Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મજાતંત્ર:મિટિંગમાં છું, પછી કૉલ કરું…

    13 hours ago

    ચેતન પગી ધરતીનો છેડો ઘર છે. પણ આવું વાંચતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે એના બીજા છેડે ઓફિસ છે. અને આ એવો છેડો છે જ્યાં કાયમ આગ લાગેલી હોય છે. એક છેડે લાગેલી આગ બીજા છેડા સુધી પહોંચે નહીં એ માટેની મથામણનું નામ જ (નોકરિયાત માણસનું) જીવન છે. ધંધાર્થીઓએ ઝાઝું મલકાવા જેવું નથી. એમને તો ત્રણ છેડે આગ લાગેલી હોય છે: ઘર, દુકાન અને બાકીલેણાની યાદી. દરેક ઓફિસમાં તહેવારોની શુભેચ્છા પાઠવવા માટે મેનેજમેન્ટ તરફથી મોકલવામાં આવતા ઈ-મેલમાં કાયમ ઓફિસના સ્ટાફને પોતાનો પરિવાર ગણાવતા હોય છે. આમ તો આવા ઈ-મેલના જવાબમાં ઘણા કર્મચારીઓને એવું કહેવાનું મન થઈ જાય છે કે પરિવારમાં ક્યારેય કોઈનું રાજીનામું લઈ લેવાતું નથી અને ઘરે જતી વખતે કે બહાર નીકળતી વખતે બાયોમેટ્રિકવાળી હાજરી પૂરવી પડતી નથી. પણ કર્મચારી આવું કહી શકતો નથી, કારણ કે ઘરના હપ્તા ભરવા માટે આ પરિવાર સાથે સુમેળ રાખવો જરૂરી છે. જોકે ઘણી જગ્યાએ જુદો સીન હોય છે. ઓફિસના સ્ટાફને પરિવાર ગણતા ઘણા લોકો ઘરમાં કામ કરતી પત્નીને કર્મચારી તરીકે ટ્રીટ કરતા જોવા મળે છે. પણ સ્ટાફને પણ પોતાના સ્વજનો માનવા જોઈએ એવી સલાહના જવાબમાં એક કર્મચારીએ તો જાહેર કરી દીધું હતું કે જે દિવસે ઇઝરાયલીઓ ગાઝાવાળાને પોતાનો પરિવાર માનશે એ દિવસે હું મારી ઓફિસના સ્ટાફને પરિવાર માનતો થઈ જઈશ. ઓફિસમાં કામના કલાકો દરમિયાન આવતા ફોન કૉલને ટાળવા માટે ‘ઓફિસમાં છું, પછી કૉલ કરું’ એવો મેસેજ મોકલવામાં આવે છે. પણ જેમનો કૉલ આપણે કોઈ પણ હિસાબે ઉપાડવા નથી માગતા એમને ‘મિટિંગમાં છું, પછી કૉલ કરું’ એવો મેસેજ મોકલવાનો રિવાજ છે. જેમ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે એમ મિટિંગ એ દરેક ઓફિસના કામકાજનું અભિન્ન અને મૂળભૂત અંગ છે. એ ઓફિસ ભલે સરકારી હોય, અર્ધસરકારી હોય, બિનસરકારી હોય કે પછી ખાનગીમાં સરકારી હોય. મિટિંગ તો કરવી જ પડે છે. ડાહ્યા લોકો લિમિટમાં પીવાનું રાખે છે એ રીતે કેટલાક ડાહ્યા બૉસ લિમિટમાં મિટિંગ કરતા હોય છે, પણ આવા બૉસ દુર્લભ હોય છે. આ પ્રકારના બૉસ ‘છે’માંથી ‘હતા’ થઈ જવાના ચાન્સિસ ઘણા વધારે હોય છે. તેઓ વહેલા-મોડા સમજી જાય છે કે પાકટ વયે પરણવું જરૂરી છે એમ પાકટ કર્મચારીઓને ભેગા કરીને મિટિંગ કરવી અનિવાર્ય છે. મોટા ભાગે જે કામ માટે ઓફિસ સર્જાયેલી છે એ કામ કર્મચારીઓ કેવી રીતે કરશે એ નક્કી કરવા માટે મિટિંગ યોજવામાં આવે છે. જુદી રીતે સમજીએ તો જેમને કામ કરવાનું છે એ કર્મચારીઓ કેવી રીતે અને શું કામ કરશે એ નક્કી કરવા માટે જેમને કામ નથી કરવાનું એવા લોકો ભેગા મળીને ચર્ચા કરે તેને મિટિંગ કહેવામાં આવે છે. અત્યાર સુધી મિટિંગનો પ્રસંગ ઓફિસના આંગણે જ યોજવામાં આવતો હતો. પણ હવે શરીરના ઉપરાર્ધની લજ્જાનું યોગ્ય નિવારણ કરીને ઘરેથી પણ મિટિંગમાં ઑનલાઇન જોડાવું પડે છે. આવી મિટિંગમાં તમે કેમેરા ઑફ કરીને શાક સમારવા જેવા કે કપડાં વાળવા જેવા ઘરેલું કામની સાથે પણ જોડાઈ શકો છો (હા, વચ્ચે વચ્ચે ‘યસ સર, ડેફિનેટલી સર, યસ્સ વી કૅન ડૂ ઇટ’ જેવા શબ્દો બોલતા રહેવું પડે છે). ઑનલાઇન મિટિંગનો ફાયદો એ છે કે આ પ્રકારની મિટિંગ પૂરી થયા પછી એટલિસ્ટ કંઈક કામ તો થયું એ સંતોષ તમે લઈ શકો છો. ઓફિસની મિટિંગ મોટા ભાગે બંધ બારણે યોજવામાં આવે છે, જેથી બહારનો સ્ટાફ અંદર કંઈક ગહન ચિંતન, આયોજન થઈ રહ્યું હશે એવું માનીને પોતાના કામમાં પરોવાયેલો રહે છે. જોકે, આવી મિટિંગોમાં ખરેખર શું ચાલતું હોય છે એ સ્ટાફ કરતાં વધારે સારી રીતે ઓફિસનો પ્યૂન જાણતો હોય છે. કંપનીનો ગ્રોથ આગળ વધારવા માટે શું કરી શકાય એ માટેના સ્ટ્રેટેજિક કી-પૉઇન્ટ્સ કરતાં પહેલાં ‘સમોસાં સાથે ગ્રીન ચટણી ટ્રાય કરવા જેવી છે’ ટાઇપનાં સૂચનોને વધુ ગંભીરતાથી સાંભળવામાં આવે છે. તમે માર્ક કરજો, મિટિંગ માટેનું ટેબલ મોટા ભાગે લંબચોરસ કે લંબગોળ હોય છે. એનું કારણ માત્ર એટલું જ કે જો આ ટેબલ ગોળાકાર હોય તો એની ફરતે બેસેલા લોકોમાં બૉસ કોણ છે એની ઝટ ખબર પડતી નથી. ઓફિસ કોઈ પણ હોય, કામ થાય એના કરતાં કામ દેખાય એ જરૂરી માનવામાં આવે છે અને એના માટે જ તો મિટિંગનું આયોજન થાય છે.
    Click here to Read More
    Previous Article
    વિકાસની વાટે:ટેક્નોલોજીની સરહદો અને માણસના આત્માનો સાદ
    Next Article
    હિડન ટ્રુથ:ટાઇમ મશીન વગરની સમયયાત્રા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment