Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના રામજી મંદિરમાં જન્માષ્ટમી પર સત્યનારાયણ કથા:જન્મોત્સવ અને મટકી ફોડ પણ યોજાયા, ભક્તોએ દર્શનનો લાભ લીધો

    7 hours ago

    પાટણ શહેરના ઝીણીપોળ વિસ્તારમાં આવેલા રામજી મંદિરમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. નગરજનોએ પોતાની શ્રદ્ધા અને ભક્તિ પ્રગટ કરી હતી. આ પ્રસંગે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું. કથાના યજમાન તરીકે પ્રતીક ધર્મેન્દ્રભાઈ અને તેમના પત્ની પાયલબેન પ્રતીકભાઈએ લાભ લીધો હતો. રાત્રિના સમયે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. બાળ કૃષ્ણનું પારણું ઝુલાવીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ મંદિર પરિસરમાં બાળકો દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. આ વિસ્તારના ધર્મપ્રેમી રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન-પ્રસાદનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણની નવજીવન સોસાયટીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી:સોસાયટીની મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી, રાત્રે મટકીફોડ કાર્યક્રમ યોજાયો
    Next Article
    પાંડેસરામાં બનેવીએ સાળાની બાઇક સળગાવી દીધી, CCTV:2 વર્ષ પહેલાં થયેલા લગ્નની અદાવત રાખી બદલો લીધો, હથિયાર સાથેનો ફોટો વાઇરલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment