Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓવરટેક બાબતે માથાકૂટમાં યુવકની હત્યા કરનારા બે આરોપીઓ ઝડપાયા ​:જૂનાગઢ-ધોરાજી રોડ પર સામસામે જોવાની ક્ષુલ્લક બાબતે બોલાચાલી બાદ યુવકની હત્યા કરનાર બંને હત્યારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા

    6 hours ago

    ​ગઈકાલે રાજકોટ જિલ્લાના ધોરાજીથી જૂનાગઢ તરફ જઈ રહેલા બે મોટરસાઇકલ સવાર અનુસૂચિત જાતિના યુવાનો પર ઓવરટેક બાબતે હુમલો કરવામાં આવ્યો હોવાની અત્યંત ગંભીર ઘટના સામે આવી હતી. ધોરાજીના બહારપરા વિસ્તારમાં રહેતા અનુસૂચિત જાતિ સમાજના બે યુવાનો હોસ્પિટલના કામકાજ અર્થે મોટરસાઇકલ પર જૂનાગઢ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રસ્તામાં સામસામે જોવાની તથા ગાડી ઓવરટેક કરવાની નજીવી બાબતે અન્ય બાઇક ચાલકો સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ તકરાર બાદ થયેલી હિંસક મારામારીમાં એક યુવાનનું માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર મામલે પોલીસે ગણતરીની કલાકોમાં બંને હત્યા કરનાર 21 વર્ષીય પાર્થ હિતેશભાઈ જેઠવા અને 21 વર્ષીય ભુમીક મનીષભાઈ રાઠોડને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ​ગઈકાલે જૂનાગઢ જિલ્લાના ઝાલણસર-ધોરાજી રોડ પર આવેલા તોરણીયા પાટીયા પાસે બપોરે અંદાજે બપોરના સમયે બનાવ બન્યો હતો. જેમાં 40 વર્ષીય જયેશભાઈ ડાયાભાઈ વિંઝુડા નામના યુવકને તેમના ભાઈ રાજભાઈ તુરંત સારવાર અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે તોરણીયા પાટીયા પાસે અજાણ્યા બે ઈસમોએ જયેશભાઈને માથાના ભાગે ઢીકા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. હોસ્પિટલના ફરજ પરના મેડિકલ ઓફિસરે તપાસીને જયેશભાઈને મૃત જાહેર કર્યા હતા. શરૂઆતમાં આ બનાવ અજાણ્યા શખ્સો સામેનો વણશોધાયેલ હત્યાનો ગુનો હતો. ​ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસ ટીમોએ બનાવ વાળી જગ્યાની મુલાકાત લઈ, સીસીટીવી ફૂટેજ ચકાસી તેમજ હ્યુમન સોર્સ અને ટેકનિકલ એન્ગલથી સઘન તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને સચોટ બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ ધોરાજી ટાઉનમાં આવેલ મહાત્મા ગાંધીવાસ સ્થિત પોતાના ઘરે છુપાયા છે, જેથી પોલીસે ત્વરિત દરોડો પાડી બંને ઈસમોને રાઉન્ડઅપ કરી ક્રાઈમ બ્રાન્ચ ખાતે પૂછપરછ હાથ ધરી હતી. ​પોલીસની કડક પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો. તેમણે કબૂલાત કરી હતી કે તેઓ પણ ધોરાજીથી જૂનાગઢ ખરીદી કરવા મોટરસાઇકલ પર જઈ રહ્યા હતા. રસ્તામાં મરણજનાર જયેશભાઈ અને તેમના ભાઈ સામે મળતા એકબીજા સામે જોવાની બાબતે તકરાર થઈ હતી અને મારામારી દરમિયાન જયેશભાઈને માથામાં વધારે વાગી જતાં તેઓ ગભરાઈને મોટરસાઇકલ લઈને નાસી ગયા હતા. પોલીસે 21 વર્ષીય પાર્થ હિતેશભાઈ જેઠવા અને 21 વર્ષીય ભુમીક મનીષભાઈ રાઠોડ (બંને રહે. મહાત્મા ગાંધી વાંસ, ધોરાજી) ની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી માટે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    75 ગુનાઓમાં સંડોવાયેલો કાસમઆલા ગેંગનો રીઢો આરોપી મેફેડ્રોન સાથે ઝડપાયો:હુસેન સુન્ની તથા સાગરીત મનોજ ત્રિવેદી ઝડપાયા, 55.450 ગ્રામ MD સહિતનો મુદ્દામાલ કબજે
    Next Article
    કંથારિયા-વાસદ રોડ પર ટેમ્પો પલટી જતાં 12 શ્રદ્ધાળુઓ ઘાયલ:8 ગંભીર ઈજાગ્રસ્તોને વડોદરાની SSGમાં ખસેડાયા, ટક્કર મારી અજાણ્યો ચાલક વાહન સાથે ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment