Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉચ્છલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ:સ્થળાંતરિત બાળકોને શિક્ષણ સાથે જોડવા અનોખી પહેલ

    9 hours ago

    તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાની જૂની કાચલી પ્રાથમિક શાળામાં શિક્ષણ અને પર્યાવરણને જોડતી એક પહેલ શરૂ થઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત અહીં 'બાલતરુ વૃક્ષારોપણ કાર્યક્રમ-2026'નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થળાંતર કરતા પરિવારોના બાળકોને શિક્ષણ સાથે જોડી રાખવાનો અને તેમને સ્વાવલંબી બનાવવાનો છે. રાજ્યના રમત-ગમત, ઉદ્યોગ અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની પ્રેરણા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. વર્ષાબેન વસાવાના માર્ગદર્શન હેઠળ આ પહેલ હાથ ધરાઈ છે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદભાઈ ગામીતના સંકલનથી શાળાના તમામ વિદ્યાર્થીઓ, શાળા સંચાલન સમિતિ (SMC) ના સભ્યો અને શિક્ષકોને વ્યક્તિગત રીતે લીંબુના રોપાનું વિતરણ કરવામાં આવ્યું. જૂની કાચલી ગામ 90 ટકા આદિમ જૂથની વસ્તી ધરાવે છે. અગાઉ, રોજગારી માટે થતા સ્થળાંતરને કારણે બાળકોનું શિક્ષણ અધવચ્ચે અટકી જતું હતું. હવે, વિદ્યાર્થીઓને ઘરે લીંબુના રોપા આપી, તેના ઉછેર અને સંવર્ધનની જવાબદારી સોંપાઈ છે. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં વૃક્ષ પ્રેમના સંસ્કારો રોપાશે અને ભવિષ્યમાં આ રોપા પરિવારની આવકનું સાધન પણ બનશે. આ પ્રયાસથી વિદ્યાર્થીઓનું શાળા સાથેનું જોડાણ મજબૂત બનશે અને તેમની હાજરીમાં સુધારો આવશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ ઢોડીયા અને 'ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ'ના ચેરમેન યોગેશ ગામીતે વિદ્યાર્થીઓને નોટબુક તથા વિવિધ ફળાઉ અને છાયાદાર વૃક્ષોના રોપાનું વિતરણ કર્યું. અરવિંદભાઈ ગામીતે જણાવ્યું કે, આ અભિયાન માત્ર પર્યાવરણ જતન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે 'ધરતી આબા જનજાતીય ગૌરવ અભિયાન' સાથે પણ જોડાયેલું છે. કાર્યક્રમના અંતે ગ્રામજનોએ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વૃક્ષોના જતનનો સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 5 વર્ષીય માસૂમને માતા-પિતાએ જ તરછોડ્યો:પહેલા ચોપાટીએ લઈ જઈ રઝળતો મૂક્યો પછી પો.સ્ટેશને ગુમ થયાની ખોટી વાર્તા ઘડી; તપાસમાં દંપતીનો ખેલ ખુલ્લો પડ્યો
    Next Article
    વિદ્યાર્થિનીનું એડમિશન રદ કરવા મામલે સુરેન્દ્રનગરની આયુર્વેદ કોલેજની મનમાની:ટ્રસ્ટીએ કહ્યું- 9 સેમેસ્ટરની 25 લાખ ફી ભરવી પડશે, વાલીએ કહ્યું- રૂપિયા આપવા એના કરતા જીવ દેવો સારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment