Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભડીયાદમાં જાહેરમાં જુગાર રમતાં શખસો વચ્ચે મારામારી, વીડિયો:પત્તા રમવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચ્યો; 5ને હોસ્પિટલ ખસેડાયા

    1 day ago

    મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી થઈ હતી. આ ઘટનામાં બંને પક્ષના કુલ પાંચ લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ભડીયાદ ગામના ઢોરો વિસ્તારમાં જાહેરમાં મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ, આ મારામારીમાં પ્રકાશ કેસુભાઈ ઝીંઝવાડીયા (23), મહેશ કેશુભાઈ ઝીંઝવાડીયા (32), અરવિંદ અજજુભાઈ સોમાણી (34), મયુર ચતુરભાઈ સોમાણી (29) અને પ્રવીણ ભુપતભાઈ મહાલીયા (27) નામના પાંચ યુવાનોને ઈજા થઈ હતી. સ્થળ પર હાજર લોકો પાસેથી મળેલી માહિતી અનુસાર, ભડીયાદ ગામે કેટલાક લોકો પત્તા રમી રહ્યા હતા. આ દરમિયાન કોઈ કારણસર તેમની વચ્ચે બોલાચાલી થઈ અને પછી ઝઘડો મારામારીમાં પરિણમ્યો હતો. આ ઘટનામાં પાંચ યુવાનોને ઈજા થઈ છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી:‘નંદ ઘેર આનંદ ભયો...’ના નાદથી ગુંજી ઉઠ્યું શહેર
    Next Article
    અમરેલીના શિક્ષક કેવલ મહેતાનો નવતર પ્રયોગ આફ્રિકા પહોંચ્યો:'શિક્ષાસ્ટોરીઝ' દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખ મળી; આફ્રિકામાં પર્યાવરણ અને સર્જનાત્મક શિક્ષણ અંગે અનુભવોની આપ-લે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment