Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં કોપર વાયર-પ્લેટોનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો:LCBએ ₹1.95 લાખના મુદ્દામાલ સાથે બેને પકડ્યા, વધુ તપાસ શરૂ

    22 hours ago

    ભુજ શહેરમાં કોપર વાયર અને કોપરની પ્લેટોનો આધાર પુરાવા વિનાનો જથ્થો લઈ જતાં બે લોકોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ પકડ્યા છે. બી-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીમાં પોલીસે કોપર વાયર, કોપરની પ્લેટો, મોબાઈલ ફોન અને બોલેરો પીકઅપ સહિત કુલ ₹1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, પશ્ચિમ કચ્છ વિસ્તારમાં ચોરીના માલસામાનની હેરાફેરી અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન મળેલી બાતમીના આધારે બી-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શંકાસ્પદ રીતે જતી મહિન્દ્રા બોલેરો પીકઅપ ગાડીને રોકીને તપાસ કરવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા અંદરથી કોપર વાયર અને કોપરની પ્લેટો મળી આવતા પોલીસને આશ્ચર્ય થયું હતું. પોલીસે જથ્થા અંગે જરૂરી આધાર-પુરાવા માગતા ગાડીમાં સવાર લોકો યોગ્ય પુરાવા આપી શક્યા નહીં. જેથી પોલીસે બંનેને પકડીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં આશરે 80 કિલોગ્રામ કોપર વાયર, જેની અંદાજિત કિંમત ₹40 હજાર છે, અને 14 નંગ કોપરની પ્લેટો, જેની કિંમત આશરે ₹70 હજાર છે, તે જાણવા મળ્યું છે. આ ઉપરાંત, ₹5 હજારની કિંમતનો મોબાઈલ ફોન અને ₹80 હજારની કિંમતની GJ-12-BZ-1038 નંબરની મહિન્દ્રા બોલેરો પીકઅપ પણ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં સધુરાઇ વિસ્તાર, માનકુવા ખાતે રહેતા સાજીદ હયાતખાન બલોચ અને સીમરીવાંઢના હસન જુસબ સમાને પકડવામાં આવ્યા છે. આ પ્રકરણમાં સંડોવાયેલા હકીમ ભીલાલ સમા અને રજાક ઇસ્માઇલ સમા હાલ ફરાર હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે. પોલીસે જપ્ત કરાયેલા કોપરના જથ્થાનો સ્ત્રોત, તે ક્યાંથી મેળવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. વધુમાં, આ જથ્થો કોઈ ચોરીના ગુનામાંથી મેળવાયો છે કે નહીં તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં હિંદુ સેનાએ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી:માધવરાયજી મંદિરે મટકી ફોડીને નંદમહોત્સવ મનાવ્યો
    Next Article
    રામોલમાં જર્મન શેફર્ડે પાડોશી મહિલાને બચકાં ભર્યા:કચરો ફેંકવા ઝાંપાની બહાર નીકળતા જ પેટડોગનો હુમલો, ચાર મહિના પહેલા પણ હુમલો કર્યો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment