Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં જન્માષ્ટમીએ બજરંગ મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ:9 નાની મટકી બાળકોએ અને 1 મોટી મટકી યુવાનોએ ફોડી

    1 day ago

    જામનગરમાં બજરંગ મિત્ર મંડળે જન્માષ્ટમીના પવિત્ર તહેવારની ઉજવણી કરી હતી. આ ઉજવણી ભાટની આંબલી, તળાવ ફળી વિસ્તારમાં આવેલા પ્રખ્યાત હનુમાનજી મંદિર પાસે થઈ હતી. ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે યોજાયેલા આ નંદમહોત્સવમાં મટકી ફોડ કાર્યક્રમ ખાસ આકર્ષણ બન્યો હતો. બજરંગ મિત્ર મંડળે કુલ 10 મટકી ફોડવાનો કાર્યક્રમ રાખ્યો હતો. તેમાંથી 9 નાની મટકીઓ કૃષ્ણ બનેલા બાળકોએ ફોડી હતી. જ્યારે 1 મોટી મટકી મંડળના યુવાનોએ ફોડી હતી. બજરંગ મિત્ર મંડળ છેલ્લા 7 વર્ષથી જન્માષ્ટમીના દિવસે પરંપરાગત રીતે મટકી ફોડ કાર્યક્રમ કરીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવે છે. આ વર્ષે પણ બાળકો અને યુવાનોમાં મટકી ફોડ કાર્યક્રમ માટે ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં બજરંગ મિત્ર મંડળના સભ્યો પોતાના પરિવાર સાથે હાજર રહ્યા હતા. આસપાસના વિસ્તારના ઘણા લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. મટકી ફોડ કાર્યક્રમ વખતે ભક્તિ અને ઉત્સાહનો માહોલ હતો. આ રીતે નંદમહોત્સવ દરમિયાન આખો વિસ્તાર ભગવાન કૃષ્ણના જયઘોષ અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના શિક્ષક કેવલ મહેતાનો નવતર પ્રયોગ આફ્રિકા પહોંચ્યો:'શિક્ષાસ્ટોરીઝ' દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખ મળી; આફ્રિકામાં પર્યાવરણ અને સર્જનાત્મક શિક્ષણ અંગે અનુભવોની આપ-લે
    Next Article
    વુમન્સ એશિયા કપમાં આજે ભારત Vs પાકિસ્તાન:ભારતે 14 મેચમાં પાકિસ્તાનને હરાવ્યું; હરમનપ્રીત 150મી મેચમાં કેપ્ટનશીપ કરનાર પ્રથમ ક્રિકેટર બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment