Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના શિક્ષક કેવલ મહેતાનો નવતર પ્રયોગ આફ્રિકા પહોંચ્યો:'શિક્ષાસ્ટોરીઝ' દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખ મળી; આફ્રિકામાં પર્યાવરણ અને સર્જનાત્મક શિક્ષણ અંગે અનુભવોની આપ-લે

    1 day ago

    અમરેલીના શિક્ષક કેવલ મહેતા છેલ્લા 11 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે નવીનતા લાવવા અને વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે સતત કાર્યરત છે. તેમનો આ પ્રેરણાદાયી પ્રયાસ હવે દેશની સરહદો પાર કરીને આફ્રિકાની શાળાઓ સુધી પહોંચ્યો છે. તેઓ ગ્રામ્ય વિસ્તારના બાળકોમાં છુપાયેલી પ્રતિભાને વૈશ્વિક ઓળખ અપાવવાના હેતુથી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે. 'શિક્ષાસ્ટોરીઝ' દ્વારા મેળવી ડિજિટલ ઓળખ કેવલ મહેતાએ ગામડાની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અવનવા પ્રયોગો અને સર્જનાત્મક કાર્યોને લોકો સુધી પહોંચાડવા માટે 'શિક્ષાસ્ટોરીઝ' નામનું ડિજિટલ માધ્યમ શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર વીડિયો અને રીલ્સ દ્વારા શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા પાયાના કાર્યોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે. હેલ્મેટના વિશેષ વિચારથી લઈને વિમાન ઉડાડવાના સપના જોતી દીકરીઓની વાર્તાઓ આ પ્લેટફોર્મ દ્વારા લાખો લોકો સુધી પહોંચી રહી છે. આફ્રિકાના યુગાન્ડામાં શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કર્યો કેવલ મહેતાએ તાજેતરમાં આફ્રિકાના યુગાન્ડાની શાળાઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાત લઈને ત્યાંની શિક્ષણ પદ્ધતિનો ગહન અભ્યાસ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે ભારતીય શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીઓની સર્જનાત્મક પ્રવૃત્તિઓની માહિતી આપી હતી, જ્યારે આફ્રિકાની શાળાઓમાં અપનાવવામાં આવતી જીવનકૌશલ્ય આધારિત શિક્ષણ પદ્ધતિ અંગેના અનુભવોની આપ-લે કરી હતી. પર્યાવરણ અને વિચારસ્પર્ધાનું આયોજન કર્યું આફ્રિકામાં મહેતા ગ્રુપની શતાબ્દી ઉજવણી નિમિત્તે વિશ્વ પર્યાવરણ દિવસે સ્થાનિક શાળાઓના 100 બાળકો પાસે પર્યાવરણ જાગૃતિ માટે 100 સંકલ્પો લેવડાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાયેલા બાળકો માટે વિચારસ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની આસપાસની સમસ્યાઓના નવતર ઉકેલો રજૂ કર્યા હતા. ડૉ. કલામના વિચારોનો પ્રસાર અને શિક્ષક દિન કેવલ મહેતા પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના વિચારોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે છેલ્લા 12 વર્ષથી શૈક્ષણિક કાર્યક્રમો યોજી રહ્યા છે. 5 સપ્ટેમ્બરના રોજ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિને ઉજવાતા શિક્ષક દિન પ્રસંગે અમરેલીના આ શિક્ષકની સફર શિક્ષણ ક્ષેત્રે કાર્યરત તમામ લોકો માટે પ્રેરણાદાયી બની રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભડીયાદમાં જાહેરમાં જુગાર રમતાં શખસો વચ્ચે મારામારી, વીડિયો:પત્તા રમવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચ્યો; 5ને હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    જામનગરમાં જન્માષ્ટમીએ બજરંગ મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ:9 નાની મટકી બાળકોએ અને 1 મોટી મટકી યુવાનોએ ફોડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment