Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવનના હકારની કવિતા:પ્રશ્નોમાં છુપાયેલા જવાબની જુબાની…

    16 hours ago

    આંખ એ ન હોત તો આંસુ બિચારાં શું કરત? શ્વાસ ન હોત તો નિસાસો કોણ બનત? ચાહ ન હોત તો આહ ક્યાંથી નીકળત? દેહ ન હોત તો પ્રાણ ક્યાંથી પ્રવેશતે? પ્રાણ ન હોત તો પ્રભુ ક્યાંથી પ્રગટતે? પ્રભુ ન હોત તો જગત ક્યાંથી આવત? જગત ન હોત તો - આપણે ક્યાંથી પધારત? આપણે ન હોત તો પછી કોણ હોત બીજું? સિદ્ધિ ન હોત તો હાશ ક્યાંથી નીકળત? - સુન્દરમ્ સાથે છે એની કદર નથી, પાસે છે એનું સુખ નથી, મન સતત બેચેન છે, ઘરપતની લત લાગતી જ નથી, અનેક વ્યસનો સાથે જીવે છે પણ જીવવાના વ્યસનથી મુક્ત છે, ઘણાને આપણા વગર આ દુનિયાનું શું થશે? - એની ચિંતા કોરી ખાય છે. સુન્દરમ્ ગુજરાતી કવિતાનું સત્યમ્ અને શિવમ્ છે. એમનું આ કાવ્ય પ્રશ્નોમાં જ છુપાયેલા જવાબની જુબાની છે. આંખ છે એટલે આંખનું મહત્ત્વ જ નથી સમજાતું. ભીતરની આંખ તો આખી જિંદગી નથી કેળવાતી! પોતાની જ આંખો અરીસામાં જોવાનું ચૂકી જનારા આપણે આંસુ વગરના જીવનની કલ્પના કરી છે ખરી? આંસુથી થોડાંક જોવાના બાકી રહી ગયેલાં દૃશ્યો ચોખ્ખાં થઈ જાય છે. શ્વાસ છે તો નિસાસો પણ છે. આવતીકાલ છે એટલે આશ્વાસન પણ છે. શ્વાસને નિરાંતે નીરખી શકે અને બીજો શ્વાસ ફેફસાંમાં જાય એટલી ધીરજ રાખી શકે એની પાસે નિસાસા લાંબો સમય ટકતા નથી. શરીર છે એટલે પ્રાણ છે એકલું શરીર તો લાકડાભેગું થાય છે. પ્રાણ પ્રભુને કારણે પ્રગટે છે. પોતાના પ્રાણ અને પ્રણની ખબર હોય એની પાસે એનો પોતાનો પ્રગટ ઈશ્વર હોય છે. જગત ન હોત તો આપણે પણ ન હોત! આપણે છીએ એટલે સિદ્ધિ, સફળતા બધું જ છે. હાશ ખાલી માણસ પાસે જ છે, કારણ કે એની ઘટમાળ ઈશ્વરે એવી ગૂંથી છે કે એમાં માત્ર સુગંધ જ પ્રગટે. વાતે વાતે શંકા કરનારા કે વાતે વાતે મુંઝાઈ જનારા પ્રત્યેક માટે સુન્દરમ્ નું આ કાવ્ય સભર કરે એવું છે. મોબાઈલની જેમ ખાલી થઈ ગયેલાં લાગીએ ત્યારે હાથવગી પાવરબેન્ક જેવું આ કાવ્ય છે. જે આપણી પાસે છે એનો આનંદ માણતાં આપોઆપ શીખવાનું હોય છે. જીવનની ઘટમાળ એકબીજામાં અરસપરસ ઓળઘોળ હોય છે. જ્યાં ગૂંચ છે ત્યાં રસ્તો પણ છે જ. જ્યાં વળાંક છે ત્યાં લગી પણ છે જ. સંતોષ અને સફળતા એક જ જગ્યાના સામસામા કિનારા નથી - એની ખબર આ કાવ્યનો ટૂંકસાર છે. નથી મળ્યું એનો વસવસો દરેકની આંખમાં ઊડીને આંખે વળગે છે. મળ્યું છે એનો સંતોષ ભીતરની આંખથી જોવાનો હોય છે. જે દેખાય છે અને જે અનુભવાય છે એ બંને વચ્ચેની લોંગ લાસ્ટિંગ મૈત્રીનું નામ જ જીવન છે. ‘જાત જોવાતી નથી બીજું બધું દેખાય છે, આંખ તારી છળકપટમાં આયખું ભરમાય છે.’ શ્રદ્ધા છે ત્યાં તરવું અને તારવું બંને શક્ય છે. કવિએ યાદી નથી આપી, ભીતરનો સાદ કવિતાને નામે આપણા સુધી પહોંચાડયો છે. કાવ્ય વાંચ્યા પછી હાશનો અનુભવ ચિત્તને શાંત કરે છે.
    Click here to Read More
    Previous Article
    ટૂંકી વાર્તા:સદ્કાર્યની સુવાસ
    Next Article
    મરક મરક:મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment