Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ:શહેર કૃષ્ણમય બન્યું, 20થી વધુ સ્થળોએ મટકી ફોડના કાર્યક્રમોએ ઉત્સાહ વધાર્યો

    12 hours ago

    કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ પર જામનગર શહેરમાં ભવ્ય અને પરંપરાગત શોભાયાત્રા યોજાઈ હતી. કૃષ્ણ જન્માષ્ટમી શોભાયાત્રા સમિતિ અને અલગ-અલગ ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓએ મળીને આ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. તેમાં હજારો શ્રદ્ધાળુઓ અને શહેરના લોકો જોડાયા હતા, જેના કારણે આખું જામનગર શહેર કૃષ્ણમય બની ગયું હતું. શોભાયાત્રાની શરૂઆત નૂતન ખીજડા મંદિરમાં ભગવાન કૃષ્ણના પૂજન સાથે થઈ હતી. આ પ્રસંગે જામનગરના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાનિક નેતાઓ અને અલગ-અલગ ધાર્મિક તથા સામાજિક સંસ્થાઓના આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. નવતનપુરી ધામના મહંત કૃષ્ણમણિજી મહારાજના માર્ગદર્શન હેઠળ આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હતી. તે હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, વર્ધમાન ચોક, દરબારગઢ અને ચાંદી બજાર સહિત શહેરના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થઈ હતી. શોભાયાત્રાના રૂટ પર અલગ-અલગ સંસ્થાઓ દ્વારા ૨૦થી વધુ જગ્યાએ મટકી ફોડના કાર્યક્રમો પણ યોજાયા હતા. મોટી સંખ્યામાં યુવાનો અને શહેરના લોકોએ ઉત્સાહથી ભાગ લીધો અને મટકી ફોડીને નંદમહોત્સવની ઉજવણી કરી હતી. આ ભવ્ય શોભાયાત્રા દરમિયાન ઢોલ-નગારાના અવાજ, ભજન-કીર્તન અને કૃષ્ણના જયઘોષથી આખું શહેર ભક્તિમય બની ગયું હતું. 'નંદ ઘેર આનંદ ભયો'ના નાદ સાથે શ્રદ્ધાળુઓએ જન્માષ્ટમી પર્વની ખુશીથી ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોટીસરામાં મંજુબા ટ્યુશન ક્લાસીસ દ્વારા જન્માષ્ટમી મહોત્સવ ઉજવાયો:બાળકોએ નૃત્ય કર્યા, મટકી ફોડ અને રાસ-ગરબાથી વાતાવરણ કૃષ્ણમય બન્યું
    Next Article
    બાળકીને રમવા બાબતે ઠપકો આપતાં યુવકના હાથ-પગ ભાંગી નાખ્યા:બેફામ ગાળો ભાંડીને લોખંડની પાઇપો લઈને તૂ઼ટી પડ્યો, મહેસાણાના લાખવડનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment