Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેળામાં મફતમાં રાઈડમાં બેસવા મુદ્દે બબાલ:એક વાર મફતમાં બેઠા બાદ મજા નો આવી કહી બીજી વખત મફતમાં બેઠવું છે, તેમ કહી કર્મચારીને લાફો માર્યો, "ટિકિટ બી કિટ થોડી હોય"

    19 hours ago

    શહેરના જવાહર મેદાન ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાયેલા લોકમેળામાં ટિકિટ લેવા બાબતે અસામાજિક તત્વોએ મિક્સર રાઈડના ટિકિટ કાઉન્ટર પર ફરજ બજાવતા યુવકે વગર ટિકિટે બેસવાની ના પાડતા 6 શખ્સોઓએ ગાળો આપી, લાફા ચોડી દીધા હતા અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી રાઈડમાં રૂ.50 હજારથી વધુનું નુકસાન પહોંચાડ્યું હતું, આ ઘટના અંગે યુવકે ઘોઘા રોડ પોલીસ મથકે 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને મેળામાં મિક્સર રાઈડના ટિકિટ કાઉન્ટર પર નોકરી કરતા તોશીફભાઈ રફીકભાઈ જુનેજા ઉ.વ.27 ગત તા.4/9/26 ના રોજ સાંજે ફરજ પર હતા. રાત્રિના આશરે 10:15 વાગ્યાના સુમારે મોતીતળાવ વિસ્તારનો આદિલ ઉર્ફે તપેલી મહેબૂબભાઈ મલેક તથા મિલિટરી સોસાયટીનો અક્ષયસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ રાઈડ પર આવ્યા હતા., તોશીફભાઈએ ટિકિટ માગતા આદિલે "ટિકિટ બી કિટ થોડી હોય" તેમ કહી બળજબરીથી રાઈડમાં પ્રવેશ કર્યો હતો. એક રાઉન્ડ પૂરો થયા બાદ બંનેએ ફરીથી મફતમાં બેસવાની જિદ્દ કરી હતી. તોશીફભાઈએ ના પાડતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને તોશીફભાઈને એક-એક લાફો મારી દીધો હતો. આ દરમિયાન આદિલે તેના નેફામાંથી છરી કાઢી "નહીં જવા દે તો હમણાં મારી નાખીશ" તેવી ધમકી આપી હતી. ત્યારબાદ અક્ષયસિંહે સાદ પાડી તેના સાથીદારો રવિરાજસિંહ અને નરેશને બોલાવી લીધા હતા. તેમની સાથે કુંભારવાડાનો ભૂરો ઉર્ફે 51-52 અને કાળું ટી-શર્ટ પહેરેલો એક અજાણ્યો શખ્સ પણ જોડાયો હતો., આ તમામ શખ્સોએ એકસંપ થઈ રાઈડમાં ગોઠવેલી ઈલેક્ટ્રિક ટ્યુબલાઈટો ખેંચીને તોડી નાખી હતી. આદિલે છરી વડે મિક્સર રાઈડની ફાઈબર શીટમાં ઘા મારી નુકસાન પહોંચાડ્યું હતું., આ ટોળાએ આશરે 60 જેટલી ટ્યુબલાઈટો, 2 મરક્યુરી લાઈટો અને ડિસ્પ્લે લાઈટની તોડફોડ કરી આશરે રૂ.50 હજારનું નુકસાન કર્યું હતું., આ બનાવના કારણે મેળામાં દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. બનાવ અંગે તોશીફભાઈએ રાઈડના શેઠ આશિષભાઈને ફોન કરતા તેઓ તુરંત દોડી આવ્યા હતા, શોર્ટ સર્કિટ ન થાય તે માટે તેમણે રાઈડનો પાવર સપ્લાય બંધ કરાવી દીધો હતો, આ દરમિયાન ઘટનાસ્થળે પોલીસ પણ આવી પહોંચી હતી. આ દોડધામ અને અફરાતફરી દરમિયાન તોશીફભાઈ પાસે રહેલા ટિકિટના વેચાણના આશરે રૂ.7500 પડી જઈ ગુમ થઈ ગયા હતા., આ અંગે તોશીફ જુનેજાએ આદિલ ઉર્ફે તપેલી, અક્ષયસિંહ ગોહિલ, રવિરાજસિંહ, નરેશ, ભૂરો ઉર્ફે 51-52 તથા અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઓઢવમાં જન્માષ્ટમીના ફાળા મુદ્દે બે જૂથ વચ્ચે ધીંગાણું:સામસામે લાકડાના દંડા અને ચપ્પુના ઘા માર્યા, 8 સામે ગુનો નોંધી ચારની અટકાયત
    Next Article
    જન્માષ્ટમીએ દ્વારકા દર્શન કરી જતાં યુવકોને અકસ્માત:ઓખા મઢી ટોલનાકા પાસે ઊભેલી કારમાં બાઈક ઘૂસ્યું, 2ની હાલત ગંભીર, હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment