Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્કાઉન્ટર:દેશમાંથી ભ્રષ્ટાચાર કેવી રીતે નાબૂદ કરી શકાય?

    10 hours ago

     મન ન હોય તોય માળિયે જવું પડે? (ડૉ. મહેન્દ્ર મૈસૂરિયા, અમદાવાદ) - એટલો ખૌફ લાગતો હોય તો માળિયેથી ઊતરવું જ નહીં!  યુવાન દેખાવાના પ્રયત્નને બદલે માણસ યુવાન થવાનો પ્રયત્ન કેમ નથી કરતો?(ડૉ. સંકેત શેઠ, કરમસદ) - પહેલાંવાળું એના હાથમાં છે...!  બહાર લઈ ગયા પછી પ્રેમિકાને કયો નાસ્તો કરાવવો જોઈએ? (મહાસુખ દરજી, અમદાવાદ) - બધું મળીને તમારે કેટલી પ્રેમિકાઓ છે?  કપાયેલા પતંગને પકડવા છોકરાઓ દોડતા કેમ હશે? (કિરણ મોવડિયા, માણસા) - કારણ કે, એ છોકરાઓ છે!  સંસદ શાકભાજીના માર્કેટ જેવી કેમ લાગે છે? (અબ્બાસ કૌકાવાલા, સુરત) - દરેકને ટીવી પર ચમકવું છે!  જ્ઞાન અને વિજ્ઞાન વચ્ચે શું ફેર?(હિતેશ દમણિયા, સુરત) - ‘વિ’નો.  542 સંસદસભ્યોમાંથી પ્રશ્ન કેટલા પૂછે છે? (શશિકાંત મશરૂ, જામનગર) - એ લોકોને તો ચૂપ રહેવાનાય એટલા જ પૈસા (ભથ્થાં) મળે છે!  આટલી ગરમીથી બચવા શું કરવું?(શિવમ યાજ્ઞિક, રાજકોટ) - ઓહ ન્નો....! ગરમી રાજકોટમાંય પડે છે?  સ્થૂળતાની સમસ્યા માટે મોબાઈલ અને ટીવી જવાબદાર નહીં? (જિતેન્દ્ર કેલા, મોરબી) - ઘરની રસોઈ ભૂલી ગયા?  મોરનાં ઈંડાંને કેમ ચીતરી ન શકાય?(અમૃત સોલંકી, બોટાદ) - એકાદું હાથમાં આવે ત્યારે કહેજો ને! વાજબી ભાવે ચીતરી આપીશું!  ફ્રેન્ડ ઑનલાઇન સારા કે ઑફલાઇન?(સુનીલ વર્મા, અમદાવાદ) - તમે મજબૂત હો તો ‘આઉટલાઇન’ પણ ચાલે!  તમે હકીભાભી સાથે જંગલમાં નીકળતા હો ને સામેથી વાઘ આવે તો? (સ્મિત આચાર્ય, અમદાવાદ) - પછી તો વાઘ મરવાનો થાય!  લોન આપવા માટે ધડાધડ મેસેજો આવે છે...! (પરેશ અંતાણી, રાજકોટ) - નસીબદાર છો. અહીં તો લીધેલી લોનના હપ્તા ભરવા મેસેજો આવે છે!  સ્કૂલમાં તમારાં શિક્ષિકા સુધાબેન તમને અંગૂઠા પકડાવતાં ખરાં? (અશ્વિન મોરે, વડોદરા) - અંગૂઠા પકડવા જેટલો હું તોફાની નહોતો!  કેરીના રસની સાથે બે પડવાળી રોટલી જ કેમ? (ઈશાન પદ્મા જોશી, વડોદરા) - વાઇફ ગમે તેટલી નિપુણ હોય રોટલી બેથી વધુ પડની બનાવી ન શકે!  લગ્ન વખતે કન્યાએ ડાબી બાજુ બેસવાનું હોય કે જમણી બાજુ? (નરેશ પરમાર, ભરૂચ) - અત્યારે તો ‘બેસવાનું જ’ હોય!  ‘એન્કાઉન્ટર’માં તમને કેવા સવાલો ગમે? વિદ્વત્તાપૂર્ણ કે મૂર્ખામીભર્યા? (નિખિલ રિંડાણી, અમદાવાદ) - તમે પૂછ્યો છે એવા!  રાજા યયાતિએ પ્રભુ પાસે એક દિવસની યુવાની માગી હતી. તમે શું માગો?(મધુકર માંકડ, રાજકોટ) - હું તો બસ… પ્રભુને જ માગી લઉં!  જગતમાં રોગો વધારે છે કે દવાઓ?(ઓમપ્રકાશ વૈષ્ણવ, કડી) - દુનિયામાં એક જ રોગ માટે હજાર દવાઓ મળે છે!  સત્યનો પર્યાય દેશદ્રોહી કેમ થઈ ગયો છે?(કિરણ સૂર્યવાલા, સુરત) - આવું મેં તો સાંભળ્યું નથી.  ‘લગ્ન’ અને ‘લગન’ વચ્ચે શું ફેર?(કમલ ચક્રવર્તી, અમદાવાદ) - લગન કોઈની પણ લગાડી શકાય. લગ્ન તો એક સાથે જ થાય!  દેશમાંથી ભ્રષ્ટાચાર કેવી રીતે નાબૂદ કરી શકાય? (જગદીશ બાલધિયા, છાપરી-મહુવા) - શું જરૂર છે નાબૂદ કરવાની? એ છે તો આપણે રોટલા ભેગા થઈએ છીએ!  કળિયુગમાં શ્રીકૃષ્ણે અર્જુનને શો સંદેશો આપ્યો હોત? (માનવ સોલંકી, ભુજ-કચ્છ) - કળિયુગ હોય કે સતયુગ... શ્રીકૃષ્ણનો ઉપદેશ લાખો વર્ષ ચાલે એવો છે.  ટ્રોલી લઈને જતો એક ગોરધન બીજા ગોરધનને શું કહેતો હશે? (સુનીલ વી. શાહ, અમદાવાદ) - એ જ કે, ‘આમાં અદલાબદલી થાય એવું નથી?’  લગ્ન પછી છોકરાઓ વિદાય લઈને સાસરે જાય તો બે દિવસમાં પાછા ફરે...!(નીલોફર શેખ, કલોલ) - ના ના. સાસરાવાળા એટલા જાલિમ નથી હોતા!  કોઈ સુંદરી ગોવાની બે રિટર્ન ટિકિટો મોકલે તો એની સાથે ગોવા જાઓ કે હકીભાભી સાથે?(રાજુ દવે, ભુજ) - હકીને પૂછી જોઉં કે, ‘પેલીને સાથે લેવી છે?’  પત્ની સાથે ઝઘડો જ ન થાય એ માટે શું કરવું જોઈએ? (રોહન રાઠોડ, અમદાવાદ) - એમ કહો ને, તમને લગ્નની સુંદરતામાં કોઈ રસ જ નથી!  આજકાલ ધૂળજી ગામતરે ગયો લાગે છે...! (નવનીત દવે, વલ્લભ વિદ્યાનગર) - ના. હવે તો જાતે કામ કરતાં મને આવડી ગયું છે.  જો અંગ્રેજોએ ભારત પર શાસન જ કર્યું ન હોત તો? (મુકુલ પરીખ, સુરત) - આપણને સુસંસ્કૃત બનાવવામાં એમનોય ફાળો હતો!  આજકાલના Gen-Z વિશે શું કહેશો? (અપેક્ષા ચૌહાણ, માંડવી-કચ્છ) - દેશના વિકાસ માટે જરૂરી છે.  તમે કેટલાં વર્ષોથી સવાલોના જવાબો આપો છો? (વેદાંતી ગઢવી, જેતપુર) - બસ. સમજો ને… લગ્ન કર્યાં એ દિવસથી!  આ કૉલમમાં મોટા ભાગના સવાલો અમદાવાદના જ કેમ હોય છે? (હરેશ પરમાર, બોટાદ) - ના. સારા સવાલો બોટાદથી પણ આવે છે.  વિમાન દુર્ઘટનાના પીડિતો વિશે શું કહેશો? (હિતેન્દ્ર ઠક્કર, દિયોદર) - જે તમે કહો છો એ જ. પ્રભુ તેમના આત્માઓને શાંતિ આપે.  સવાલ થોડો અઘરો છે. જવાબ આપવાના હો તો પૂછું! (હરેશ શિંગાળા, સુરત) - જવાબ થોડો સહેલો છે. મજા પડવાની હોય તો આપું!  શું વરસાદ પહેલાં વાવાઝોડું આવે જ?(નીરવ દરજી, અમદાવાદ) - સવાલ પછી જવાબ આવે જ!
    Click here to Read More
    Previous Article
    રણમાં ખીલ્યું ગુલાબ:દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું? પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે
    Next Article
    માય સ્પેસ:‘લિવ ઈન’ એટલે લફરાબાજી નહીં જ…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment