Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક અને અકસ્માતો ઘટાડવા કલેક્ટરની સૂચના:‘ટોપ-3 સર્કલ’માં ટ્રાફિક સમસ્યા નિવારવા અને સ્કૂલ ઝોનને મોડેલ રોડ બનાવવા આદેશ, જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની મળી બેઠક

    7 hours ago

    ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડો. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં માર્ગ સલામતી વધુ સુદ્રઢ બનાવવાનો અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવાનો હતો. ટ્રાફિક સમસ્યા નિવારવા અને માર્ગ સુધારણા અંગે કલેક્ટરની સૂચનાઓ બેઠક દરમિયાન જિલ્લા માર્ગ સલામતી સમિતિની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટરે મહત્વના પગલાં તાત્કાલિક લેવા સૂચના આપી હતી. શહેરના ‘ટોપ-3 સર્કલ’ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા, અનધિકૃત પાર્કિંગ દૂર કરવા અને ભારે વાહનોના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાઓ ઘટાડવા આદેશો અપાયા હતા.શહેરમાં “સેફ સ્કૂલ ઝોન રોડ”ને મોડેલ રોડ તરીકે વિકસાવવા, રસ્તાઓ પરના ગેરકાયદેસર મીડિયન કટ દૂર કરવા તેમજ ચમારડી-ઘાંઘળી રોડ બ્રિજ પર મેટલ ક્રેશ બેરિયર લગાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી. અકસ્માત પીડિતોની સહાય અને જનજાગૃતિ કલેક્ટરે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલી વ્યક્તિઓને તાત્કાલિક મદદ પૂરી પાડતી “રાહવીર યોજના” વિશે લોકોમાં વ્યાપક જનજાગૃતિ ફેલાવવા અને તેનો અસરકારક અમલ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. આ સાથે જ કેન્દ્ર સરકારની “PM Rahat Scheme” નો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સંબંધિત વિભાગોને માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં આર.ટી.ઓ. અધિકારી આર.પી. દાણીએ માર્ગ સુરક્ષા મજબૂત કરવા માટે વિવિધ વિભાગો દ્વારા કરાયેલી કામગીરીનો વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. આ મહત્વપૂર્ણ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર એન.ડી. ગોવાણી, ટ્રાફિક ટ્રેનર અજયસિંહ જાડેજા સહિત સંબંધિત વિભાગોના ઉચ્ચ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં વસ્તી ગણતરી 2027ની તાલીમ શરૂ:એકે દોશી કોલેજમાં 1200 શિક્ષકોને પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું
    Next Article
    Satwik-Chirag dabble at Plan B; make Thailand Open finals after 3-set entertainer

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment