Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરરોજ માત્ર 45 રૂપિયાની બચતથી તૈયાર થશે ₹25 લાખનું ફંડ:LICની આ સ્કીમમાં જીવન વીમા કવરની સાથે ગેરંટેડ રિટર્ન, સાથે બોનસનો પણ લાભ મળશે

    20 hours ago

    LICએ દરેક વર્ગ માટે યોજનાઓની જાહેરાત કરી છે. બાળકોથી લઈને વૃદ્ધો માટેની સ્કીમો ચલાવવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં મોટો લાભ આપી શકે છે. LICની આ યોજનામાં પણ તમને લાઇફ કવર સાથે ફિક્સ્ડ રિટર્નનો લાભ આપવામાં આવે છે. કઈ છે આ સ્કીમ? આ સ્કીમનું નામ ન્યૂ જીવન આનંદ પોલિસી છે. આ એક પ્રકારની એન્ડોમેન્ટ પ્લાન છે, જેમાં બચત અને વીમા બંનેનો ફાયદો આપવામાં આવે છે. મેચ્યોરિટી પર મળશે 25 લાખ રૂપિયા મેચ્યોરિટી પર ફંડ તૈયાર કરનારી અને પરિવારને વીમા કવર આપનારી આ સ્કીમમાં દર મહિને લગભગ 1300-1400 રૂપિયા (દરરોજ લગભગ 45 રૂપિયા) રોકાણ કરવું પડે છે અને જો તેને લાંબા સમય સુધી જેમ કે 30 થી 35 વર્ષ સુધી ચાલુ રાખવામાં આવે, તો મેચ્યોરિટી પર લગભગ 25 લાખ રૂપિયા સુધીની રકમ મળી શકે છે. બોનસનો પણ લાભ મળશે આ સ્કીમમાં બોનસનો પણ લાભ આપવામાં આવે છે. LIC આ યોજના હેઠળ પોલિસી હોલ્ડર્સને સમયાંતરે બોનસનો પણ લાભ આપતી રહે છે. તેનો લાભ એ છે કે મેચ્યોરિટી પર પોલિસી હોલ્ડર્સની રકમ વધી જાય છે. આ મેચ્યોરિટી પૂરી થવા પર ફંડ તો આપે જ છે. સાથે જ મેચ્યોરિટી પૂરી થયા પછી પણ પોલિસી હેઠળ વ્યક્તિને વીમા કવર મળતું રહે છે. આ જ વાત આ સ્કીમને અન્યથી અલગ બનાવે છે. ગેરંટેડ રિટર્ન આ સ્કીમ ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવી છે, જેઓ ઓછા રોકાણમાં સુરક્ષિત અને ગેરંટેડ રિટર્ન સાથે ભવિષ્ય માટે મોટી રકમ બનાવવા માંગે છે. નાના અને મધ્યમ વર્ગના પરિવારો માટે આ એક સારો વિકલ્પ હોઈ શકે છે, કારણ કે તેમાં જોખમ હોતું નથી અને લાંબા ગાળે એક મોટું ફંડ પણ તૈયાર થઈ શકે છે. જો તમે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો એ પણ જાણી લો કે 45 રૂપિયાનું રોકાણ એક અંદાજ છે અને અસલી પ્રીમિયમ તમારી ઉંમર, પોલિસી ટર્મ અને કવર એમાઉન્ટ પર આધાર રાખે છે. આ કારણોસર નાણાકીય સલાહકારની મદદ લીધા પછી જ રોકાણ કરવું જોઈએ. ---------------------------------- આ સમાચાર પણ વાંચો: 30 વર્ષ માટે લીધેલી હોમ-લોન 11 વર્ષમાં પૂરી થઈ જશે!:આખી જિંદગી હપ્તા નહીં ભરવા પડે, લોન ઝડપથી પૂરી કરવાની જાણો બે ફોર્મ્યુલા મધ્યમ વર્ગના લોકો માટે ઘરનું ઘર એક સપનું હોય છે. જો સપનું પૂરું કરવા માટે ઘર લઈ પણ લીધું હોય તો આખી જિંદગી તેની લોન ચૂકવવામાં વીતી જાય છે. ઘર ખરીદવા માટે મોટાભાગના લોકો હોમ લોન લે છે. જો તમે 30 વર્ષ માટે લોન લીધી હોય તો આખી જિંદગી તમે EMI ભરતા રહો છો. આ ઉપરાંત, તમે જેટલી લોન લો છો તેનું વ્યાજ 30 વર્ષમાં તેના કરતાં વધુ હોય છે. એટલું જ નહીં, તમારે લોનના પૈસા કરતાં બમણું પેમેન્ટ કરવું પડે છે. તેથી લોકો વિચારે છે કે હોમ લોનને કેવી રીતે જલ્દી પૂરી કરવી. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:વૃષભ, તુલા રાશિના લાંબા સમયથી અટકેલાં કામ પૂરાં થશે
    Next Article
    ઘરની લક્ષ્મીને માત્ર પગભર નહીં, આર્થિક નિર્ણયો લેતા પણ શીખવો:'મેં હું અપની ધનલક્ષ્મી' પુસ્તક સ્ત્રીઓની ફાઇનાન્શિયલ સ્વતંત્રતાની સાચી ચાવી આપશે

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment