Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં શિક્ષક દિને પાંચ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન:એવોર્ડ આપી કરાયા સન્માનિત, ધારાસભ્ય, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા

    8 hours ago

    શિક્ષક દિનની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શહેરના કોલેજ રોડ પર આવેલા આત્મીય હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 5 શિક્ષકોને એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી સ્થાનિક ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવીને સમારોહની મંગળ શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનારા જિલ્લા કક્ષાના 3 અને તાલુકા કક્ષાના 2 શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ આપીને તેમની શૈક્ષણિક સેવાઓની મુક્ત મને પ્રશંસા કરવામાં આવી હતી. 5 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી નવાજાયા આ ગૌરવપૂર્ણ પ્રસંગે નિરવકુમાર પટેલ, ચંદ્રકાંત પ્રજાપતિ, સંજયકુમાર સુવાગિયા, નમ્રતા બારૈયા અને નશીમા મુન્શીને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ શિક્ષકો દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા અનોખા પ્રયોગો અને નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવવામાં આવી હતી. જિલ્લાના પદાધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા આ સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલ રાજ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબા રાઉલજી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ અશોક બારોટ સહિતના આગેવાનો અને શિક્ષકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પોતાની ફરજ ઈમાનદારીથી નિભાવનારા શિક્ષકોની સરાહના કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં ફૈઝલને 10 મિનિટમાં 107 દંડા મારી બેવડો વાળી દીધો:લિવ-ઇન પાર્ટનરના હત્યારાને પિલ્લરમાં દોરડેથી બાંધીને PI ઉનડકટ તૂટી પડ્યા, ડીજીપી અને સુપ્રીમના આદેશનો ઉલાળિયો
    Next Article
    એકાઉન્ટન્ટ યુવતીને ઇન્સ્ટાગ્રામ રિલ પર ક્લિક કરવું ભારે પડ્યું:પાર્ટટાઇમ જોબની લાલચમાં પોણા અગિયાર લાખ ગુમાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment