપીને ઝડપ્યો:ભરૂચ SOGએ અનોર ગામમાંથી પકડી આમોદ પોલીસને સોંપ્યો
    Next Article
    અમેરિકાએ ઈરાની ટેન્કર પર હુમલાનો વીડિયો જાહેર કર્યો:ઓમાનના અખાતમાં 3 ઈરાની ટેન્કરોને ટાર્ગેટ કરીને સળગાવી દીધા, દરિયા વચ્ચે ધગધગતું જહાજ ડૂબ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment