Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકાઉન્ટન્ટ યુવતીને ઇન્સ્ટાગ્રામ રિલ પર ક્લિક કરવું ભારે પડ્યું:પાર્ટટાઇમ જોબની લાલચમાં પોણા અગિયાર લાખ ગુમાવ્યા

    9 hours ago

    વડોદરાના હરણી-વારસિયા રિંગ રોડ વિસ્તારમાં રહેતી એકાઉન્ટન્ટ યુવતી સોશિયલ મીડિયા પર પાર્ટટાઇમ કામની લાલચમાં આવી સાયબર ઠગાઈનો ભોગ બની છે. ઠગોએ ટાસ્કના નામે અને કમિશનની લાલચ આપી તબક્કાવાર યુવતી પાસેથી ₹10.41 લાખ પડાવી લીધા હતા. છેતરપિંડીનો અહેસાસ થતાં યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. રિલ જોઈને પાર્ટ ટાઈમ જોબ માટે ક્લિક કર્યું હરણી-વારસિયા રિંગ રોડ સ્થિત દાજી નગર સોસાયટીમાં રહેતી અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતી યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર રિલ જોતી વખતે પાર્ટટાઇમ નોકરીની જાહેરાત પર ક્લિક કર્યું હતું. ત્યારબાદ ઠગોએ વોટ્સએપ મારફતે સંપર્ક કરી ‘Mega Global Network Media Work Platform’ નામે ગૂગલ પર હોટેલોને ફાઇવ-સ્ટાર રિવ્યૂ આપવાનું કામ સોંપ્યું હતું. શરૂઆતમાં નાના ટાસ્ક બદલ ₹6,670 કમિશન પેટે ખાતામાં જમા કરાવીને ગઠિયાઓએ તેનો વિશ્વાસ જીત્યો હતો. ટેલિગ્રામ ગ્રૂપ અને બોગસ વેબસાઇટનો ખેલ વિશ્વાસ કેળવ્યા બાદ યુવતીને ટેલિગ્રામ ગ્રૂપમાં ઉમેરી મોટી રકમના પ્રીપેડ ટાસ્ક આપવામાં આવ્યા હતા. ઠગોએ એક ફેક વેબસાઇટ પર એકાઉન્ટ બનાવી તેમાં ખોટું કમિશન દર્શાવ્યું હતું. ત્યારબાદ 'ટ્રાન્ઝેક્શન ભૂલથી રોકાઈ ગયું હોવાથી એકાઉન્ટ બ્લોક થયું છે' તેવું બહાનું કાઢી, તેને અનબ્લોક કરવા તેમજ ઇન્કમટેક્સ અને ફીના નામે યુવતીના ICICI અને કોટક મહિન્દ્રા બેન્ક ખાતામાંથી 8 અને 9 જુલાઈ દરમિયાન કુલ ₹10,47,781 ટ્રાન્સફર કરાવી લીધા હતા. પૈસાની માગણી કરતા છેતરપિંડીની જાણ થઈ પ્લેટફોર્મની લિન્ક એક્સપાયર થયા બાદ પણ વધુ નાણાંની માંગણી ચાલુ રખાતાં યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. અગાઉ મળેલા ₹6,670 બાદ કરતાં યુવતીએ કુલ ₹10.41 લાખ ગુમાવ્યા હોવાનું સ્પષ્ટ થતાં તેણે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં શિક્ષક દિને પાંચ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન:એવોર્ડ આપી કરાયા સન્માનિત, ધારાસભ્ય, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા
    Next Article
    Ahmedabad Court Bomb Threat | અમદાવાદમાં ફરી બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી | Police | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment