Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સફર:કેવું છે ભારતનું સૌથી પહેલું વર્ચ્યુઅલ ઝૂ!

    15 hours ago

    નિતુલ ગજ્જર પ્રાણીબાગ અથવા તો ‘ઝૂ’માં જવાનું થાય એટલે સામાન્ય રીતે એક પાંજરાથી બીજા સુધી ચાલવું, છાંયડામાંથી વાઘ બહાર આવે તેની રાહ જોવી અથવા દૂરથી હરણનાં ટોળાંને ચરતાં જોવાનો વિચાર આવે. જોકે હવે ઈન્દોરના ‘કમલા નેહરુ પ્રાણીસંગ્રહાલય’માં ભારતનું પહેલું ‘વર્ચ્યુઅલ ઝૂ’ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જ્યાં પ્રાણીઓને જોવાનો અનુભવ ડિજિટલ સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. ‘કમલા નેહરુ પ્રાણીસંગ્રહાલય’, જે ‘ઈન્દોર ઝૂ’ તરીકે પણ ઓળખાય છે ત્યાં હાલમાં જ ‘ડિજિટલ સફારી’, ‘14D સિનેમા’ સહિતનાં અન્ય ઘણાં ઇન્ટરેક્ટિવ આકર્ષણો ઉમેરવામાં આવ્યાં છે. આશરે પાંચ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ વિભાગનું ઉદ્ઘાટન મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે 16 ઓગસ્ટે કર્યું છે. લગભગ 8,000 ચોરસ ફીટના વિસ્તારમાં ફેલાયેલું આ ડિજિટલ ઝૂ મુલાકાતીઓને વન્યસૃષ્ટિ, પ્રાણીઓ અને જંગલનો અનોખો અનુભવ પ્રદાન કરશે. પ્રાણીઓ સાથે રૂબરૂ મુલાકાતની જગ્યાએ હવે આ ઝૂમાં ‘વર્ચ્યુઅલ રિયાલિટી’, ‘3D વિઝ્યુઅલ્સ’, પ્રોજેક્શન અને ‘ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન’ની મદદથી જંગલની દુનિયાને સમજવાનો મોકો મળશે. આ અનુભવનું મુખ્ય આકર્ષણ ‘ડિજિટલ જંગલ સફારી’ છે, જેનો ઉદ્દેશ મુલાકાતીઓને જંગલમાં પ્રવેશ્યા વગર જંગલની મુસાફરી કરાવવાનો છે. ટેક્નોલોજી આધારિત આ ડિજિટલ સફારીને ખાસ શૈક્ષણિક ફોર્મેટમાં વિકસાવવામાં આવી છે, જેથી ઝૂમાં આવતા લોકોને વન્યજીવન, પ્રાણીઓનું વર્તન, જૈવવિવિધતા અને પ્રકૃતિના સંરક્ષણનો પણ પરિચય થાય. ડિજિટલ સફારી ઉપરાંત આ ઝૂમાં ‘હોલોગ્રામ’ પ્રાણીસંગ્રહાલય પણ આવેલું છે, જે ત્રિ-પરિમાણીય પ્રોજેક્શનથી વન્યજીવો આપણી આસપાસ ફરતા હોય તેવી અનુભૂતિ કરાવે છે. જ્યારે ‘ડિજિટલ ગાર્ડન’ અને ‘ડિજિટલ એક્સપિરિયન્સ ઝોન’માં મોટાભાગનાં આકર્ષણો ઇન્ટરેક્ટિવ પ્રકારનાં છે. સાથે પ્રાણીઓના અવાજ વચ્ચે ખોવાઈ જવાની મજા કરાવતું ‘ડિજિટલ મેઝ’ અને ભગવાન હનુમાનનો હોલોગ્રામ ધરાવતો ‘મિરર બ્રિજ’ પણ આ ઝૂનાં પ્રમુખ આકર્ષણોમાં સામેલ છે. ‘કમલા નેહરુ પ્રાણીબાગ’ના આ નવીનતમ વિભાગમાં 14D સિનેમા પણ ઊભું કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે આપણે ‘3D’ અથવા તો ‘4D’ સિનેમામાં ફિલ્મ જોવાની મજા માણી હશે, પરંતુ 14D સિનેમાનો અનુભવ ઘણી રીતે અનોખો સાબિત થાય છે. 14D સિનેમા ફિલ્મોને વધુ રસપ્રદ બનાવવા માટે પડદા પર ચાલતાં મોટાં ભાગનાં દૃશ્યોને ભૌતિક અસરો સાથે જોડી સ્ક્રીન પર જે ચાલી રહ્યું હોય તેનો પ્રતિભાવ આપે છે. આ કારણે 14D સિનેમા બાળકો સાથે આવતા પરિવારોને ગમે છે. આ 14D સિનેમામાં ફિલ્મ જોતી વખતે હલનચલન કરતી બેઠકો, કંપન, પવનના સૂસવાટા, પાણીના છાંટા, ધુમ્મસ, પરપોટા અને વિવિધ સુગંધની પણ અનુભૂતિ થાય તેવી વ્યવસ્થા છે. ઉપરાંત ‘વર્ચ્યુઅલ રિયાલિટી’વાળાં ચશ્માં અને ‘3D ડોમ થિયેટર’ પણ આ સેટ અપનો ભાગ છે. આવો મજેદાર અનુભવ આપતી આ સ્ક્રીનને દક્ષિણ કોરિયાથી આયાત કરવામાં આવી છે. ઝૂમાં આ પ્રકારનું સેટ અપ કરવા પાછળનું કારણ એટલું જ કે વન્યજીવનની ફિલ્મ જોવા આવતા લોકોને જંગલનો અનુભવ પણ મળે. ઉદાહરણ તરીકે, વર્ચ્યુઅલ જંગલ સિક્વન્સમાં સ્ક્રીન પર તેમજ વાસ્તવિકતા બંને સ્થળે હલનચલન, પવન અથવા પાણીની અસરો હોય તો પ્રેક્ષકોને એવું લાગે કે જાણે તેઓ સિનેમામાં નહીં, પરંતુ જંગલની વચ્ચે ક્યાંક સફર કરી રહ્યા છે. ઈન્દોરમાં ‘રાજવાડા પેલેસ’, ‘લાલ બાગ પેલેસ’ અને ‘કૃષ્ણપુરા છત્રી’ જેવાં ઐતિહાસિક આકર્ષણો છે. ‘કાચ મંદિર’ જેવું દુર્લભ જૈન મંદિર અને અહિલ્યાબાઈ હોલકરે 18મી સદીમાં બંધાવેલું ‘મોટા ગણપતિ- ખજરાના ગણેશ મંદિર’ છે. ‘રાલામંડલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી’ અને ‘પાતાલપાની ધોધ’ જેવા જંગલ વિસ્તાર પણ ઈન્દોરથી ગણતરીના કિલોમીટરમાં સ્થિત છે, પણ જો શહેરની બહાર નીકળ્યા વગર જંગલની અનુભૂતિ તેમજ કંઈક અનોખું કરવાનું મન થાય તો આ ડિજિટલ ઝૂ સૌથી યોગ્ય વિકલ્પ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:સોનેરી સૂચન
    Next Article
    અપડેટ:જ્યારે સેમસંગ માછલી વેચતું હતું અને સોની રાઇસ કૂકર બનાવતું હતું!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment