Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશી ઓઠાં:માયા

    19 hours ago

    વેકુંઠ લોકની માલીપા સોનાના હિંડોળે ભગવાન હીંચકે છે. પડખે લખમીજી બિરાજ્યાં છે. એકાએક ભગવાને જમણા પગનો પંજો હેઠે અડાડ્યો ને હિંડોળો થંભી ગ્યો. ભગવાન ઊંડા વિચારમાં છે. લખમીજી પૂછે છે: ‘કાં પ્રભુ, શું થ્યું? કેમ વશ્યારમાં પડી ગ્યા?’ ‘દેવી ! હું જગતનો પાલનહાર છું. પ્રથમી માથે અટાણે સાંજ પડી છે. હું વશ્યાર કરું છું કે આખી સૃષ્ટિમાં કોઈ ભૂખ્યું તો નથી ને! હું આ સંસારના દરેક જીવને જીવને ભૂખ્યા ઉઠાડું, પણ ભૂખ્યા સૂવડાવું નહીં.’ ‘પ્રભુ, તમે બધા જીવનું ધ્યાન રાખો છો?’ ‘હા, નાનકડું જંતુ હોય કે હાથી જેવું મોટું જનાવર હોય, એકેએકને એનો કોળિયો આપું.’ લખમીજીએ ભગવાનનાં પારખાં લેવા એક કીડીને ડાબલીમાં પૂરી દીધી. બીજે દી’ ભગવાનને કીધું: હેં ‘પરભુ ! કાલ્ય તમે બધાંને ખાવાનું આપ્યું ’તું?’ ‘ હા, કેમ?’ આ ડાબલીમાં મેં એક કીડીને બંધ કરી છે. ઈ નક્કી મરી ગઈ હશે.’ ડાબલી ઉઘાડી તો કીડી આંટા મારે છે અને ડાબલીમાં એક ચોખાનો દાણો છે. કીડી એના આધારે જીવી ગઈ. ‘પ્રભુ, આમ કેમ બન્યું? મેં તો ચોખાનો દાણો નથી મૂક્યો!’ ભગવાન મલકીને બોલ્યા, ‘તમે કીડીને પૂરીને ડાબલી બંધ કરો ઈ પહેલાં તમારા કપાળના કંકુ -ચાંદલામાં ચોડેલા ચોખામાંથી એક દાણો ડાબલીમાં પડ્યો. કીડીને એનો ખોરાક મળી ગ્યો. હું જગતનો પાલનહાર છું એનું આ પરમાણ છે.’ ‘પ્રભુ તમે ભલે પાલનહાર છો, પણ જગતમાં બોલબાલા તો મારી જ છે, હો! મારા પરતાપથી ભલભલા તમારું ભજન મેલી દ્યે!’ ‘ભલે, તો કરી બતાવો, દેવી !’ અને લખમીજી સાબદા થ્યાં. એક ગામમાં મુખીના દાદા ગુજરી ગ્યા. ગામ આખું ભેગું થઈ ગ્યું. દાદાને સમશાનમાં લઈ જાવાની તૈયારી થઈ. ઈશ્વરનું નામ લઈ ચાર જણાએ નનામી ઉપાડી. દાદાના નાના દીકરાએ આગ્યની દોણી ઉપાડી. પાછળ આખું ગામ. રામ બોલો, ભાઈ રામ… , રામ બોલો, ભાઈ રામ … એવા રામનામના પોકાર કરતાં કરતાં સ્મશાનયાત્રા પાદરે પૂગી. એટલી વારમાં આકાશમાંથી સોનાના સિક્કાનો વરસાદ થ્યો. હીરા-માણેક ને સાચાં મોતીના ઢગલા થ્યા. આખું ગામ એ લૂંટવામાં લાગી પડ્યું. ચાર કાંધિયાએ નનામી હેઠે મૂકી, ને જેટલું લૂંટાય એટલું લૂંટવા મંડ્યા. દાદાના દીકરાએ દોણી પડતી મૂકીને દોટ મેલી. ઈ કેમ બાકી રહી જાય! કોઈએ ખિસ્સા ભર્યા, કોઈએ પછેડીની ફાંટ ભરી… કોઈને મનમાંય નથી કે દાદાની નનામી પડી છે, ને દાદાને સમશાને પૂગાડવાના છે! અને કોઈને સુરતા ન રહી ન રામનું નામ વીસરાઈ ગયું! વૈકુંઠમાં લખમીજી ભગવાનની સામે જોઈને મર્માળું મલકે છે. તઈં ભગવાન ધીમેથી બોલ્યા: ‘ આ બધો માયાનો ખેલ છે. અને જગતમાં બધાં જાણે છે કે પરમ વિષ્ણુની પરમ માયાનો પાર કોઈ પામી શકે નહીં.
    Click here to Read More
    Previous Article
    શબ્દ સકળ પૃથ્વીના:શિક્ષકની ઘડતરકથા
    Next Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:વૃષભ, તુલા રાશિના લાંબા સમયથી અટકેલાં કામ પૂરાં થશે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment