Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં ફૈઝલને 10 મિનિટમાં 107 દંડા મારી બેવડો વાળી દીધો:લિવ-ઇન પાર્ટનરના હત્યારાને પિલ્લરમાં દોરડેથી બાંધીને PI ઉનડકટ તૂટી પડ્યા, ડીજીપી અને સુપ્રીમના આદેશનો ઉલાળિયો

    8 hours ago

    ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતી યુવતીની 3 સપ્ટેમ્બરે ફૈઝલે હત્યા કરી હતી. ત્યારે પોલીસે હત્યારાને ઝડપી લીધો હતો અને આજે(5 ઓગસ્ટ) ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના PI ડી.પી.ઉનડકટે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકીને દોરડાથી બંધાવીને સટોસટ દંડાના 107 ફટકા માર્યા હતાં. નીલમબાગ પોલીસ સ્ટેશનના PI ડી.પી.ઉનડકટને જાણે ગુજરાતના ડીજીપી અને સુપ્રીમ કોર્ટના આદેશ લાગુ જ ન પડતા હોય તે રીતે આરોપીને જાહેરમાં લઈ જઈ ઢોર માર મારતા સવાલો ઉઠ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતના પૂર્વ ઈન્ચાર્જ DGP ડૉ. કે.એલ.એન. રાવે કડક લેખિત આદેશ જાહેર કરી કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા અને આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવો આદેશ જાહેર કર્યો હતો. PI ઉનડકટ સાથે ટેલીફોનિક વાતચીત કરતા કહ્યું હતું કે, આવું કોઈ બીજી મહિલાઓ સાથે ન બને તે માટે જાહેરમાં સર્વિસ કરવામાં આવી હતી. 6 તસવીરમાં જુઓ સટોસટ દંડાના ફટકા લિવ ઈન પાર્ટનરને લાતો મારીને પતાવી દીધી હતી, CCTV ભાવનગરના કુંભારવાડામાં રહેતા 70 વર્ષીય ભાગુબેન બારૈયાની 40 વર્ષીય દીકરી કાજલબેન છેલ્લા આઠ વર્ષથી એસ.ટી. બસ સ્ટેન્ડની ફૂટપાથ પર રહેતા 20 વર્ષીય ફૈઝલ ઉર્ફે ખાટકી રફિકભાઈ લાખાણી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. ગત 3 સપ્ટેમ્બરે બપોરે કાજલબેન પોતાના ઓળખીતા રવિ ઉર્ફે બાડો ગોહેલ સાથે બસ સ્ટેન્ડ પાસે વાતો કરી રહ્યા હતા, ત્યારે જેલમાંથી બહાર આવેલા ફૈઝલે ત્યાં પહોંચીને સંબંધ બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. ઉશ્કેરાયેલા ફૈઝલે રવિ અને કાજલને લાતો મારી ટાઇલ્સ પર પટક્યા હતા તથા કાજલબેનના વાળ પકડીને માથા, ગળા અને મોઢાના ભાગે વારંવાર ટાઇલ્સ પર પટકીને માર માર્યો હતો. કાજલ બેભાન થઈ જતાં ફૈઝલે 108 મારફતે તેમને સર ટી. હોસ્પિટલ પહોંચાડી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ફૈઝલ ઉર્ફે ખાટકી દબોચાયો અને જાહેરમાં પોલીસે સરભરા કરી મૃતકની માતા ભાગુબેન બારૈયાએ આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી સામે દીકરીની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી રફિકભાઈ લાખાણીને ઝડપી લીધો હતો. ત્યારબાદ આજે(5 ઓગસ્ટ) તેને એસ ટી બસ સ્ટેન્ડ ખાતે રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, પોલીસે જાહેરમાં આરોપી ફૈઝલની ઉર્ફ ખાટકીની સરભરા કરી હતી. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરાશે. ડી.કે. બાસુ ગાઇડલાઇન્સ અને સુપ્રીમ કોર્ટના આદેશોનો ભંગ અદાલતોએ વારંવાર દેશભરની પોલીસને યાદ અપાવ્યું છે કે, ધરપકડ કરાયેલા કોઈપણ આરોપીના બંધારણીય અને માનવ અધિકારોનું રક્ષણ થવું અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટની પ્રખ્યાત 'ડી. કે. બાસુ વિરુદ્ધ પશ્ચિમ બંગાળ' કેસની માર્ગદર્શિકા (D.K. Basu Guidelines) મુજબ કસ્ટડીમાં કે જાહેર સ્થળે શારીરિક-માનસિક ત્રાસ આપવો એ ગંભીર કાયદાકીય ગુનો છે. ગુજરાત હાઈકોર્ટે અગાઉ આદેશ આપ્યો છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોતાના તાબેદારો પર નજર રાખવી જોઈએ જેથી સત્તાનો દુરુપયોગ ન થાય. પરંતુ અહીં તો ખુદ આઈપીએસ કક્ષાના અધિકારી જ મોખરે રહીને કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે, જે આગામી દિવસોમાં મોટા કાયદાકીય વિવાદનું કારણ બની શકે છે. આ પણ વાંચો DCP નકુમે આરોપીને વાળ પકડી લાકડીના 25થી વધુ ફટકા માર્યા સુરતના વિવાદિત નાસીરનગર ડિમોલીશનમાં સ્થળ પર હાજર રહી ચર્ચામાં આવેલા અને તાજેતરમાં જ IPS કેડરનું પ્રમોશન મેળવનાર ડીસીપી રાજદીપસિંહ નકુમનો વધુ એક વિવાદ સામે આવ્યો હતો. સુરતના સલાબતપુરા વિસ્તારમાં હત્યાના પ્રયાસ કેસમાં ઝડપાયેલા આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી ડીસીપી નકુમ અને તેમના સ્ટાફે આરોપીઓને જાહેરમાં ફટકાર્યા હતા. ખુદ ડીસીપી નકુમે આરોપીઓના વાળ પકડીને 25થી વધુ લાકડીના ફટકા માર્યા હતા.(સંપૂર્ણ સમાચાર વાંચો) આ પણ વાંચો:ગાંધીનગરમાં જ ગુંડાઓનો ‘વરઘોડો’ કાઢી DGPના નિયમનો ઉલાળિયો
    Click here to Read More
    Previous Article
    નેપાળ પૂરનાં 11મા દિવસે મહિલાને જીવતી બહાર કાઢવામાં આવી:ઘરમાં જ કાટમાળ નીચે દટાયેલી હતી; 1300થી વધુ લોકોનાં મોત, 5000 ગુમ
    Next Article
    ભરૂચમાં શિક્ષક દિને પાંચ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન:એવોર્ડ આપી કરાયા સન્માનિત, ધારાસભ્ય, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment