Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં સગીરાને નશો કરાવીને દુષ્કર્મ આચરનાર ઝડપાયો:દારૂ અને સિગારેટ, નશાવાળી ચોકલેટ ખવડાવી પ્રાઈવેટ ફોટો પાડ્યા, રિક્ષાચાલક અને મદદ કરનાર બહેનની ધરપકડ

    19 hours ago

    સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગીરા સાથે નશાની હાલતમાં દુષ્કર્મ આચરી તેના નગ્ન ફોટા પાડી બ્લેકમેઇલ કરવાની શરમજનક ઘટના સામે આવી છે. મૂળ બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામનો વતની અને હાલ કાપોદ્રામાં રહેતો 33 વર્ષીય રિક્ષાચાલક ભાવેશ મકવાણા તથા તેની માનેલી બહેન ભારતી મકવાણા વિરુદ્ધ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં POCSO સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉત્રાણ પોલીસે કાર્યવાહી હાથ ધરીને ભાઈ-બહેનની જોડીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે. ષડયંત્ર રચી સગીરાને દારૂ અને સિગારેટનો નશો કરાવ્યો પોલીસ તપાસ મુજબ, આરોપી ભારતીએ કિશોરી સગીર વયની હોવાનું જાણવા છતાં યોજનાબદ્ધ રીતે તેની સાથે ઓળખાણ વધારી હતી. છેલ્લા 5 મહિનાથી લઈને જુલાઈ મહિના દરમિયાન ભારતીએ મોટા વરાછામાં સગીરાને અવારનવાર બોલાવી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓએ સગીરાને દારૂ તેમજ સિગારેટનો નશો કરાવી તેની બેભાન જેવી હાલતમાં અંગત ફોટા પાડી લીધા હતા. પોતાના મકાનમાં શરીર સંબંધ બાંધવા માટે જગ્યા પૂરી પાડી ભારતીએ ભાઈ ભાવેશને આ ગુનામાં પૂરેપૂરો સાથ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. નશાવાળી ચોકલેટ ખવડાવી 2 વાર દુષ્કર્મ આચર્યું ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપી ભાવેશે સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી અડપલાં કર્યા હતા અને તેણીની લાચારીનો ફાયદો ઉઠાવી 2 વાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી ન અટકતાં, અગાઉ પાડેલા ન્યૂડ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી આરોપીઓ સગીરાને સતત માનસિક ત્રાસ આપતાં હતા. આરોપી ભાવેશ સગીરા પાસેથી મોબાઇલ પર વધુ ન્યૂડ ફોટો મંગાવી બ્લેકમેઇલ કરતો હોવાથી આખરે કંટાળીને સગીરાએ હિંમત દાખવી પરિવાર સમક્ષ આપવીતી જણાવી હતી. POCSO હેઠળ બંને આરોપીની ધરપકડ પરિવારજનો સગીરાને લઈને ઉત્રાણ પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 64(2)(i), 65(1), 75(2), 54 તેમજ POCSO એક્ટની કલમ 3, 4, 7, 8, 11(2) અને 12 હેઠળ ગુનો નોંધ્યો હતો. મોટા વરાછા પોલીસ ચોકીના ઇન્ચાર્જ PSI અને સ્ટાફે ગુનાની ગંભીરતા સમજી ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે મુખ્ય આરોપી ભાવેશ મકવાણા અને તેની સહ-આરોપી બહેન ભારતીની ધરપકડ કરી લીધી છે. બંને આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લઈને આગળની કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રામલલાના ગર્ભગૃહમાં તાજી હવા માટે બારી લાગશે:સેવામાં 2 ફેરફાર- જગાડવા-સુવડાવવા માટે ભજન ગાઈ રહ્યા છે; હવે નવા ડ્રેસમાં પૂજારી
    Next Article
    સાવરકુંડલા-રાજુલા હાઇવે જામ કરી ત્રણ સિંહે શિકાર કર્યો:વાહનચાલકોએ હોર્ન માર્યા પણ જીવતા પશુને ખાવાનું બંધ ન કર્યું, 25 મિનિટ બાદ ઢસડીને લઈ ગયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment