Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંડેસરામાં બનેવીએ સાળાની બાઇક સળગાવી દીધી, CCTV:2 વર્ષ પહેલાં થયેલા લગ્નની અદાવત રાખી બદલો લીધો, હથિયાર સાથેનો ફોટો વાઇરલ

    7 hours ago

    સુરતના પાંડેસરામાં જૂના પારિવારિક વિવાદ અને પ્રેમલગ્નની અદાવત રાખીને એક બનેવીએ સાળાની બાઇક સળગાવી દેવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેમાં આરોપી મોડી રાત્રે બાઇકને આગ ચાંપતો જોવા મળે છે. એટલું જ નહીં, ઘટના બાદ આરોપીનો બે ધારદાર હથિયારો સાથેનો એક ફોટો પણ સામે આવ્યો છે. આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે આગ લગાવીને રફૂચક્કર, CCTV ફૂટેજ જોતાં જ પરિવાર ચોંક્યો પાંડેસરામાં આવેલી મોહન સોસાયટી વિભાગ 2ના પ્લોટ નંબર 8માં રહેતા 25 વર્ષીય ધીરજ મુક્તારસિંગ મૂળ બિહારના વતની છે. ગત 31 ઓગસ્ટે રાત્રે આશરે 1:30 વાગ્યે તેમના ઘર પાસે પાર્ક કરેલી બાઇક સળગાવી દેવામાં આવી હતી. આગની જાણ થતાં પરિવારે તપાસ કરી અને ઘરની આસપાસના CCTV ફૂટેજ ચકાસ્યા ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. બાઇકને આગ લગાવનાર કોઈ અજાણ્યો શખ્સ નહીં, પરંતુ ધીરજના સગા બનેવી મહાવીર વિજય મણી દુબે હોવાનું જોવા મળ્યું હતું. 2 વર્ષ પહેલાં થયેલા લગ્નની અદાવત રાખી બદલો લીધો આ હુમલા પાછળ પારિવારિક અદાવત હોવાનું સામે આવ્યું છે. આરોપી મહાવીરના લગ્ન ધીરજની નાની બહેન સાથે થયા છે. આશરે 2 વર્ષ પહેલાં ફરિયાદીના નાના ભાઈએ આરોપીની ભાણેજ સાથે લગ્ન કર્યા હતા. જોકે ભાણેજના માતા-પિતા આ લગ્ન માટે તૈયાર હતા, પરંતુ આરોપી મહાવીરને આ સંબંધ શરૂઆતથી જ પસંદ નહોતો. આ વાતની જૂની અદાવત મનમાં રાખીને તેણે 2 વર્ષ પછી બદલો લેવાના ઇરાદે સાળાની બાઇક સળગાવી દીધી હતી. 'તારા ભાઈને ધમકાવવા બાઇક સળગાવી' બાઇક સળગાવ્યા બાદ ફરિયાદીએ જ્યારે મહાવીરને ફોન કરીને આ બાબતે પૂછપરછ કરી ત્યારે આરોપીએ ખુલ્લેઆમ કબૂલાત કરતાં જણાવ્યું હતું કે, 'તારા ભાઈને ધમકી આપવા અને ડરાવવા માટે મેં આ બાઇક સળગાવી છે.' ઘટનાસ્થળે ફરિયાદીની બાઇક સાથે તેના ભાઈની બાઇક પણ પાર્ક કરેલી હતી. હાલ પાંડેસરા પોલીસ સીસીટીવી ફૂટેજ અને આરોપીના વાઇરલ થયેલા હથિયારવાળા ફોટાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણના રામજી મંદિરમાં જન્માષ્ટમી પર સત્યનારાયણ કથા:જન્મોત્સવ અને મટકી ફોડ પણ યોજાયા, ભક્તોએ દર્શનનો લાભ લીધો
    Next Article
    પાટણના છીડિયા ચોકમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાઈ:મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી, રાત્રે મટકીફોડ કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment