Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણના છીડિયા ચોકમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરાઈ:મહિલાઓએ ગરબાની રમઝટ બોલાવી, રાત્રે મટકીફોડ કાર્યક્રમ યોજાયો

    8 hours ago

    પાટણ શહેરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જન્માષ્ટમી પર્વની ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ કૃષ્ણ મંદિરોમાં ધાર્મિક ઉત્સવો યોજાયા હતા. છીડિયા ચોક વિસ્તારમાં સ્થાનિક લોકોએ રાસ-ગરબા અને મટકીફોડ જેવા કાર્યક્રમો કર્યા હતા. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શહેરના તમામ કૃષ્ણ મંદિરોને રોશની અને શણગારથી સજાવવામાં આવ્યા હતા. છીડિયા ચોક ખાતે સ્થાનિક રહીશો દ્વારા ખાસ ઉજવણીનું આયોજન કરાયું હતું. અહીં કાનુડાની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મહિલાઓએ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવી હતી. ગરબાના તાલે ઝૂમીને મહિલાઓએ ઉત્સાહભેર પર્વની ઉજવણી કરી હતી. રાત્રિના સમયે મટકીફોડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મટકીફોડ જોવા અને તેમાં ભાગ લેવા માટે છીડિયા ચોક વિસ્તારના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. સમગ્ર છીડિયા ચોક વિસ્તાર કૃષ્ણમય બન્યો હતો અને લોકોએ ઉત્સાહપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાંડેસરામાં બનેવીએ સાળાની બાઇક સળગાવી દીધી, CCTV:2 વર્ષ પહેલાં થયેલા લગ્નની અદાવત રાખી બદલો લીધો, હથિયાર સાથેનો ફોટો વાઇરલ
    Next Article
    Sabalenka Interrupts US Open Match Over Marijuana Smell In Bizarre Incident

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment