Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકીને રમવા બાબતે ઠપકો આપતાં યુવકના હાથ-પગ ભાંગી નાખ્યા:બેફામ ગાળો ભાંડીને લોખંડની પાઇપો લઈને તૂ઼ટી પડ્યો, મહેસાણાના લાખવડનો બનાવ

    12 hours ago

    મહેસાણા તાલુકાના લાખવડ ગામે બાળકોના રમવા બાબતે થયેલી નજીવી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં યુવક અને તેની માતા પર લોખંડની પાઇપ વડે જીવલેણ હુમલો કરાયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકના બંને હાથ અને જમણા પગે ફ્રેક્ચર થતાં તેને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. મહેસાણા તાલુકા પોલીસે આ અંગે 2 શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાળકીને રમત ન રમવા બાબતે ઠપકો આપ્યો લાખવડ ગામના નાના વાસમાં રહેતા અને મજૂરીકામ કરતા 21 વર્ષીય મનોજકુમાર જેસંગજી ઠાકોર ગત તારીખ 3 સપ્ટેમ્બરે ઘરે હાજર હતા. તે સમયે તેમની 10 વર્ષીય ભત્રીજી પ્રિયા અને પાડોશમાં રહેતા સુરેશજી કચરાજી ઠાકોરની પુત્રી તનુ ઘર આગળ રમી રહી હતી. બાળકીઓ એકબીજાના કપડાં કાઢવાની રમત રમતી હોવાથી મનોજ ઠાકોરે સુરેશજીની દીકરીને આવી રમત ન રમવા બાબતે ઠપકો આપ્યો હતો. બેફામ ગાળો ભાંડી અને લોખંડની પાઇપો લઈને તૂ઼ટી પડ્યો આ બાબતનું મનદુઃખ રાખી સુરેશજી ઉર્ફે ખોડાજી કચરાજી ઠાકોર અને સનીજી શંભુજી ઠાકોર હાથમાં લોખંડની પાઇપો સાથે મનોજના ઘરે પહોંચ્યા હતા. તું મારી દીકરીને કેમ ધમકાવે છે તેમ કહી બંને જણાએ બેફામ ગાળો ભાંડી હતી. મનોજે ગાળો બોલવાની ના પાડતાં જ બંને ઈસમોએ ઉશ્કેરાઈને લોખંડની પાઇપો વડે મનોજ પર તૂટી પડી બંને હાથ તથા જમણા પગે આડેધડ ઘા ઝીંક્યા હતા, જેથી મનોજ નીચે ઢળી પડ્યો હતો. બૂમાબૂમ થતાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા બનાવ જોઈ મનોજના ભાભી મેવાબેન, ભાઈ ભવાનજી અને માતા કોકીલાબેન તેને છોડાવવા વચ્ચે પડ્યા હતા. તે દરમિયાન હુમલાખોર સુરેશજીએ મનોજની માતા કોકીલાબેનને પણ ડાબા હાથે પાઇપ મારી ઈજા પહોંચાડી હતી. બૂમાબૂમ થતાં આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા અને બંનેને વધુ મારમાંથી છોડાવ્યા હતા. જતા-જતા હુમલાખોરોએ સમય આવ્યે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બંને હાથ, જમણા પગે ફ્રેક્ચર અને માથાના ભાગે ઈજા ઘટના બાદ ઈજાગ્રસ્ત મનોજને 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં એક્સ-રે રિપોર્ટમાં તેના બંને હાથ, જમણા પગે ફ્રેક્ચર અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે મહેસાણા તાલુકા પોલીસે મનોજ ઠાકોરની ફરિયાદ પરથી બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ:શહેર કૃષ્ણમય બન્યું, 20થી વધુ સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમોએ ઉત્સાહ વધાર્યો
    Next Article
    ઘોઘારાવ મહારાજના જીવનચરિત્ર પર ભજન સંધ્યા યોજાઈ:ભરૂચના કોઠી વાલ્મીકિ વાસ ખાતે ભક્તિમય માહોલમાં આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment