Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલપિયાલી:ઉત્કટ પ્રેમની અસાધારણ પરંતુ સુરમ્ય લીલા

    8 hours ago

    વિનોદ જોશી ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે, સોળ સહસ્ર ગોપીનો વહાલો મટુકીમાં ઘાલી રે! -નરસિંહ મહેતા ચાહવા સાથે સહજ અધિકાર આપોઆપ આવે છે. આવો અધિકાર બહુ ગમતીલો હોય છે. ઘણીવાર તો આ અધિકારભાવમાં જ ચાહના પ્રગટતી હોય છે. મારું હોય તે મારું જ રહેવું જોઈએ તેવી ભાવના જેટલી બળવત્તર હોય તેટલો પ્રેમ ઉન્નત એવું સામાન્ય રીતે કહેવાય છે. પણ આ પંક્તિઓ વિશિષ્ટ છે. અહીં જે પોતાનો છે એવા પ્રિયતમને વેચવા નીકળેલી નાયિકા વિશે કવિએ કરેલો ઉદ્ગાર છે. વાત ભરવાડણની છે. એ ભોળી છે તેમ કહેવાયું છે. એ હરિને એટલે કે કૃષ્ણને વેચવા નીકળી છે. જેના પર પોતાનો અધિકાર હોય તેને જ વેચી શકાય તે તો સમજાય તેવી વાત છે. પરંતુ આપણે એ પણ સમજી શકીએ કે ભરવાડણનું એવું ગજું તો હોય નહીં કે એ કૃષ્ણ જેવા કૃષ્ણને વેચવા નીકળી પડે. કદાચ એટલે જ કવિએ એને ભોળી કહી છે. પણ એ ખરેખર ભોળી હશે ખરી? જે મટુકી દહીંથી ભરેલી હોય તેમાં એણે કૃષ્ણને રાખ્યો છે અને દહીંની જેમ એને વેચવા નીકળી પડી છે. આવી ભરવાડણ ભોળી હોય તેવું આપણાં માન્યામાં આવે નહીં. પણ અહીં તો પ્રેમની એક ઉત્કટ અધિકારભરી ચેષ્ટા આલેખાઈ છે. કૃષ્ણ સોળ સહસ્ર ગોપીનો વહાલો છે તે આ ભરવાડણને જાણે મંજૂર નથી. એને તો એ માત્ર પોતાનો જ હોય તેવું અપેક્ષિત છે. સોળ સહસ્ર ગોપી કરતાં એ ભોળી છે અને આ ભોળપણ જ એની વિશેષ યોગ્યતા છે. પરંતુ ભોળપણની સાથે આ ભરવાડણમાં રહેલો ઈર્ષ્યાભાવ પણ અહીં સહજ રીતે ઊપસી આવે છે. પોતાનો કૃષ્ણ સોળ સહસ્ર ગોપીનો વહાલો થઈ જ કેવી રીતે શકે? અને જો એમને એ વહાલો થાય તો એને વેચી દેવા સુધી જઈ શકતી આ ભરવાડણનો અધિકારભાવ કેટલો પ્રબળ હશે તે અહીં સમજી શકાય. પ્રેમ, ગુસ્સો, અધિકાર અને ઈર્ષ્યા જેવા વિવિધ ભાવોનો અહીં સરવાળો થયો છે. જે માત્ર પોતાનો ન રહે તેવો કૃષ્ણ આ ભરવાડણને દગાબાજ લાગે છે. આવા કૃષ્ણને તો હું ભરી બજારે વેચી આવું તેવો આકરો નિર્ણય એ કરી શકે છે. એનો આક્રોશ સોળ સહસ્ર ગોપીને પણ ભારે પડી જાય તેવો છે. અને તેમાં જ એની કૃષ્ણ પ્રત્યેના ઉત્કટ પ્રેમની પ્રતીતિ થઈ જાય છે. વળી, આ તો ભરવાડણ છે. એની પાસે કોઈ વૈભવ નથી. એની પાસે જે કંઈ છે તે એનો કૃષ્ણ પ્રત્યેનો અનુરાગ અને એ અનુરાગથી ચડિયાતું એને માટે તો કશું હોઈ જ ન શકે. કૃષ્ણ જો એ સમજી ન શકે તો એને છડે ચોક વેચી નાખવા સુધી એનો આક્રોશ પહોંચી જાય છે. આ ભરવાડણ પાસે મટુકી છે. તેમાં સમાવી લઈ, દહીં માફક કૃષ્ણને વેચવા નીકળી પડેલી આ ભરવાડણ ખરેખર તો કૃષ્ણ પરનો પોતાનો અધિકાર જમાવી બેઠી છે. કૃષ્ણને માથે મૂકીને પોતે એને વશ તો કરી લીધો છે, પણ એ જાણે છે કે કૃષ્ણ સોળ સહસ્ર ગોપીઓનો પણ વહાલો છે. જો એ પોતાનો એકલીનો વહાલો નથી અને સોળ સહસ્ર ગોપીઓનો પણ વહાલો છે, તો તેવું પણ શા માટે? એ એને વહાલ કરનાર સહુનો છે. માટે એને ભરી બજારે સહુની વચ્ચે જ લાવી મૂકવો જોઈએ. જે માત્ર પોતાનો ન થાય તેને સહુનો બનાવી દેવાની ભરવાડણની ઈચ્છા આપણને સમજાવા લાગે છે. સાથે જ એ પણ સમજાય છે કે કૃષ્ણ કોઈ એકલી ભરવાડણનો કે સોળ સહસ્ર ગોપીનો જ વહાલો ન હોઈ શકે. એ સર્વપ્રિય હોય. કદાચ આ ભરવાડણ એ સમજી ગઈ છે અને એટલે જ પોતાના કૃષ્ણને સહુનો કૃષ્ણ કરવા એ નીકળી પડી છે. આ ઉદારતામાં પેલા અધિકાર અને ઈર્ષ્યા જેવા ભાવ ઓગળીને સર્વસામાન્ય બની જાય છે. પ્રેમની સર્વવ્યાપકતા અને તેનો સ્વીકાર ભરવાડણ જેવા પાત્રમાં આરોપી કવિએ અહીં ઉત્કટ પ્રેમની એક અસાધારણ પરંતુ સુરમ્ય લીલા કરી છે. અહીં પ્રેમની સ્વથી સર્વ સુધી વિસ્તરતી કારિકા છે જેમાં અધિકાર ઓગળી જાય છે અને ઔદાર્ય નીખરી ઊઠે છે. ભરવાડણનું ભોળપણ તો એ હદે છે કે વિરાટ વ્યક્તિત્વ જેનામાં મૂર્તિમંત છે એ કૃષ્ણ એની મટુકીમાં સમાઈ જઈ એને અનુકૂળ થઈ ગયો તે જ એના ધ્યાનમાં આવતું નથી. કવિનાં ધ્યાને એ આવી ગયું. અને એટલે જ તો આ કવિતા થઈ. }
    Click here to Read More
    Previous Article
    અક્ષરનો અજવાસ:હું શિક્ષક શિક્ષક થાઉં તો ઘણું!
    Next Article
    રણમાં ખીલ્યું ગુલાબ:દાવા-દલીલ-માફી-ખુલાસાનું કામ શું? પ્રેમી છીએ અમે ને પરસ્પરની વાત છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment