Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં હિંદુ સેનાએ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી:માધવરાયજી મંદિરે મટકી ફોડીને નંદમહોત્સવ મનાવ્યો

    22 hours ago

    જામનગરમાં હિંદુ સેના દ્વારા જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખંભાળિયા નાકા બહાર આવેલા પ્રાચીન માધવરાયજી મંદિરે આ ઉજવણી થઈ હતી. ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે વિશેષ શણગાર દર્શન બાદ મટકી ફોડીને નંદમહોત્સવ મનાવવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના દિવસે પરંપરાગત મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને લઈને બાળકો, યુવાનો અને વડીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિરમાં સવારથી રાત સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો થયા હતા. જેમાં છાના દર્શન, તિલક આરતી, સત્સંગ અને ભજન-કીર્તનનો સમાવેશ થાય છે. આ પ્રસંગે હિંદુ સેનાના સભ્યો સહિત મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. ભગવાન કૃષ્ણના દર્શન અને મટકી ફોડના અવસરે ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. નંદમહોત્સવ દરમિયાન સમગ્ર મંદિર પરિસર ભગવાન કૃષ્ણના જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાઈડ્સે લોકોને ઘેલા કર્યાં, જુઓ રાજકોટ લોકમેળાનાં ત્રીજા દિવસનો નજારો:જન્માષ્ટમીએ પગ મુકવાની જગ્યા નહીં, મહિલાની તબિયત લથડી; 3 દિવસમાં 7.40 લાખ લોકોએ મેળાની મજા માણી
    Next Article
    ભુજમાં કોપર વાયર-પ્લેટોનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો:LCBએ ₹1.95 લાખના મુદ્દામાલ સાથે બેને પકડ્યા, વધુ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment