Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અપડેટ:જ્યારે સેમસંગ માછલી વેચતું હતું અને સોની રાઇસ કૂકર બનાવતું હતું!

    15 hours ago

    કેવલ ઉમરેટિયા મસંગ’, ‘નોકિયા’ કે ‘સોની’ જેવી કંપનીઓનાં નામ સાંભળીને તમારા મગજમાં સૌથી પહેલાં શું આવે છે? સ્માર્ટફોનની વિશાળ શ્રેણી, આધુનિક ફોલ્ડેબલ ડિવાઇસ, પ્રીમિયમ ગેજેટ્સ, શાનદાર ટીવી કે પછી પ્લેસ્ટેશન. આ ત્રણેય કંપનીઓએ ટેક્નોલોજીની દુનિયામાં લાંબા સમયથી રાજ કર્યું છે અને આજે પણ તેમનો દબદબો કાયમ છે. પરંતુ, જો તમને એમ કહેવામાં આવે કે આજની આ વિશાળ ટેક જાયન્ટ કંપનીઓની શરૂઆત સૂકી માછલીઓની નિકાસ, ટોઇલેટ પેપરના ઉત્પાદન અને ચોખા રાંધવાના એક નિષ્ફળ કૂકરથી થઈ હતી, તો? પહેલી વાર સાંભળતાં કદાચ માનવામાં ન આવે, પણ હકીકત તો આ જ છે. આજે તમે જે સ્માર્ટફોન કે ગેજેટનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરો છો તેનાં મૂળિયાં કોઈ હાઇ-ટેક લેબમાં નથી નંખાયાં; પરંતુ તેની શરૂઆત સાધારણ કરિયાણાની દુકાનો, લાકડાંનાં કારખાનાં અને નિષ્ફળ પ્રયોગોમાં છુપાયેલી છે. ‘સેમસંગ’: સૂકી માછલીની નિકાસથી સ્માર્ટફોનના સામ્રાજ્ય સુધી આજે ‘સેમસંગ’ દુનિયાની સૌથી મોટી સેમિકન્ડક્ટર અને સ્માર્ટફોન નિર્માતા કંપનીઓમાંની એક છે, સાથે જ દક્ષિણ કોરિયાના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. જોકે, 1930ના દાયકાના કોરિયામાં ટેક્નોલોજીનું કોઈ નામોનિશાન નહોતું. તે સમયે કોરિયા જાપાની શાસન હેઠળ હતું. વાત છે 1938ની અને સ્થળ હતું દક્ષિણ કોરિયાનું ડેગુ શહેર. લી બ્યુંગ-ચુલ નામના એક 28 વર્ષના યુવાને માત્ર 30,000 વૉનની મૂડી સાથે એક નાની ટ્રેડિંગ કંપની શરૂ કરી. તેમણે આ કંપનીનું નામ રાખ્યું ‘સેમસંગ’ સાંગહો’ (Samsung Sanghoe). કોરિયન ભાષામાં ‘સેમસંગ’નો અર્થ થાય છે ‘ત્રણ તારા’, જે કંપનીના મોટા થવાના અને હંમેશાં ચમકતા રહેવાના વિઝનને દર્શાવે છે. ખાસ વાત એ છે કે આ કંપની કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ નહોતી બનાવતી. ડેગુ શહેર તે સમયે સફરજનના ઉત્પાદન માટે પ્રખ્યાત હતું. લી બ્યુંગ-ચુલે સ્થાનિક ખેડૂતો પાસેથી શાકભાજી, ફળો અને ખાસ કરીને કોરિયન સૂકી માછલીઓ ખરીદીને ચીનના મંચુરિયા અને બેઇજિંગ જેવા વિસ્તારોમાં નિકાસ કરવાનું શરૂ કર્યું. કંપની પાસે માત્ર 40 કર્મચારીઓ હતા, જેઓ આખો દિવસ જાતે બનાવેલા નૂડલ્સ અને સૂકી માછલીઓનું પેકિંગ કરતા હતા. 1950માં થયેલા કોરિયન યુદ્ધ દરમિયાન લી બ્યુંગ-ચુલનો લગભગ આખો બિઝનેસ તબાહ થઈ ગયો, પણ તેમણે હાર માનવાને બદલે પોતાનું બિઝનેસ મોડલ જ બદલી નાખ્યું. માછલીઓ અને નૂડલ્સમાંથી કમાયેલા પૈસા તેમણે ખાંડની મિલ અને ઊની કાપડ બનાવવાની મિલમાં રોક્યા. ‘સેમસંગ’ ઇલેક્ટ્રોનિક્સની દુનિયામાં તો સ્થાપનાના 31 વર્ષ પછી, એટલે કે 1969માં પગલાં માંડ્યાં. તેમણે ‘સેમસંગ’-સાન્યો ઇલેક્ટ્રોનિક્સ’ નામે એક નવી શાખા બનાવી અને 1970માં પોતાનું પહેલું બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી બજારમાં ઉતાર્યું. એ સૂકી માછલીઓનું ગોડાઉન આજે ટેક દુનિયાનું સૌથી મોટું સામ્રાજ્ય બની ચૂક્યું છે. ‘નોકિયા’: ટોઇલેટ પેપરથી લઈને ‘કનેક્ટિંગ પીપલ’ સુધીની સફર 1990 અને 2000નો દાયકો યાદ કરો, જ્યારે મોબાઇલ ફોનનો અર્થ ‘નોકિયા’ થતો હતો. ‘નોકિયા’ના મજબૂત ફોન અને તેમાં આવતી સાપની ગેમ આજે સ્માર્ટફોનના જમાનામાં પણ યાદ આવે છે. જોકે તમને જાણીને આશ્ચર્ય થશે કે ‘નોકિયા’ની શરૂઆત પલ્પ અને પેપર મિલથી થઈ હતી! વાત 1865ની છે. ફિનલેન્ડ તે સમયે રશિયન સામ્રાજ્યનો હિસ્સો હતું. એક ફિનિશ માઇનિંગ એન્જિનિયર ફ્રેડરિક ઇડેસ્ટામે ટેમ્પિયર શહેરમાં લાકડાના પલ્પમાંથી કાગળ બનાવવાની એક મિલ શરૂ કરી. તેમની મિલમાં લાકડાના પલ્પમાંથી વિવિધ કાગળ અને બોર્ડનું ઉત્પાદન થતું હતું. થોડાં વર્ષો પછી 1868માં પાણીના વધુ સારા પ્રવાહની શોધમાં તેમણે ‘નોકિયાનવિર્તા’ નદીના કિનારે બીજી એક મોટી મિલ સ્થાપી. આ જ નદીના નામ પરથી 1871માં કંપનીનું નામ ‘નોકિયા’ રાખવામાં આવ્યું. આ સફરમાં સૌથી મોટો વળાંક 20મી સદીની શરૂઆતમાં આવ્યો. ‘નોકિયા’એ પોતાની પડોશમાં આવેલી બીજી બે કંપનીઓ, ‘ફિનિશ રબર વર્ક્સ’ અને ‘ફિનિશ કેબલ વર્ક્સ’ સાથે હાથ મિલાવ્યા (જે પાછળથી 1967માં સત્તાવાર રીતે વિલીનીકરણ પામી ‘નોકિયા’ કોર્પોરેશન’ બની). ફિનલેન્ડમાં ભયંકર ઠંડી અને બરફવર્ષા થાય છે અને ત્યાંના જંગલોમાં કામ કરતા લોકોને મજબૂત બૂટની સખત જરૂર હતી. તેથી કંપનીએ રબરના બૂટ અને ગાડીઓના ટાયર બનાવવાનું શરૂ કર્યું. તેમના બનાવેલા રબરના બૂટ આજે પણ ફિનલેન્ડના લોકો પહેરે છે. બીજી તરફ, કેબલ ફેક્ટરીએ તેમને વીજળીના તાર અને ટેલિગ્રાફની દુનિયામાં પ્રવેશ અપાવ્યો. દાયકાઓ સુધી કાગળ, બૂટ અને વાયર વેચ્યા પછી આખરે 1979માં ‘નોકિયા’એ ‘મોબિરા’ સાથે મળીને રેડિયો ટેલિફોન બનાવવાનું શરૂ કર્યું. 1987માં તેમનો પહેલો પોર્ટેબલ ફોન ‘મોબિરા સિટીમેન’ લોન્ચ થયો, જેનું વજન 800 ગ્રામ હતું! એક પેપર પલ્પ ફેક્ટરીની આ સફર ઇતિહાસના સૌથી ચોંકાવનારા બદલાવોમાંની એક છે. સોની: એક નિષ્ફળ રાઇસ કૂકરથી ઇલેક્ટ્રોનિક્સના બાદશાહ સુધી જાપાની ટેક દિગ્ગજ કંપની ‘સોની’નું નામ કોઈનાથી અજાણ નથી. કેમેરા, ટીવી, પ્લેસ્ટેશન, ફોન જેવી અનેક પ્રીમિયમ અને હાઇ-ટેક પ્રોડક્ટ ‘સોની’ના નામ સાથે જોડાયેલી છે. જોકે, આ કંપનીની શરૂઆત એક એવી પ્રોડક્ટ સાથે થઈ હતી, જે એક એન્જિનિયરિંગ નિષ્ફળતા હતી. બીજા વિશ્વ યુદ્ધ પછીનું વર્ષ એટલે કે 1946 અને જાપાનનું ટોક્યો શહેર. બોમ્બમારાને કારણે શહેરનો મોટાભાગનો વિસ્તાર ખંડેરમાં ફેરવાઈ ગયો હતો. આવી સ્થિતિમાં મસારુ ઇબુકા અને અકિયો મોરિટા નામના બે એન્જિનિયરોએ ટોક્યોના એક ક્ષતિગ્રસ્ત ડિપાર્ટમેન્ટલ સ્ટોરની ઇમારતમાં પોતાની કંપની શરૂ કરી. તેનું નામ ‘સોની’ નહીં, પણ ‘ટોક્યો ત્સુશિન કોગ્યો’ (Tokyo Telecommunications Engineering Corp.) હતું. તેમની પાસે 500 ડૉલર કરતાં પણ ઓછી મૂડી હતી (લગભગ 1,90,000 યેન). યુદ્ધ પછી જાપાનમાં ખાવા-પીવાની ભારે અછત હતી. લોકોને રાશનના રૂપમાં જે પણ ચોખા મળતા, તેને પકાવવા એ એક મોટો પડકાર હતો, કારણ કે કોલસા અને લાકડાની અછત હતી. ઇબુકાએ વિચાર્યું કે એક એવું ઉપકરણ બનાવીએ જે વીજળીથી ચોખા પકાવી શકે. તેમણે એક સાદું ‘ઇલેક્ટ્રિક રાઇસ કૂકર’ બનાવ્યું, જે લાકડાંની એક નાની ડોલ જેવું હતું અને તેના તળિયે એલ્યુમિનિયમના ઇલેક્ટ્રોડ લગાવવામાં આવ્યા હતા. તેમની આ પ્રોડક્ટ નિષ્ફળ ગઈ. તે સમયે અનિયમિત વીજ પુરવઠાને કારણે ચોખા કાં તો બળી જતા અથવા કાચા રહી જતા. આ કૂકર વેચાણ માટે ક્યારેય બજારમાં મૂકી શકાયું નહીં. આજે પણ ટોક્યો સ્થિત ‘સોની’ના મ્યુઝિયમમાં એ પ્રોટોટાઇપ રાઇસ કૂકરને સાચવી રાખવામાં આવ્યું છે. આ પ્રયોગ નિષ્ફળ ગયા પછી કંપનીએ ટેપ રેકોર્ડર અને રેડિયો ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કર્યું અને 1955માં જાપાનનો પહેલો ટ્રાન્ઝિસ્ટર રેડિયો (TR-55) બનાવ્યો. ત્યારબાદ ‘વૉકમેન’ રજૂ કરીને કંપનીએ સંગીતની દુનિયામાં ક્રાંતિ લાવી દીધી. }
    Click here to Read More
    Previous Article
    સફર:કેવું છે ભારતનું સૌથી પહેલું વર્ચ્યુઅલ ઝૂ!
    Next Article
    ટૂંકી વાર્તા:સદ્કાર્યની સુવાસ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment