Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રેઇટ ડ્રાઇવ:સોનેરી સૂચન

    15 hours ago

    અપૂર્વ ભટ્ટ વાત 2003ના જુલાઈ મહિનાની છે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડના પ્રવાસે હતી અને કેપ્ટન તરીકે તદ્દન નવોદિત કહી શકાય તેવો 22 વર્ષનો ગ્રીમ સ્મિથ હતો. પ્રવાસ શરૂ થતાં જ ઇંગ્લિશ મીડિયા દક્ષિણ આફ્રિકાની ટીમ પર માનસિક દબાણ વધે તેવા સમાચારો છાપવા લાગ્યું. ઇંગ્લેન્ડના એક જાણીતા દૈનિકે ‘આ ગ્રીમ સ્મિથ વળી કોણ?’ એવી ટીખળ કરતું લખાણ છાપ્યું. આ વાત જ્યારે કેપ્ટન ગ્રીમ સ્મિથના ધ્યાનમાં આવી ત્યારે તે ખૂબ વ્યથિત થયો અને તેની આંખોમાં આંસુ આવી ગયાં. 24 જુલાઈએ બર્મિંગહામમાં પ્રથમ ટેસ્ટ શરૂ થવાની હતી, તેના બે દિવસ પહેલાં જ એક ઘટના બની. એક સજ્જન દક્ષિણ આફ્રિકાની ટીમની શુભેચ્છા મુલાકાતે આવ્યા. તેમણે દરેક ખેલાડીને મળીને પ્રોત્સાહન આપ્યું. વાતવાતમાં તેમને ખબર પડી કે સ્થાનિક મીડિયા યુવાન કેપ્ટનની મજાક ઉડાવી રહ્યું છે, તેથી તેમણે સ્મિથને હિંમત આપી અને બીજે દિવસે સવારે ગ્રાઉન્ડ પર મળવા બોલાવ્યો. બીજે દિવસે વહેલી સવારે ગ્રીમ સ્મિથ મેદાન પર પહોંચ્યો ત્યારે આ ભૂતપૂર્વ ખેલાડીએ તેને નેટ્સમાં બેટિંગ કરવા કહ્યું. એકાદ કલાક તેની બેટિંગનું બારીકાઈથી નિરીક્ષણ કર્યા પછી તેમણે સ્મિથની બેટિંગ ટેક્નિકમાં થોડા ફેરફાર કરાવ્યા. તેમણે એક ખાસ સલાહ આપી: ‘ઇંગ્લેન્ડના વાતાવરણમાં બોલ લેટ (મોડો) સ્વિંગ થશે, તેથી ફ્રન્ટફૂટ પર આગળ ધસીને રમવાને બદલે બેકફૂટ પર રહીને લાઈન પારખીને રમજે. ઓફ-સ્ટમ્પથી સહેજ પણ બહાર જતો બોલ છેડવાની લાલચ ન કરતો.’ સ્મિથે આ અમૂલ્ય સૂચનની મનમાં ગાંઠ વાળી લીધી. પછી જે બન્યું તે ઈતિહાસ છે. સ્મિથે પ્રથમ ટેસ્ટમાં જ એજબેસ્ટનની પિચ પર 277 રન ફટકારી દીધા. ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર બીજી ટેસ્ટમાં 259 રન બનાવીને ઇંગ્લિશ બોલરોની ધોલાઈ કરી નાખી. ઇંગ્લેન્ડના ટીકાકારોની બોલતી બંધ થઈ ગઈ. આ સલાહ આપનાર ભૂતપૂર્વ ખેલાડી અન્ય કોઈ નહીં પરંતુ ભારતના કાનપુરમાં જન્મેલા અને ઇંગ્લેન્ડ તરફથી રમેલા દિગ્ગજ ક્રિકેટર તથા કોચ બોબ વૂલ્મર હતા. તેઓ ઇંગ્લેન્ડની વૉરવિકશાયર કાઉન્ટીના કોચ રહી ચૂક્યા હતા. તેમણે દક્ષિણ આફ્રિકાની ટીમને પણ 1994થી 1999 સુધી સફળ કોચિંગ આપ્યું હતું. તેઓ જ્યારે પાકિસ્તાનની ટીમના મુખ્ય કોચ હતા ત્યારે 2007ના વર્લ્ડકપ દરમિયાન તેમનું રહસ્યમય સંજોગોમાં અવસાન થયું હતું. આ ઐતિહાસિક સિરીઝ પૂર્ણ થઈ ત્યારે ગ્રીમ સ્મિથ ‘મેન ઓફ ધ સિરીઝ’ જાહેર થયા અને ટ્રોફી સ્વીકારતી વખતે બ્રિટિશ મીડિયા સામે જેમ્સ બોન્ડ અંદાજમાં બોલ્યા: ‘માય નેમ ઇઝ સ્મિથ... ગ્રીમ સ્મિથ.’ }
    Click here to Read More
    Previous Article
    દેશ-વિદેશ:ચીનનું ‘ડમ્પિંગ સુનામી’: વૈશ્વિક અર્થતંત્રમાં ખળભળાટ
    Next Article
    સફર:કેવું છે ભારતનું સૌથી પહેલું વર્ચ્યુઅલ ઝૂ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment