Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ સપ્તાહ કેવું રહેશે?:મેષ અને મકર રાશિ માટે ભાગ્યના દ્વાર ખુલશે, ધન અને મીન જાતકો માટે મુશ્કેલીના એંધાણ!

    22 hours ago

    6 સપ્ટેમ્બર, રવિવારથી 12 સપ્ટેમ્બર શનિવાર ​​​​​​સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે એ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ… પોઝિટિવ: આ અઠવાડિયું મહિલાઓ માટે ખાસ કરીને લાભદાયી રહેશે. પ્રયત્નશીલ કાર્યોમાં ઉત્તમ સફળતા મળશે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળે જવાથી તમને સુકૂન મળશે. સાથે જ આધ્યાત્મિક ઉન્નતિ પણ થશે. તમારા વ્યક્તિગત કાર્યો સંબંધિત કોઈ શુભ સમાચાર પણ મળશે. નેગેટિવ: તમારો ભાવુક સ્વભાવ અને ઉદારતા તમારી સૌથી મોટી નબળાઈ રહેશે. તેના પર વિજય મેળવો. નવું રોકાણ કરતા પહેલા સારી રીતે તપાસ કરી લો. કોઈની મીઠી-મીઠી વાતોમાં આવીને તમે તમારું નુકસાન કરી શકો છો. વ્યવસાય: વ્યાપારિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે. કર્મચારીઓ દ્વારા તમારા કામમાં પૂરો સહયોગ મળશે. અધિકારીઓ સાથેના સંબંધોમાં સુધારો આવશે. લવ: દામ્પત્ય સંબંધોમાં યોગ્ય તાલમેલ રહેશે તથા તમારા કુશળ વ્યવહાર દ્વારા ઘરનું વાતાવરણ ઉત્તમ બનાવી રાખશો. મિત્રો સાથે પણ ગેટ-ટુગેધર થશે. સ્વાસ્થ્ય: કોઈપણ પ્રકારનું વ્યસન તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. દિનચર્યા અને ખાનપાન વ્યવસ્થિત રાખો. લકી કલર: કેસરી લકી નંબર: 1 પોઝિટિવ: તમારું કોઈપણ કામ યોજનાબદ્ધ રીતે કરવું અને સકારાત્મક વિચારો રાખવા તમને ઉત્તમ નિર્ણયો લેવામાં મદદ કરશે. જો ઘરની આંતરિક વ્યવસ્થામાં સુધારા અંગેની કોઈ યોજના બની રહી હોય, તો વાસ્તુના નિયમોનો ચોક્કસ ઉપયોગ કરો. નેગેટિવ: કોઈપણ મીટિંગ વગેરેમાં વાતચીત કરતી વખતે રૂપરેખા ચોક્કસ બનાવી લો. કોઈપણ પ્રકારની લેવડ-દેવડ ન કરવી તથા નકારાત્મક પ્રવૃત્તિઓ અને લોકોથી અંતર જાળવી રાખવું. કોઈપણ પ્રકારનું જોખમ લેવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. વ્યવસાય: વ્યવસાયમાં કોઈ મોટી ડીલ અથવા ઓર્ડર મળવાની શક્યતા છે. પરંતુ એ પણ ધ્યાન રાખો કે વધુ પડતો વિચાર કરવાથી પરિસ્થિતિઓ હાથમાંથી નીકળી પણ શકે છે. લવ: ઘરમાં સુખ-શાંતિ રહેશે તથા મિત્રો અને સંબંધિઓ સાથે સંબંધો મધુર રહેશે. સ્વાસ્થ્ય: વર્તમાન હવામાનના કારણે સ્વાસ્થ્ય સંબંધિત નાની-મોટી પરેશાનીઓ રહેશે. લકી કલર: વાદળી લકી નંબર: 5 પોઝિટિવ: આ અઠવાડિયે પરિવારમાં પરસ્પર મનમુટાવ દૂર થશે અને સુખદ વાતાવરણ બનશે તથા બાળકોનો આત્મવિશ્વાસ પણ વધશે. આ બધી પ્રવૃત્તિઓમાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. કોઈ અનુભવી વ્યક્તિના સ્નેહ અને આશીર્વાદ મળશે. નેગેટિવ: તમારી મહત્વપૂર્ણ વાતો કોઈની સાથે શેર ન કરો. જમીન-જાયદાદ અથવા રૂપિયા-પૈસા સંબંધિત કોઈ કાર્યવાહી કરતી વખતે ધ્યાન આપો, કારણ કે બેદરકારીના કારણે કંઈક નુકસાન થવાની પણ આશંકા છે. વિદ્યાર્થીઓ અને યુવાનોએ પોતાના અભ્યાસ પ્રત્યે વધુ ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય: પરિસ્થિતિ અનુકૂળ છે. જો વ્યવસાયની કોઈ યોજના બનાવેલી હોય તો તેને તરત જ અમલમાં મૂકવાનો પ્રયાસ કરો. લવ: ઘર-પરિવારમાં સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. તમારા લવ પાર્ટનરની લાગણીઓનું સન્માન કરો. સ્વાસ્થ્ય: શરદી-ઉધરસની તકલીફ રહેશે. પ્રદૂષણ અને વર્તમાન વાતાવરણથી પોતાનું યોગ્ય ધ્યાન રાખો. લકી કલર: ક્રીમ લકી નંબર: 9 પોઝિટિવ: આ અઠવાડિયે કેટલાક નવા સંપર્કો સ્થપાશે, જે ભવિષ્યમાં ફાયદાકારક રહેશે. અભ્યાસ કરી રહેલા જાતકો માટે સફળતાદાયક સમય છે. તેથી એકાગ્ર રહો. તમારી ઉર્જા અને શક્તિ વધારવા માટે સારા સાહિત્ય અને આધ્યાત્મિક કાર્યોમાં રુચિ લો. તેનાથી તમારા વ્યક્તિત્વમાં આશ્ચર્યજનક બદલાવ આવશે. નેગેટિવ: કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં ઉતાવળમાં આવેશમાં ન આવો. ઘરમાં કોઈ વાતને લઈને કલેશની સ્થિતિ ઊભી થઈ શકે છે. ક્યારેક તમારો જીદ્દી સ્વભાવ બીજા માટે પરેશાનીનું કારણ બની જાય છે. તેથી સ્વભાવમાં થોડી નમ્રતા લાવવી જરૂરી છે. વ્યવસાય: વ્યાપારિક પ્રવૃત્તિઓ અત્યારે ધીમી જ રહેશે. મીડિયા અને ઈન્ટરનેટના માધ્યમથી નવી-નવી માહિતી મેળવો. તેનાથી તમે તમારા વ્યવસાયને ગતિ આપવામાં સક્ષમ રહેશો. લવ: જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે. અન્ય પ્રવૃત્તિઓની સાથે-સાથે ઘરમાં પણ સમય આપવાની જરૂર છે. સ્વાસ્થ્ય: સ્નાયુઓ અને નસોમાં ખેંચાણ તથા દુખાવો અનુભવાઈ શકે છે. વ્યાયામ વગેરેમાં બેદરકારી ન દાખવો. લકી કલર: ગુલાબી લકી નંબર: 7 પોઝિટિવ: આ અઠવાડિયે અટકેલું કોઈ પેમેન્ટ મળી શકે છે, તેથી પ્રયત્નશીલ રહો. કોઈ પારિવારિક સમસ્યાને દૂર કરવા માટે તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયાસ સફળ રહેશે. અનુભવી લોકોના માર્ગદર્શન અને સલાહ પર અમલ કરવો ફાયદાકારક રહેશે. નેગેટિવ: જો કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો, તો ધ્યાન રાખો કે તમારી ભવિષ્ય સંબંધિત યોજનાઓ પ્રત્યે અત્યારે વધુ મહેનત કરવાની જરૂર છે. આ સમયે થોડો તણાવ રહી શકે છે. ક્યારેક તમારું વધુ પડતું અનુશાસન જાળવી રાખવું બીજા માટે પરેશાનીનું કારણ પણ બની શકે છે. વ્યવસાય: વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ રહેશે. અજાણ્યા અથવા વિરોધી પ્રવૃત્તિ ધરાવતા લોકોથી દૂર રહો. તેમની નકારાત્મક પ્રવૃત્તિઓની અસર તમારી કાર્યશૈલી પર પડી શકે છે. લવ: દામ્પત્ય જીવન સુખદ રહેશે. કોઈ વિપરીત લિંગના મિત્ર સાથેની મિત્રતા પ્રેમ સંબંધમાં બદલાઈ શકે છે. સ્વાસ્થ્ય: તણાવ અને થાક જેવી સ્થિતિથી દૂર રહો. હવામાનની પણ પ્રતિકૂળ અસર પડી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. લકી કલર: સફેદ લકી નંબર: 3 પોઝિટિવ: તમારી કોઈપણ યોજનાને અમલમાં મૂકવાનો અનુકૂળ સમય છે. સોસાયટીની પ્રવૃત્તિઓમાં તમારી સલાહને વિશેષ સન્માન આપવામાં આવશે. પરિવારના સભ્યો સાથે ઘરના કોઈ મુદ્દા પર વિચાર-વિમર્શ થશે અને તેના ઉકેલ પણ નીકળશે. નેગેટિવ: કોઈ મિત્ર સાથે વાદ-વિવાદ થવો તમને વિચલિત કરી શકે છે. નાણાકીય બાબતોમાં પણ કઈંક નવી નીતિઓ બનાવવી પડશે. તમારી જવાબદારીઓને સમજો અને તેમને પૂર્ણ કરો. વડીલોની કડવી વાતોથી દુઃખી થવાને બદલે તેનાથી શીખ લો. વ્યવસાય: વ્યવસાયમાં પરિવર્તન સંબંધિત જે યોજનાઓ બની છે તેના પર પૂરતું ધ્યાન આપો. આ પરિવર્તન તમારા માટે નવી સિદ્ધિઓ લાવશે. લવ: પારિવારિક વ્યવસ્થા જાળવી રાખવા માટે એકબીજા પર ભરોસો રાખવો સંબંધોને વધુ મજબૂત બનાવશે. પોતાના સ્વભાવમાં લવચીકતા લાવવી જરૂરી છે. સ્વાસ્થ્ય: થાક અને શરીરના દુખાવાની સમસ્યા રહેશે. યોગ અને વ્યાયામ માટે પણ થોડો સમય ચોક્કસ ફાળવો. લકી કલર: લીલો લકી નંબર: 8 પોઝિટિવ: આ અઠવાડિયે ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. વ્યસ્તતા છતાં મિત્રો અને સંબંધિઓ સાથે સંપર્કમાં રહેશો. તમારા જીવન સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓનો ઉકેલ તમે પોતે જ શોધવાનો પ્રયાસ કરશો અને મોટા ભાગે સફળ પણ થશો. મિત્રો સાથે સામૂહિક પ્રવાસનું પ્લાનિંગ પણ બની શકે છે. નેગેટિવ: કોઈની મદદ કરવાની સાથે-સાથે પોતાના બજેટનું પણ ધ્યાન ચોક્કસ રાખો. લેવડ-દેવડની બાબતોમાં થોડું નુકસાન થવાની સ્થિતિ બનેલી છે. મનોરંજનની સાથે-સાથે પોતાના વ્યક્તિગત કાર્યો પર પણ ધ્યાન આપવું જરૂરી છે. વ્યવસાય: કોઈ પણ નિર્ણય લેતી વખતે બીજા પર નિર્ભર ન રહો અને પોતે જ પોતાની સમસ્યાનો ઉકેલ શોધો. જો કોઈ કોર્ટ કેસ સંબંધિત મામલો ચાલી રહ્યો હોય, તો ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. લવ: ઘરની વ્યવસ્થામાં મધુરતા અને પરસ્પર સુમેળ યોગ્ય રહેશે. યુવા વર્ગે વ્યર્થ પ્રેમ સંબંધોમાં પડીને સમય બગાડવો નહીં. સ્વાસ્થ્ય: થોડો સમય પોતાના સ્વાસ્થ્ય અને મનોબળને બહેતર બનાવવામાં પણ વિતાવો. તમારી ક્ષમતા કરતાં વધુ કામ કરવું તમને થકવી દેશે. લકી કલર: આસમાની લકી નંબર: 4 પોઝિટિવ: નજીકના સંબંધિઓ સાથે પ્રોપર્ટીને લઈને કોઈ ગંભીર અને લાભદાયી વિચાર-વિમર્શ થશે. પરંતુ કોઈ પણ નિર્ણય લેતી વખતે ભાવનાશીલ ન બનો. ઘરમાં ધાર્મિક આયોજન સંબંધિત યોજના પણ બનશે અને તેની તૈયારીઓમાં વ્યસ્તતા રહેશે. નેગેટિવ: તમારી યોજનાઓ અને કાર્યશૈલીને ગુપ્ત રાખો. કોઈ વાત લીક થવાથી તમારું નુકસાન થઈ શકે છે. આસપાસની નકારાત્મક પ્રવૃત્તિઓને નજરઅંદાજ કરો અને પોતાના કામમાં જ મસ્ત રહો. યુવા વર્ગે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં વધુ મહેનત કરવાની જરૂર છે. વ્યવસાય: વ્યવસાય સંબંધિત કોઈપણ મૂંઝવણની સ્થિતિમાં કે નિર્ણય લેતા પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો. આ સમયે આર્થિક સ્થિતિ સામાન્ય જ રહેશે. નોકરીયાત વ્યક્તિઓને વધારાનો કાર્યભાળ મળી શકે છે. લવ: જીવનસાથી અને પરિવારના સભ્યો સાથે થોડો સમય ચોક્કસ વિતાવો. મનોરંજન કે અન્ય સંબંધો તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. સ્વાસ્થ્ય: અતિશય વ્યસ્તતાના કારણે થાક અને નબળાઈ અનુભવાઈ શકે છે. પોતાની ક્ષમતા કરતાં વધુ કાર્યભાર ન લો અને યોગ્ય આરામ કરો. લકી કલર: લાલ લકી નંબર: 6 પોઝિટિવ: આ અઠવાડિયે ગ્રહ ગોચર તમારા માટે માન-સન્માન અને નવી સિદ્ધિઓ લાવશે. પ્રભાવશાળી લોકો સાથે સંપર્કો બનશે. આ સમયે વિરોધીઓ પણ તમારા વ્યક્તિત્વ સામે શરણાગતિ સ્વીકારી લેશે. નેગેટિવ: આળસને તમારા પર હાવી થવા ન દો, કારણ કે તેના લીધે તમારા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અટકી શકે છે. વ્યર્થની પ્રવૃત્તિઓમાં ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. કોઈને પૈસા ઉધાર ન આપો, અન્યથા પાછા મળવાની આશા નથી. વ્યવસાય: વ્યવસાયને લઈને બનાવેલી યોજનાઓને અમલમાં મૂકવાનો અનુકૂળ સમય છે. આ યોજનાઓ ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. લવ: કોઈ નજીકના સગાના દખલનાં કારણે દામ્પત્ય જીવનમાં થોડી ગેરસમજ થઈ શકે છે. પ્રેમ સંબંધોની બાબતમાં સાવધાન રહો. સ્વાસ્થ્ય: આ સમયે ઈજા કે અકસ્માત થવાની આશંકા જણાઈ રહી છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવો અને પોતાનું ધ્યાન રાખો. લકી કલર: બદામી લકી નંબર: 2 પોઝિટિવ: આ અઠવાડિયે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને મળવાની તક મળશે અને મનગમતું કામ પૂર્ણ થશે. જેનાથી તન અને મન બંને પ્રસન્ન રહેશે. મિત્રોની સલાહ ભાગ્યોદય કરાવનારી સાબિત થશે. કોર્ટ કેસમાં પણ સ્થિતિ તમારા પક્ષમાં હોવાના યોગ છે. નેગેટિવ: વ્યવહારુ બનો અને તમારા સંબંધિઓને ઇગ્નોર ન કરો, તેનાથી તેમની સાથેના તમારા સંબંધો બગડી શકે છે. બાળકોની પ્રવૃત્તિઓ અને સંગત પર પણ નજર રાખો. થોડી સાવધાની તમને ઘણી મુશ્કેલીઓમાંથી બચાવી શકે છે. વ્યવસાય: વ્યાપારિક વ્યવસ્થા અનુશાસિત રહેશે અને સમયસર કામ પતતા જશે. નવરાશના સમયનો ઉપયોગ તમે તમારી ફાઈલો અને કાગળોને વ્યવસ્થિત કરવામાં કરો. લવ: દામ્પત્ય સંબંધોમાં મધુરતા રહેશે અને ઘરનું વાતાવરણ ખૂબ જ સુખમય તથા શાંતિપૂર્ણ રહેશે. લવ પાર્ટનર સાથે લોંગ ડ્રાઈવ પર જવાની તક મળશે. સ્વાસ્થ્ય: અતિશય મહેનતના કારણે નસોમાં ખેંચાણ અને દુખાવાની ફરિયાદ રહેશે. સમયે-સમયે યોગ્ય આરામ લેવો પણ જરૂરી છે. લકી કલર: ગ્રે લકી નંબર: 7 પોઝિટિવ: આ અઠવાડિયે સમયમાં સકારાત્મક બદલાવ આવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અસ્વસ્થતામાં સુધારો અનુભવાશે અને તમે ભરપૂર એનર્જી અનુભવશો. પરિવાર સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડી શકે છે, પરંતુ આ નિર્ણયો સકારાત્મક જ રહેશે. નેગેટિવ: ઘરમાં નાની વાતે અકારણ તણાવ ઊભો થઈ શકે છે. આ વ્યર્થ વાતોને ઇગ્નોર કરો અને ક્રોધ કરવાથી બચો. ઘરમાં યોગ્ય સુમેળ જાળવી રાખવા માટે વડીલોનું યોગદાન લેવું જરૂરી છે. વ્યવસાય: તમારી વ્યાપારિક માહિતી કોઈની સાથે શેર ન કરો. કાર્યક્ષેત્રમાં મેન્ટેનન્સ સંબંધિત પ્રવૃત્તિઓ પર ખર્ચ થશે. તમે જે નવી કાર્ય યોજનાઓ બનાવી છે તેના પર એકાગ્ર થઈને કામ કરો. લવ: પરિવાર સાથે મનોરંજન અને ડિનર માટે જવું યાદગાર ક્ષણોમાં સામેલ થશે તથા પરસ્પર સંબંધોમાં પણ ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય: ગળામાં ઈન્ફેક્શનના કારણે હળવો તાવ અનુભવાઈ શકે છે. આયુર્વેદિક વસ્તુઓનું વધુ સેવન કરો અને પ્રાણાયામ પણ જરૂરી છે. લકી કલર: કાળો લકી નંબર: 1 પોઝિટિવ: આ અઠવાડિયે ખર્ચનું પ્રમાણ વધુ રહેશે, પરંતુ આ ખર્ચાઓ કેટલાક ઉત્તમ કાર્યો માટે થશે, તેથી ચિંતા ન કરો. તમારી કાર્યકુશળતા દ્વારા અપેક્ષા કરતાં વધુ લાભ થવાની શક્યતા છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અસ્તવ્યસ્ત દિનચર્યામાં સકારાત્મક બદલાવ આવશે. નેગેટિવ: વીકેન્ડમાં કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓ સર્જાવાની આશંકા છે. પૈસા આવતા પહેલાં જ જવાનો રસ્તો તૈયાર રહેશે. તેથી ફિજૂલખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. વિદ્યાર્થીઓને તેમની આશા અને મહેનતથી વિપરીત પરિણામ મળવાથી થોડી ઉદાસી રહેશે. વ્યવસાય: વ્યાપારિક પ્રવૃત્તિઓમાં સુધારો આવશે અને વધારાની આવકના સાધનો પણ બનશે. ફોન અને સંપર્કોના માધ્યમથી યોગ્ય વ્યવસ્થા જાળવાઈ રહેશે. લવ: પારિવારિક સભ્યો વચ્ચે કોઈ વાતને લઈને નારાજગી રહી શકે છે. તમે કોઈપણ પ્રકારનો હસ્તક્ષેપ ન કરો, સમય આવતા બધું વ્યવસ્થિત થઈ જશે. સ્વાસ્થ્ય: સ્વાસ્થ્યમાં સુધારો આવશે. છતાં અત્યારે બેદરકારી ન રાખીને વ્યવસ્થિત દિનચર્યા અને ખાનપાન જાળવી રાખો. લકી કલર: સફેદ લકી નંબર: 3
    Click here to Read More
    Previous Article
    ઘરમાં હર-હંમેશ રહેશે સ્માઈલ:ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ. પંકજ નાગરે જણાવી વાસ્તુની અદ્ભુત ટિપ
    Next Article
    અમેરિકન ભૂરિયાને ખાખીમાં દ્વારકાધીશનો સાક્ષાત્કાર થયો!:પર્સ ખોવાતા હરે કૃષ્ણ હરે કૃષ્ણનો જાપ કરવા લાગ્યો, લાખ્ખોની મેદની વચ્ચે 60 મિનિટમાં કેવી રીતે પાછું મળ્યું?

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment