Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થિનીનું એડમિશન રદ કરવા મામલે સુરેન્દ્રનગરની આયુર્વેદ કોલેજની મનમાની:ટ્રસ્ટીએ કહ્યું- 9 સેમેસ્ટરની 25 લાખ ફી ભરવી પડશે, વાલીએ કહ્યું- રૂપિયા આપવા એના કરતા જીવ દેવો સારો

    9 hours ago

    ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વઘાડા ગામે આવેલી સિદ્ધેશ્વર હનુમાન આયુર્વેદ કોલેજની મનમાની સામે આવી છે. કોલેજમાં ગત વર્ષે એડમિશન મેળવનાર એક વિદ્યાર્થિનીનું એડમિશન રદ કરાવી ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત મેળવવા માટે કોલેજના ટ્રસ્ટી દ્વારા તમામ 9 સેમેસ્ટરની પૂરી ₹25 લાખની ફી માંગવામાં આવી રહી છે. રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા, શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં ન્યાય ન મળતા આજે 18 જુલાઈના રોજ પીડિત વાલીએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. 'દીકરીના ભવિષ્ય માટે જમીન વેચવા પણ તૈયાર': વાલી વિદ્યાર્થિની પ્રિશા ઘેટીયાના માતા તૃપ્તિબેન ઘેટીયાએ રડતી આંખે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે: ગત 8 ઓક્ટોબર, 2025ના રોજ મેરીટમાં ટકવા માટે ભૂલથી આ કોલેજમાં એડમિશન લેવાઈ ગયું હતું અને ₹2.5 લાખ ફી સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી દીધા હતા. વાલીને આશા હતી કે આગળના રાઉન્ડમાં ફી અને એડમિશન ટ્રાન્સફર થઈ જશે, પરંતુ ત્રીજા રાઉન્ડ બાદ એડમિશન કમિટીએ બે દિવસ મોડા પડ્યા હોવાનું કહી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી દીધી હતી. જો ₹25 લાખ આપવાના હોય તો એના કરતાં જીવ દેવો સારો પરિવાર પાસે માત્ર 10 વીઘા જમીન અને એક નાની દુકાન છે. માતાએ જણાવ્યું કે, 'અમે મિડલ ક્લાસ લોકો છીએ, ઓરિજિનલ ડોક્યુમેન્ટ મેળવવા માટે જો ₹25 લાખ આપવાના હોય તો એના કરતાં જીવ દેવો સારો. જો દીકરીનું ભવિષ્ય સુધરતું હોય તો અમે જમીન વેચવા પણ તૈયાર છીએ, પણ કોલેજ વાળા ફસાવી રહ્યા છે.' પરિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સુધી રજૂઆતો કરી છે. નેતાઓએ પ્રયાસો કર્યા પણ ટ્રસ્ટી કોઈનું સાંભળવા તૈયાર નથી. નેતાઓએ પણ વાલીને કોલેજમાં જઈને સેટિંગ કરી લેવા સલાહ આપી હતી. ટ્રસ્ટીની વાલીઓ સાથે સોદાબાજી કોલેજના ટ્રસ્ટી પ્રિયાંક વ્યાસ દ્વારા ફી બાબતે સતત આંકડા બદલીને દબાણ લાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ વાલીએ કર્યો છે. શરૂઆતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધી કોલેજના 8 રાઉન્ડ બહાર પડ્યા છતાં સીટ ખાલી રહેવાના બહાને પૂરી ફી માંગી. બાદમાં થોડી નરમ વલણ બતાવી દોઢ વર્ષનું માસ્ટર સમજીને ₹5 લાખ આપી દેવા જણાવ્યું હતું. વાલી જ્યારે રૂબરૂ મળવા ગયા ત્યારે ટ્રસ્ટીએ અગાઉની વાત નકારી કાઢી અને ડોક્યુમેન્ટ માટે વધારાના ₹7.50 લાખની માંગણી કરી હતી. 'નિયમ મુજબ પૂરા ₹25 લાખ ભરવા જ પડશે': ટ્રસ્ટી પ્રિયાંક વ્યાસ આ સમગ્ર વિવાદ અંગે સિદ્ધેશ્વર હનુમાન કોલેજના ટ્રસ્ટી પ્રિયાંક વ્યાસે છડેચોક જણાવ્યું હતું કે, સરકારના નિયમો અનુસાર એક વખત એડમિશન લીધા બાદ તે રદ કરાવી શકાતું નથી, કારણ કે તેનાથી કોલેજની સીટ ખાલી રહી જાય છે. જો વિદ્યાર્થિની પ્રિશા ઘેટીયાને પોતાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ પરત જોઈતા હોય, તો તેણે તમામ 9 સેમેસ્ટરની પૂરી ₹25 લાખ ફી ભરવી જ પડશે. બીજી તરફ, આ કોલેજ જેની સાથે જોડાયેલી છે તે જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર એચ.પી. ઝાલાનો આ અંગે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. ઘટનાક્રમ
    Click here to Read More
    Previous Article
    ઉચ્છલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ:સ્થળાંતરિત બાળકોને શિક્ષણ સાથે જોડવા અનોખી પહેલ
    Next Article
    'ये Government Hospital चालू होता तो लाखों लोगों की जान बच जाती..' |Kanpur Uttar Pradesh|

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment