Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામોલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને બચકાં ભર્યા:કચરો ફેંકવા ઝાંપાની બહાર નીકળતા જ પેટડોગનો હુમલો, ચાર મહિના પહેલા પણ હુમલો કર્યો'તો

    23 hours ago

    અમદાવાદમાં ફરી એકવાર પેટડોગ જર્મન શેફર્ડે મહિલાને બચકું ભર્યા છે. જેમાં રામોલમાં મહિલા ઘરમાં કચરો વાળીને ઝાંપાની બહાર ફેંકવા નીકળતા જ પાડોશીના પેટડોગે મહિલાને બચકું ભરીને ઇજાઓ પોહચાડી હતી. આ અંગે મહિલાએ શ્વાન માલિક સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે. ચાર મહિના પહેલા પણ હુમલો કર્યો હતો વસ્ત્રાલમાં હરભોળાપાર્ક વિભાગ 2માં 54 વર્ષીય કપીલાબેન પ્રજાપતિ પરિવાર સાથે રહે છે. ગત 4 સપ્ટેમ્બરે સાંજના સમયે કપિલાબેન ઘરમાં કચરો વાળીને બહાર ફેંકવા ઝાંપાની બહાર નીકળતા જ પાડોશી ધર્મિષ્ઠાબેન પ્રજાપતિનું પેટડોગ જર્મન શેફર્ડ કપિલાબેન પાસે આવીને હાથમાં બચકું ભરીને જતું રહ્યું હતું. આટલું ન નહિ ચાર મહિના પહેલા પણ આ શ્વાને મહિલા પર હુમલો કરીને ઇજાઓ કરી હતી. પેટડોગ માલિક સામે ફરિયાદ નોંધાઈ તેમ છતાં શ્વાન માલિકે કોઈ સુરક્ષા કે તકેદારી રાખ્યા વગર ઝાંપો ખુલ્લો રાખીને લોકોના જીવને જોખમમાં મુક્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત કપિલાબેનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે કપિલાબેને શ્વાન માલિક ધર્મિષ્ઠાબેન સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ભુજમાં કોપર વાયર-પ્લેટોનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો:LCBએ ₹1.95 લાખના મુદ્દામાલ સાથે બેને પકડ્યા, વધુ તપાસ શરૂ
    Next Article
    પદ્મનાભ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી:જન્મોત્સવ અને પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment