Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોઘારાવ મહારાજના જીવનચરિત્ર પર ભજન સંધ્યા યોજાઈ:ભરૂચના કોઠી વાલ્મીકિ વાસ ખાતે ભક્તિમય માહોલમાં આયોજન કરાયું

    12 hours ago

    ભરૂચના કોઠી વાલ્મિકી વાસ ખાતે શ્રી ઘોઘારાવ મહારાજના જીવનચરિત્ર પર આધારિત ભજન સંધ્યાનું ભક્તિમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. ધર્મેશ સોલંકી સહિતના આયોજકો દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુરતના જાણીતા સૂફી ગાયક રાજા સૂફી, પીગ્નેશ સુરતી અને તેમના ગ્રુપે ભજન તથા સૂફી સંગીત રજૂ કર્યું હતું. તેમણે શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા. ઘોઘારાવ મહારાજના જીવન અને તેમના સંદેશને સંગીતમય રીતે રજૂ કરાતા વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, વાલ્મિકી સમાજના ઘોઘારાવ મંદિરના પૂજારી જયકુમાર, સ્થાનિક નગરસેવક ગણેશ કાયસ્થ, ચિરાગ મહારાજ, વોર્ડ નં. 3ના કાઉન્સિલર વિજય મકવાણા અને નવનિયુક્ત ભરૂચ શહેર ભાજપ માઇનોરિટી સેલના મહામંત્રી સાજીદ શેખ (નવાબ) સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ આ ભજન સંધ્યાનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    બાળકીને રમવા બાબતે ઠપકો આપતાં યુવકના હાથ-પગ ભાંગી નાખ્યા:બેફામ ગાળો ભાંડીને લોખંડની પાઇપો લઈને તૂ઼ટી પડ્યો, મહેસાણાના લાખવડનો બનાવ
    Next Article
    સુરેન્દ્રનગરના વિરાસત લોકમેળાના રાત્રિના ડ્રોન દ્રશ્યો આવ્યા સામે:મેળામાં ઉમટ્યું અભૂતપૂર્વ માનવ મહેરામણ; 7 સપ્ટેમ્બર સુધી ચાલશે આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment