Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપ્તાહિક ભવિષ્યફળ:વૃષભ, તુલા રાશિના લાંબા સમયથી અટકેલાં કામ પૂરાં થશે

    19 hours ago

    જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.) મહેનતનું પૂરું ફળ મળશે. આર્થિક રીતે ફાયદો થશે. લક્ષ્મીજીની કૃપા રહેશે. માતા તરફથી લાભ થશે. સુખસુવિધાનાં સાધનો વધશે. વાહનયોગ પ્રબળ બને. સંતાનની વિદ્યાભ્યાસમાં પ્રગતિ જણાશે. વેપાર વિસ્તરશે. આરોગ્ય પર ઋતુની અસર વર્તાશે. અતિ વિશ્વાસ રાખવાથી નુકસાન થઈ શકે. તા. 06-11-12 આર્થિક અનુકૂળતા. તા. 07 અવરોધક. વૃષભ (બ. વ. ઉ.) આર્થિક સંજોગો સાનુકૂળ રહેશે. અટકેલાં કાર્યોમાં ઓચિંતો વેગ મળશે. વેપારમાં નવું આયોજન સફળ બનશે. સામાજિક સંબંધોનો લાભ લઇ શકશો. ઉત્સાહ વધે. આરોગ્ય જળવાશે. વિદેશ રહેતા સ્વજનના સમાચારથી મન પ્રસન્ન રહે. લાંબી યાત્રા થઇ શકે. ઈર્ષાળુથી સાવધ રહેવું. વિલંબથી બચવું. તા. 06 ખર્ચવૃદ્ધિ. તા. 07-08-11 ભ્રાતૃસુખ. મિથુન (ક. છ. ઘ.) અટપટાં કામ સરળતાથી ઉકેલી શકશો. વ્યવસાયિક વાટાઘાટો માટે સમય અનુકૂળ છે. વાણીમાં નમ્રતા અને પ્રભાવ રહેશે. ઇન્ટરવ્યૂમાં સફળતા મળે. પરિવારમાં સંપ જળવાશે. સંતાનપ્રાપ્તિ માટે સાનુકૂળતા રહે. મુસાફરીમાં કાળજી રાખવી જરૂરી છે. આર્થિક બાબતમાં ઊંડા અભ્યાસ વિના કોઈ જોખમ ન લેવું. તા. 06-09-10 પરાક્રમવૃદ્ધિ. તા. 08 સંઘર્ષ. કર્ક (ડ. હ.) આપની આકાંક્ષાઓ સાકાર કરવાની શ્રેષ્ઠ તક મળશે. ભાગ્યનો પૂરતો સાથ રહેશે. ધાર્મિક તથા કલાત્મક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે. યુવાનોમાં ઉત્સાહ રહેશે. ભૌતિક સુખાકારી વધશે. માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી. બદલાની ભાવના ટાળવી. તા. 07-08-11 કાર્યસિદ્ધિ. તા. 09 પરિવારમાં તણાવ. સિંહ (મ. ટ.) આત્મવિશ્વાસ મજબૂત રહેશે. બુદ્ધિપૂર્વકના આયોજનથી કમાણીના નવા માર્ગ ખૂલશે અને આવકમાં મોટો વધારો થશે. શેરબજારના સ્થિર રોકાણથી સારો લાભ થશે. ભાઈ-બહેનોનો ઉત્તમ સહયોગ મળશે. દાંપત્યજીવનમાં સંબંધો સાચવી લેવા. અણધાર્યાં વિઘ્નો આવી શકે. તા. 06-09-10 ફાયદાકારક. તા.11 આર્થિક તંગી. કન્યા (પ. ઠ. ણ.) પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે. આર્થિક લાભના સંજોગો સર્જાશે. કાર્યસ્થળે કાર્યક્ષમતા વધશે. વેપારમાં ભાગીદારો સાથે પારદર્શકતા રાખવી. વ્યાવસાયિક યાત્રા લાભદાયી નીવડશે. બીમારીમાંથી રાહત મળશે. બહારના સંપર્કો ફળશે. વ્યર્થ ચિંતાઓ ટાળી માનસિક તણાવથી મુક્ત રહેવું. તા. 06-07-11 કામની કદર. તા. 10 રખડપટ્ટી. તુલા (ર. ત.) વિરોધીઓને સમજાવટથી કાબૂમાં રાખી શકશો. લાંબા સમયથી અટકેલાં કામો પૂર્ણ થતાં આર્થિક સ્થિતિ મજબૂત બનશે. કાર્યસ્થળે લોકપ્રિયતા અને આકસ્મિક ધનલાભ થઇ શકે. ભાગ્યનો સાથ મળશે. સંતાન બાબતે ચિંતા રહે. નોકરી બદલવાનો કે મોટું મૂડીરોકાણ કરવાનો નિર્ણય ટાળવો. લોનથી બચવું. તા. 08-09-10 કર્મલાભ. તા. 12 અર્થવ્યય. વૃશ્ચિક (ન. ય.) આયોજનબદ્ધ કામકાજથી આર્થિક સુખાકારી વધશે. સરકારી અધિકારીઓ તથા ન્યાયતંત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળશે. યાત્રા થઇ શકે. આધ્યાત્મિક પ્રગતિ થશે. જૂના સંપત્તિ વિષયક પ્રશ્નો ઉકેલાશે. વાણી-વ્યવહારમાં સંયમ રાખવો. સંતાનને અભ્યાસમાં સફળતા મળશે. તા. 06 નાદુરસ્તી. તા. 10-11-12 પરિશ્રમ ફળે. ધન (ભ. ધ. ફ. ઢ.) ભાગીદારીના વેપારમાં મોટી ડીલ થવાના શ્રેષ્ઠ યોગ છે. જીવનસાથીના ભાગ્યથી કરિયરમાં નવી ઊંચાઈ મળશે. આવકમાં વૃદ્ધિ થશે. નવા વૈવાહિક સંબંધોમાં પ્રગતિ થાય. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે. મનોરંજન ક્ષેત્રે લાભ થશે. પ્રમોશનના ચાન્સ છે. વિવાદોથી દૂર રહેવું. સ્વાસ્થ્ય સાચવવું. તા. 06-11-12 શત્રુવિજય. તા. 07 આર્થિક સંકટ. મકર (ખ. જ.) કાર્યઉત્સાહ અને કુનેહ વાપરી પડકારો સરળતાથી ઉકેલી શકશો. પિતાની સુખાકારી વધશે. પ્રમોશનની શક્યતાઓ છે. શેરબજારમાં ફાયદો થાય. સ્થાવર મિલકત સંબંધી ગૂંચવણો ઉકેલાશે. ભાગીદારો સાથે સુમેળ રાખવો. રોકાણમાં ભ્રામક યોજનાઓથી દૂર રહેવું. પારિવારિક વિખવાદ ન સર્જાય તે જોવું. તા. 06-08 વ્યાવસાયિક ઉત્કર્ષ. તા. 09 બીમારી. કુંભ (ગ. શ. સ.) મૂંઝવણનો અંત આવશે. લક્ષ્ય પાર પાડી શકશો. નાની બાબતોનું ધ્યાન રાખવાથી નુકસાન ટળશે. સંતાનની ઉત્તમ પ્રગતિ થશે. સ્વતંત્ર વ્યવસાયીઓનો પ્રભાવ વધશે. આર્થિક-માનસિક સુખાકારી વધશે. કામના ભારણથી ઘરનું વાતાવરણ ન બગડે તેની કાળજી રાખવી. અતિ આત્મવિશ્વાસ ટાળવો. તા. 08-09-10 વ્યૂહરચના સફળ. તા. 11 બેચેની. મીન (દ. ચ. ઝ. થ.) શાંત ચિત્તે લીધેલા નિર્ણયો લાભ કરાવશે. આકસ્મિક ધનલાભ થઇ શકે. કરિયરમાં પ્રગતિની નવી તકો સર્જાશે. સામાજિક જીવનના પ્રશ્નો હલ થશે. સંતાનસુખમાં વૃદ્ધિ થાય. દાંપત્યજીવનના પ્રશ્નોમાં ઉતાવળિયો નિર્ણય ન લેવો. ખાનપાનમાં વિશેષ કાળજી રાખવી. કોઈ વ્યક્તિ પર અતિ વિશ્વાસ ન કરવો. તા.10-11-12 દાંપત્યસુખ. તા. 08 સંતાનચિંતા.
    Click here to Read More
    Previous Article
    દેશી ઓઠાં:માયા
    Next Article
    દરરોજ માત્ર 45 રૂપિયાની બચતથી તૈયાર થશે ₹25 લાખનું ફંડ:LICની આ સ્કીમમાં જીવન વીમા કવરની સાથે ગેરંટેડ રિટર્ન, સાથે બોનસનો પણ લાભ મળશે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment