Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટૂંકી વાર્તા:સદ્કાર્યની સુવાસ

    16 hours ago

    ચાંદની એસ. ભટ્ટ બધા ઑફિસેથી સમયસર ઘરે આવી જાય પણ મારો લાડકવાયો ક્યાં રોકાઈ જતો હશે? બધાથી વહેલો જાય ને બધાથી મોડો આવે.’ ચિંતાતુર સ્વરે પાર્વતીબહેન બોલી રહ્યાં હતાં. ત્યાં પાર્વતીબહેનનો મોબાઈલ રણક્યો. સામેથી કોઈ ખુશીના સમાચાર આવ્યા હોય એવું છાપું વાંચી રહેલા નવીનભાઈને લાગ્યું. તેમની ધર્મપત્ની આટલી હરખાતી કોની સાથે વાત કરે છે, તે જાણવા તેઓ ઉત્સુક થયા પણ પાર્વતીબહેન તો વાતોમાં મશગૂલ થઈ ગયાં હતાં. તેમણે નવીનભાઈ સામે જોયું પણ નહીં... ‘આજે ટ્રેન પકડવાની છે અને આ પાર્વતી કોની સાથે વાતોએ વળગી છે એ જ સમજાતું નથી.’ નવીનભાઈ મનોમન બબડી ઊઠ્યા. ‘ઓહો! મને તો ખબર જ નથી! આ બધી તો ભગવાનની કૃપા કહેવાય. બાકી આ જમાનામાં આવું ઠેકાણું મળવું મુશ્કેલ જ...’ બહુ હરખાતાં હરખાતાં પાર્વતીબહેન બોલ્યાં. 20 મિનિટ જેટલી લાંબી વાત કર્યા બાદ તેમણે નવીનભાઈને કહ્યું, ‘શાંતામાસીનો ફોન હતો. આપણા મોન્ટુ માટે માગું આવ્યું છે. પેલા પરબતભાઈ ચોપડાવાળા, જેની રેલવે સ્ટેશન પર મોટી દુકાન છે એની છોકરીનું. તે ખૂબ ભણેલી છે. માણસો પણ જાણીતા અને સારા છે. જોઈ લેવું જોઈએ. તેમણે આપણા મોન્ટુને જોયો છે. એટલે જ સામેથી વાત મોકલી છે.’ એકીશ્વાસે પાર્વતીબહેન બોલ્યાં. નવીનભાઈએ શાંતિથી સાંભળ્યું અને ફક્ત માથું ધુણાવીને હા કહી. ‘બસ! તમારો આ જ વાંધો! મારી વાતને સમજો નહીં અને સરખી સાંભળો પણ નહીં. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય. આપણી સુવાસ સમાજમાં સારી હોય તો સામેથી માગું આવે. બાકી પગના તળિયા ઘસાઈ જાય તો પણ છોકરી ન મળે. આમેય આપણા મોન્ટુને ભણેલી છોકરી મળે તો બંને નોકરી કરે અને શાંતિથી રહે, બીજું શું જોઈએ?’ પાર્વતીબહેને તો બોલવાનું ચાલુ જ રાખ્યું. નવીનભાઈએ તેમને અટકાવતાં કહ્યું, ‘આ વાત આપણે મોન્ટુની ઈચ્છા જાણ્યા પછી આગળ વધારીશું અને તું જે વાત કરે છે એ તો રૂપિયાવાળા માણસો છે. આપણે તો સામાન્ય ધંધાવાળા છીએ. તેની દીકરી લાડકોડમાં ઉછરેલી હોય. હજુ મોન્ટુ નોકરીએ લાગ્યો જ છે. આગળ કેમ થશે એ પણ જોવું પડે.’ આટલું કહીને નવીનભાઈ પોતાના ધંધાર્થે બહારગામ જવા નીકળી પડ્યા. શહેરની જીવનશૈલી અને બદલાતી રીતભાતથી તેઓ સુપેરે પરિચિત હતા. મોન્ટુને હજુ આગળ વધવા માટે સમય આપવો જોઈએ એવું તેઓ મનોમન વિચારતા હતા. ડિગ્રી હાથમાં આવે અને નાની નોકરી મળે એટલે જીવનમાં બધું જીતી ગયા એવું નથી એમ તેઓ દૃઢપણે માનતા. બદલાતા જમાનાની હવા સામે મોન્ટુ કેટલી ટક્કર ઝીલી શકશે તેનો તેમને સતત વિચાર આવ્યા કરતો. તેથી જ તેમણે મોન્ટુના અભ્યાસ માટે મહેનતથી કમાયેલું બધું જ ધન ખર્ચવામાં પાછું વાળીને જોયું ન હતું, પણ મોન્ટુની ઉંમર કરતાં વધુ પડતી પરિપક્વતા જોઈને નવીનભાઈને તેનો આનંદ તો હતો, સાથે મનમાં ઊંડો ડર પણ હતો કે તે જીવનમાં કંઈક સમાજના રીતિરિવાજોથી અલગ જ ન વિચારે તો સારું. પાર્વતીબહેનની મોન્ટુ મોડો આવવાની ફરિયાદને નવીનભાઈએ ક્યારેય ગંભીરતાથી લીધી ન હતી, કારણ કે તેમને મોન્ટુ પર પૂર્ણ વિશ્વાસ હતો, છતાં પણ આજે મોન્ટુની સગાઈ માટેની વાત આવી એટલે તેમને વિચાર આવ્યો કે છોકરો યુવાન થઈ ગયો છે. તેના ભવિષ્ય માટે તેના જીવનસાથી માટે તેના શું વિચાર છે એ જાણવું જરૂરી છે. પોતાનાં શાકભાજીના હોલસેલ ધંધામાં હવે આ મોંઘવારીમાં બહુ કંઈ ફાયદો રહ્યો નથી. એટલે બીજા ધંધામાં કંઈક કરવું પડશે. મોન્ટુના વિવાહ માટેની તૈયારી કરવી પડશે. આવા વિચારોના વંટોળમાં નવીનભાઈ વીંટળાઈ ગયા. ક્યારે રેલવે સ્ટેશન આવી ગયું ખબર ન પડી. ટ્રેન પકડવા માટે પ્લેટફોર્મ તરફ જતાં જ અચાનક નવીનભાઈનું ધ્યાન એક ખૂણા તરફ ગયું અને તેમણે જોયું કે મોન્ટુ પરબતભાઈ ચોપડાવાળાની દુકાનની સામે જ બાંકડા પર ઝૂંપડપટ્ટીનાં બાળકોથી ઘેરાઈને બેઠો હતો અને બધાને પ્રેમથી અક્ષરજ્ઞાન આપી રહ્યો હતો. તે દૃશ્ય જોઈને નવીનભાઈ આશ્ચર્ય અને લાગણીના અતિરેકમાં પડી ગયા. ટ્રેન પકડવાની ઉતાવળ પણ હવે ભુલાઈ ગઈ હતી; જ્યાં ઊભા હતા ત્યાંથી તેઓ એક ડગલું પણ આગળ વધી શક્યા નહીં. તેમણે તરત જ ખિસ્સામાંથી ફોન કાઢી પાર્વતીબહેનને લગાવ્યો. ‘પાર્વતી, આપણે ઘણા ભાગ્યશાળી છીએ કે આપણે મોન્ટુનાં મા-બાપ છીએ.’ નવીનભાઈ ગૌરવ સાથે હરખાતાં બોલ્યા. ‘પણ શું થયું? કેમ આજે આમ બોલો છો? કંઈક ચોખ્ખી વાત કરો તો ખરાં!’ પાર્વતીબહેન અધીરાઈથી બોલી ઊઠ્યાં. ‘બસ હવે મને બધું સમજાઈ ગયું કે મોન્ટુ રોજ મોડો કેમ પડતો હતો અને પરબતભાઈએ સામે ચાલીને માગું કેમ મોકલ્યું! ઠેકાણું એકદમ યોગ્ય જ છે. તું ખુશીથી હા પાડી દે. આપણો મોન્ટુ સાચે જ સમજદાર અને સંસ્કારી થઈ ગયો છે.’ નવીનભાઈએ પ્લેટફોર્મ તરફ આગળ વધતાં મનોમન અપાર હળવાશ અને સંતોષ અનુભવ્યો અને તેમના હોઠ પરથી શબ્દો સરી પડ્યા કે, ‘ખરેખર, સદ્કાર્યની સુવાસ ક્યારેય છાની રહેતી નથી!’ }
    Click here to Read More
    Previous Article
    અપડેટ:જ્યારે સેમસંગ માછલી વેચતું હતું અને સોની રાઇસ કૂકર બનાવતું હતું!
    Next Article
    જીવનના હકારની કવિતા:પ્રશ્નોમાં છુપાયેલા જવાબની જુબાની…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment