Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કંથારિયા-વાસદ રોડ પર ટેમ્પો પલટી જતાં 12 શ્રદ્ધાળુઓ ઘાયલ:8 ગંભીર ઈજાગ્રસ્તોને વડોદરાની SSGમાં ખસેડાયા, ટક્કર મારી અજાણ્યો ચાલક વાહન સાથે ફરાર

    6 hours ago

    રાજકોટથી સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના દર્શનાર્થે નીકળેલા એક શ્રદ્ધાળુ પરિવારને કંથારિયાથી વાસદ જવાના માર્ગ પર ગંભીર માર્ગ અકસ્માત નડ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. દર્શનાર્થીઓથી ભરેલા ટેમ્પોને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતાં ટેમ્પો રસ્તા પર પલટી ખાઈ ગયો હતો. આ ભયાનક દુર્ઘટનામાં પરિવારના આશરે 12 જેટલા સભ્યો લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવના પગલે માર્ગ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી અને તે પૈકીના 8 ગંભીર દર્દીઓને વધુ સઘન સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સારંગપુર દર્શન પૂર્ણ કરી પાવાગઢ જતી વખતે અકસ્માત નડ્યો રાજકોટનો આ પરિવાર એક ટેમ્પો ભાડે રાખીને ધાર્મિક પ્રવાસે નીકળ્યો હતો. પરિવારજનોએ પ્રથમ કષ્ટભંજન દેવ સારંગપુર ખાતે દર્શન કર્યા હતા અને ત્યાંથી તેઓ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા આગળ વધી રહ્યા હતા. દરમિયાન કંથારિયાથી વાસદ તરફના માર્ગ પરથી પસાર થતી વેળાએ પાછળથી બેફામ ગતિએ ધસી આવેલા અજાણ્યા વાહનના ચાલકે ટેમ્પોને જોરદાર ટક્કર મારી દીધી હતી. ધડાકાભેર ટક્કર લાગતાં જ ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ટેમ્પો માર્ગ પર ગોલાંટ ખાઈને પલટી ગયો હતો, જેના કારણે વાહનમાં સવાર તમામ મુસાફરો ફંગોળાઈ ગયા હતા. 8 ઈજાગ્રસ્તોને વડોદરા SSG રિફર કરાયા અકસ્માત સર્જાતાં જ ઘટનાસ્થળે મુસાફરોની ચીસાચીસથી ગમગીની છવાઈ ગઈ હતી. અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા અને ટેમ્પોમાં ફસાયેલા તમામને બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તબક્કે તમામને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, 8 વ્યક્તિઓની હાલત અત્યંત નાજુક જણાતાં તેમને વધુ તાકીદની સારવાર માટે તાબડતોબ વડોદરા સ્થિત SSG હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. ફરાર વાહનચાલકની શોધખોળ તેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પરિવારના મોભી વિનુભાઈએ પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, તે માતાજીના આશીર્વાદ લેવા પાવાગઢ પહોંચે તે પહેલાં જ રસ્તામાં આ આફત આવી પડી હતી. અકસ્માત એટલો ઓચિંતો થયો કે કોઈને કંઈ વિચારવાનો કે સંભાળવાનો સમય મળ્યો નહોતો. બીજી તરફ અકસ્માત સર્જીને માનવતા નેવે મૂકી ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન અને તેના ચાલક વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને હાઈ-વે પરના CCTVના આધારે કાયદેસરની તપાસ અને શોધખોળ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઓવરટેક બાબતે માથાકૂટમાં યુવકની હત્યા કરનારા બે આરોપીઓ ઝડપાયા ​:જૂનાગઢ-ધોરાજી રોડ પર સામસામે જોવાની ક્ષુલ્લક બાબતે બોલાચાલી બાદ યુવકની હત્યા કરનાર બંને હત્યારાઓને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા
    Next Article
    અમરેલીમાં ખેતમજૂર પર સિંહનો હુમલો:નાની કુંકાવાવ-લાખાપાદરની સીમમાં મજૂરને પીઠ અને પગના ભાગે ઈજા પહોંચાડી, બૂમાબૂમ થતાં બે સિંહ નાસી છૂટ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment