Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પદ્મનાભ મંદિરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભક્તિમય ઉજવણી:જન્મોત્સવ અને પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમ યોજાયો, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

    1 day ago

    જન્માષ્ટમીના પાવન પ્રસંગે પદ્મનાભ મંદિર પરિસરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ અને પરંપરાગત મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.આ ધાર્મિક કાર્યક્રમના યજમાન તરીકે જલ્પાબેન નિરવભાઈ પ્રજાપતિ પરિવારે સેવા આપી હતી. આ પરિવારે તેમના પુત્ર અથર્વનો જન્મદિવસ પણ જન્માષ્ટમીના પવિત્ર દિવસે આનંદભેર ઉજવ્યો હતો. જન્મોત્સવ પ્રસંગે ભગવાન શ્રી પદ્મનાભજી અને શ્રીકૃષ્ણ ભગવાનની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ નંદલાલાને પારણે ઝુલાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ ભક્તિભાવપૂર્વક દર્શન કરી 'નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી' ના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસરને કૃષ્ણમય બનાવી દીધું હતું. જન્માષ્ટમી પર્વને ધ્યાનમાં રાખીને મંદિર પરિસરને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. રંગબેરંગી સજાવટ અને ધાર્મિક વાતાવરણ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આ સમગ્ર ધાર્મિક ઉત્સવને સફળ બનાવવા માટે મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામી, પૂજારી કમલેશભાઈ પ્રજાપતિ સહિતના સેવકોએ મહેનત કરી હતી. આખો કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને આનંદના માહોલમાં પૂરો થયો હતો.
    Click here to Read More
    Previous Article
    રામોલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને બચકાં ભર્યા:કચરો ફેંકવા ઝાંપાની બહાર નીકળતા જ પેટડોગનો હુમલો, ચાર મહિના પહેલા પણ હુમલો કર્યો'તો
    Next Article
    કાનુડાની બાળ લીલાઓમાં છુપાયેલા છે જીવનના ગૂઢ પાઠ:પૂતના, તૃણાવર્ત અને બકાસુર જેવા અસુરોના વધની કથામાંથી શીખો લાઇફ મેનેજમેન્ટના સૂત્રો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment